Corona Vaccination : હવે વેક્સિનના સ્લૉટ બુકિંગ કરવાનું ટેન્શન દૂર થશે, કોવિન સાથે જોડાઈ આ અનેક એપ

|

Jul 07, 2021 | 11:11 AM

Corona Vaccination : વેક્સિનેશન સ્લોટ બુંકિગને લઈ સારા સમાચાર આવ્યા છે. CoWIN પોર્ટલ સિવાય અન્ય કેટલીક એપ પર તમે સ્લોટ બુક કરાવી શકો છો.​ તમે તમારું CoWin અપોઈમેન્ટ બુક કરવા માટે લોકપ્રિય ઑનલાઈન ચૂકવણી માટે પેટીએમ એપનો ઉપયોગ કરી શકો છો. તમે તમારી આજુબાજુ રસીકરણ સ્લોટ જોઈ શકો છો.

Corona Vaccination : હવે વેક્સિનના સ્લૉટ બુકિંગ કરવાનું ટેન્શન દૂર થશે, કોવિન સાથે જોડાઈ આ અનેક એપ
Corona Vaccination : હવે વેક્સિનના સ્લૉટ બુકિંગ કરવાનું ટેન્શન દૂર થશે, કોવિન સાથે જોડાઈ આ અનેક એપ

Follow us on

Corona Vaccination : વેક્સિનેશન સ્લોટ બુંકિગને લઈ સારા સમાચાર આવ્યા છે. CoWIN પોર્ટલ સિવાય અન્ય કેટલીક એપ પર તમે સ્લોટ બુક કરાવી શકો છો.Paytm, Eka care app, HealthfyMe, Reliance MyJio, Airtel Thanks app સિહત અન્ય કેટલીક એપ તમને વેક્સિનેશન ( Vaccination) સ્લોટ બુક કરવામાં મદદ કરશે.

​Paytm: પણ તમને વેક્સિનેશન સ્લોટ શોધવા માટે મદદ કરશે

તમે તમારું CoWin અપોઈમેન્ટ બુક કરવા માટે લોકપ્રિય ઑનલાઈન ચૂકવણી માટે પેટીએમ (Paytm) એપનો ઉપયોગ કરી શકો છે. પેટીએમ એપમાં હોમસ્ક્રીન પર એક વેક્સિન ફાઈન્ડર ઉપલબ્ધ છે. પેટીએમ પર ફાઈન્ડરમાં તમારે એક પિન કોડ અને તમારી ઉંમરની નોંધણી કરાવવી પડશે. ત્યારબાદ તમે તમારો સ્લૉટની શોધખોળ કરી શકો છો અને બુક નાઉ બટન પર ક્લિક કરી શકો છો. એક વખત થઈ ક્લિક કર્યા બાદ એપ તમને એક સ્ક્રીન પર લઈ જશે જ્યાં તમે રસીકરણ કેન્દ્રની પસંદગી કરી શકશો. હવે તમારે ફોન નંબર દાખલ કરવાનો રહેશે એને ઓટીપી દાખલ કર્યા બાદ સ્લૉટ બુક કરવાનો રહેશે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

Eka care app રસીકરણના સ્લૉટને શોધવા તેમજ બુક કરાવવાની પરવાનગી આપે છે.

Eka care appનો ઉપયોગ કરી કોરોના રસીકરણનો સ્લૉટ પણ બુક કરી શકો છે એપ એન્ડ્રોઈડ અને આઈઓએસ બંન્ને ઑપરેટિંગ સિસ્ટમ પર ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. એપ ડાઉનલોડ કરી તમારા હોમસ્ક્રીન પર આપવામાં આવેલી વેક્સિન ઉપલબ્ધતા કાર્ડમાં જઈ રસીકરણ સ્લૉટ બુક કરી શકો છે. સ્લૉટ બુક કરવા માટે તમારે તમારા ફોન નંબરની સાથે રજિસ્ટ્રેશન કરવું પડશે.

