કોરોનાની આફત વચ્ચે પણ ચાલુ રહેશે કિસાન આંદોલન? જાણો રાકેશ ટિકૈતે શું આપ્યું મોટું નિવેદન

ખેડુતો હજુ દિલ્હીની સરહદ પર અડગ છે. દરમિયાન એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ખેડૂતોના જૂથમાં હોવાને કારણે કોરોના ચેપ વધી રહ્યો છે.

કોરોનાની આફત વચ્ચે પણ ચાલુ રહેશે કિસાન આંદોલન? જાણો રાકેશ ટિકૈતે શું આપ્યું મોટું નિવેદન
રાકેશ ટિકૈત (File Image)

ગયા વર્ષે શરુ થયેલું કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલન હજુ પણ ચાલુ છે. ખેડુતો દિલ્હીની સરહદ પર અડગ છે. દરમિયાન એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ખેડૂતોના જૂથમાં હોવાને કારણે કોરોના ચેપ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે “ખેડૂત તેના ઘરે છે. અમે તેમને બીજે ક્યાં જવાનું કહીશું? શું અહીંથી કોરોના ફેલાઈ રહ્યો છે? અમે અહીં છેલ્લા 5 મહિનાથી રહીએ છીએ, આ હવે અમારું ઘર છે. ઘણા ખેડુતોને વેક્સિન અપાઇ છે પણ બીજી માત્રા મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અમે અધિકારીઓને અહીં શિબિર લગાવવા જણાવ્યું છે.”

તાજેતરની ઇફ્તાર પાર્ટીના વીડિયો વિશે પૂછતાં ટિકૈતે કહ્યું કે લોકો એકબીજાથી દૂર બેઠા હતા. સરકારે 50 લોકોને મંજૂરી આપી પરંતુ ફક્ત 22-35 લોકો જ હતા. કોઈ એકબીજાને મળતું ન હતું, ન હાથ મિલાવતા હતા.

ટિકૈતે કહ્યું હતું કે, ત્રણ કૃષિ કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી ખેડુતો પાછા ઘરે નહીં જાય. આંદોલનને વધુ તીવ્ર બનાવવા માટે દરેક ગામમાં તૈયારીઓ ચાલી રહી છે અને આ મોરચા પર હાજરી વધતાં જ આ યોજનાની ઘોષણા કરવામાં આવશે.

ભાકીયુ નેતાએ ચેતવણી આપી હતી કે “સરકારે ફરીથી આંદોલન સમાપ્ત કરવાની તૈયારી ન કરવી જોઈએ, નહીં તો ખેડૂતો સંપૂર્ણ રીતે તૈયાર છે. કોરોનાના ફાટી નીકળવાના ભય વિશે બોલતા તેમણે કહ્યું કે તમામ ખેડૂત કોરોનાની સુરક્ષાની જવાબદારીનું પાલન કરી રહ્યા છે, અમે તેની વ્યવસ્થા પણ કરી રહ્યા છીએ. જો ખેડુતો અહીંથી દૂર ગયા તો પણ તેઓ તેમના જ ગામમાં જશે. કોરોના દેશમાંથી ભાગશે નહીં. કોરોના હવે આવી ગયો છે અને તેના ડરથી ખેડૂત આંદોલનને દૂર કરી શકાશે નહીં. સરકારે સારવાર માટેની વ્યવસ્થા કરવી જોઈએ.”

 

આ પણ વાંચો: ગાડીમાં માસ્ક ન પહેરવાને લઈને વાયરલ વિડીયો, જાણો ડ્રાઇવિંગ કરતી વખતે માસ્ક પહેરવા અંગે શું નિયમ છે

આ પણ વાંચો: પુણેમાં જોવા મળ્યા ચોંકાવનારા કેસ: કોરોનાથી સાજા થયેલા દર્દીઓ પર આ રોગ કરી રહ્યો છે હુમલો