સરકારના નામે છેતરપિંડી! તમારા ફોનમો જો આવે છે આ મેસેજ તો તરત જ ચેતી જજો

|

Apr 22, 2021 | 3:22 PM

સાયબર ઠગો હવે ઠગવા માટેના નવા નવા આઈડીયા લઈને આવે છે. તાજેતરમાં જ સરકારે સૌને ચેતવ્યા છે કે સરકારી સ્કીમના નામે હવે છેતરવામાં આવે છે.

સરકારના નામે છેતરપિંડી! તમારા ફોનમો જો આવે છે આ મેસેજ તો તરત જ ચેતી જજો
File Image

Follow us on

ટેલિકોમ કંપનીઓની સંસ્થા સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI) એ સામાન્ય લોકોને નકલી મેસેજની ચાલમાં ના ફસાવા ચેતવ્યા છે. આ ફ્રોડ મેસેજથી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે કે સરકારે ઓલાઇન શિક્ષણ(Online Education) માટે 10 કરોડ ગ્રાહકોને મફત રિચાર્જ કરાવી આપવાનો (Free Recharge Plans) નિર્ણય લીધો છે. અને એના માટે એક લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે.

COAIએ ચેતવણી આપી છે કે આવી કોઈ લિંક પર પર ક્લિક કરીને, તમારી વિગતો અને અન્ય માહિતી મોબાઇલ ફોનથી ચોરી શકાય છે. પછીથી તેની વધુ ગંભીર અસરો થઈ શકે છે.

10 કરોડ ગ્રાહકોને મફત રિચાર્જ કરાવી આપવાનો દાવો

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?

સીઓએઆઈ દ્વારા જારી કરવામાં આવેલી સલાહમાં કહેવામાં આવ્યું છે કે આ બનાવટી સંદેશાઓ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારે ઓનલાઇન શિક્ષણ માટે 10 કરોડ ગ્રાહકોને મફત રિચાર્જ આપવાનું વચન આપ્યું છે.

ઉદ્યોગ સંગઠન COAIના સભ્યોમાં રિલાયન્સ જિયો(Reliance Jio), ભારતી એરટેલ (Bharti Airtel) અને વોડાફોન આઈડિયા (Vodafone Idea) શામેલ છે.

આવી લિંક્સ પર ક્લિક કરશો નહીં

સીઓએઆઈએ કહ્યું કે આવી નકલી માહિતીથી લોકો મફત ઓફરનો લાભ લેવા માટે લિંક પર ક્લિક કરી શકે છે. સીઓઆઈએ ગ્રાહકોને સલાહ આપી છે કે આવી લિંક્સ પર ક્લિક ન કરો.

આ કૌભાંડ અંગે સામાન્ય લોકોને ચેતવણી આપતા તેમણે કહ્યું કે આપણે આવા મેસેજ ડીલીટ કરી નાખવા જોઈએ અને કોઈને ફોરવર્ડ ન કરવા જોઈએ. દરેક વ્યક્તિ સાથે મળીને આ છેતરપીંડી સામે લડી શકે છે અને બીજાઓને છેતરામણીથી બચાવી શકે છે.

સીઓએઆઈએ કહ્યું, જો તમને આવો કોઈ મેસેજ મળે છે, તો લિંક પર ક્લિક ન કરો કારણ કે તે મોબાઇલ ઉપકરણથી ડેટા અને માહિતી ચોરી શકે છે.

 

આ પણ વાંચો: કોરોનાની આફત વચ્ચે પણ ચાલુ રહેશે કિસાન આંદોલન? જાણો રાકેશ ટિકૈતે શું આપ્યું મોટું નિવેદન

આ પણ વાંચો: ગાડીમાં માસ્ક ન પહેરવાને લઈને વાયરલ વિડીયો, જાણો ડ્રાઇવિંગ કરતી વખતે માસ્ક પહેરવા અંગે શું નિયમ છે

Next Article