HealthfyMe :  રસીકરણ સ્લૉટ શોધવાની તેમજ બુક કરવાની પરવાનગી આપે છે

હેલ્થ ટેક સ્ટાર્ટઅપ હીથીફાઈમીએ તેમની એપથી સીધું કોવિડ રસીકરણ સ્લૉટ બુક કરવાની ક્ષમતા રજુ કરી છે. વેક્સિન બુક કરવા માટે તમારે વેક્સીનેટમી કાર્ડમાં જવાનું રહેશે અને તમારો પિન કોડ દાખલ કરવાનો રહેશે અને વેક્સિનનો ડોઝની તપાસ કરવાની રહેશે. ત્યારબાદ તમારે એ વેક્સિનની શોધ કરવાની રહેશે જેનો ડોઝ તમે લેવા માગો છો. ત્યારબાદ તમને ઉપલબ્ધ સ્લૉટ જોવા મળશે. સ્લૉટ પર ક્લિક કર્યા બાદ તમારે બુક બુટન પર ક્લિક કરવાનું રહેશે અને તમારે રસીકરણ સ્લૉટની પુષ્ટિ કરવાની રહેશે.

Reliance MyJio: રસીકરણ સ્લૉટ શોધવાની અનુમતિ આપશે

તમે MyJio એપનો પણ ઉપયોગ કરી Covid વેક્સિન માટેની ઉપલબ્ધ સ્લૉટની શોધ કરી શકો છો. તમારે તમારા Jio નંબરનો ઉપયોગ કરી એપમાં ઓનલાઈન લોગ ઈન કરવાનું રહેશ અને હોમ સ્ક્રીન પર ત્યાં સુધી સ્કૉલ કરવાનું રહેશે જ્યાં સુધી તમને Covid-19 વેક્સિન ફાઉન્ડર બેનર ન મળે. હવે બેનર પર ક્લિક કરી તમારો પિન કોડ દાખલ કરો, ત્યારબાદ તમારે તેમની આસપાસ વેક્સિન સ્લોટની ઉપલબ્ધતાની જાણકારી મળી જશે. સ્લૉટની શોધ કર્યા બાદ તમારે CoWin વેબસાઈટ પર રીડાયરેક્ટ કરવામાં આવશે જ્યાં તમે સ્લૉટ બુક કરી શકો છો.

Airtel Thanks app:  રસીકરણ સ્લૉટની પરવાનગી આપે છે

Jioની સામે  Airtel પણ તેમના ગ્રાહકોને Airtel Thanks એપના માધ્યમથી Covid  રસીકરણ સ્લૉટ શોધવાની અનુમતિ આપે છે. તમે એપની અંદર આપવામાં આવેલા વેક્સિન ફાઉન્ડરની પસંદગી કરી શકો છો અને ફરી તમે રાજ્ય અથવા જિલ્લામાં પ્રવેશ કરી શકો છો. ત્યારબાદ તમારે ઉંમર, વેક્સિન અને અન્ય ફિલ્ટર જોડવાનું રહેશે. ત્યારબાદ તમારી આજુબાજુ ઉપલબ્ધ વેક્સિન સ્લૉટની શોધવા માટે ક્લિક કરી શકો છો.

Ixigo: વપરાશકર્તાને રસીકરણ સ્લૉટની પરવાનગી આપે છે

The travel app તમારી આસપાસ કોવિડ-19 રસીકરણ સ્લૉટ શોધવાની સુવિધા આપે છે, રસીકરણ સ્લૉટ શોધવા માટે તમે ixigo ટ્રેન એપ ખોલો અને વેક્સિન સ્લૉટ શોધ્યા બાદ ક્લિક કરો. ત્યારબાદ તમારે પિન કોડ નાંખવાનો રહેશે અને તમારા જિલ્લો તેમજ ઉંમરની પસંદગી કરી ડોઝની પસંદગી કરો.

Phonepe: રસીકરણ સ્લૉટ શોધવાની પરવાનગી આપે છે

Phonepe એપ પણ તમને વેક્સિન સ્લૉટને શોધવા માટેની પરવાનગી આપે છે. તમારે હોમપેજ પર નીચે સ્ક્રૉલ કરવાનું રહેશે અને સ્વિચ બેનરની અંદર રાખેલા CoWin બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે પિનકોડ, ઉંમર અને વેક્સિન જેવી વિગતો નાંખી સર્ચ પર ક્લિક કરવાનું રહેશે. હવે તમે તમારી આજુબાજુ રસીકરણ સ્લોટ જોઈ શકો છો.

Published On - 11:08 am, Wed, 7 July 21

Next Article