ગાડીમાં માસ્ક ન પહેરવાને લઈને વાયરલ વિડીયો, જાણો ડ્રાઇવિંગ કરતી વખતે માસ્ક પહેરવા અંગે શું નિયમ છે

દેલ્હીનો એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં માસ્ક ના પહેરવા પર પોલીસે દંપતીને રોક્યા હતા બાદમાં વિડીયો વાયરલ થયો હતો.

ગાડીમાં માસ્ક ન પહેરવાને લઈને વાયરલ વિડીયો, જાણો ડ્રાઇવિંગ કરતી વખતે માસ્ક પહેરવા અંગે શું નિયમ છે
વાયરલ વિડીયોની તસ્વીર

દેશમાં કાર ચલાવતા સમયે માસ્ક પહેરવા વિશે દરરોજ નવી નવી ઘટનાઓ આવી રહી છે, જેમાંની સૌથી નવી ઘટના આજકાલ ઇન્ટરનેટ પર ઘણી છવાઈ ગઈ છે. જો તમને ખબર ના હોય, તો તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ દિલ્હીમાં ડ્રાઇવિંગ કરતી વખતે એક મહિલા અને તેના પતિને માસ્ક ન પહેરવાના કારણે પોલીસે અટકાવી હતી. ત્યારે મહિલાએ તેની બદમાશીથી પોલીસકર્મીઓને ઘણું બરાબરનું સાંભળ્યું હતું. “તમે અમારી કાર કેવી રીતે રોકી. તમને આ અધિકાર કોણે આપ્યો.:

જ્યારે કોવિડના કેસો ઝડપથી વધી રહ્યા છે, ત્યારે કારની અંદર પણ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. અને દેશના ઘણા રાજ્યોમાં આમ ન કરવા બદલ ભારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં પણ આ દંડ વસુલવામાં આવી રહ્યો છે. દરેક જણ જાણે છે કે દિલ્હીમાં કર્ફ્યુ છે, અને માસ્ક ન પહેરવા અંગે પોલીસ સાથે દલીલ કરનાર આ દંપતી એ પણ જણાવી શક્યું નહીં કે તે પોતાની કાર લઈને બહાર કેમ નીકળી ગયા છે. તેના બદલે, મહિલા પોલીસ સામે કેટલીક મિનિટ સુધી ચીસો પાડે છે. અને સારું ખોટું સંભળાવે છે.

એકલા હોય અને માસ્ક ન પહેર્યું હોય તો પણ ચલણ ભરવું પડે છે

માહિતી માટે જણાવી દઈએ કે દિલ્હી હાઈકોર્ટે સુનાવણી દરમિયાન એમ પણ કહ્યું છે કે માસ્ક પહેરવામાં કોઈ પ્રકારની છૂટછાટ નહીં આપવામાં આવે. કોર્ટના જણાવ્યા મુજબ, માસ્ક પોતાને અને અન્ય લોકોને કોવિડ -19ના ચેપથી બચાવવા માટેનો એક માર્ગ છે.

જો કે, આ પહેલા હાઈકોર્ટમાં એકલા વાહન ચલાવતા સમયે માસ્ક પહેરવાને લઈને અરજી કરવામાં આવી હતી. એટલે કે, જો કોઈ વ્યક્તિ કારમાં એકલા મુસાફરી કરે છે, તો પછી માસ્ક પહેરવું ફરજિયાત નથી. દિલ્હીમાં આવું ના કરવા પર 2000 રૂપિયાનો દંડ થાય છે, ગુજરાતમાં પણ માસ્ક ના પહેરવા પર 1000 રૂપિયાનો દંડ થાય છે. અગાઉ ચલણની રકમ 500 રૂપિયા રાખવામાં આવી હતી. અહેવાલો મુજબ, આ દંપતીની ઓળખ પટેલ નગરના રહેવાસી પંકજ અને આભા તરીકે થઈ છે. તેની સામે વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો: પુણેમાં જોવા મળ્યા ચોંકાવનારા કેસ: કોરોનાથી સાજા થયેલા દર્દીઓ પર આ રોગ કરી રહ્યો છે હુમલો

આ પણ વાંચો: અદભુત ઈતિહાસ: શું તમે જાણો છો આ દેશ વિશે? જે ઓળખાય છે મીની હિન્દુસ્તાન તરીકે?