China: સોશિયલ મીડિયા જાયંટ Weiboના ટોપના કર્મચારી પર યૌન શોષણનો આરોપ

|

Aug 11, 2021 | 8:13 PM

તાઓતાઓની આ હરકતથી કંપનીના હિતોને ગંભીર રૂપથી નુક્સાન થયુ છે. તમને જણાવી દઇએ કે Weibo આંશિક રૂપથી ઈ-કોમર્સ જાયંટ અલીબાબા ગ્રૃપ હોલ્ડિંગ લિમિટેડના સ્વામિત્વમાં છે.

China: સોશિયલ મીડિયા જાયંટ Weiboના ટોપના કર્મચારી પર યૌન શોષણનો આરોપ
File Image

Follow us on

ચીન (China)ના અધિકારીઓએ ત્યાંની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની Weibo Corpના પબ્લિક રિલેશન એક્ઝીક્યુટીવની ધરપકડ કરી છે. ચીનની મીડિયાએ મંગળવારે આ વાતની જાણકારી આપી છે. સ્ટાફને મોકલવામાં આવેલા મેમો અનુસાર Weiboના પબ્લિક રિલેશન ડાયરેક્ટર માઓ તાઓતાઓની લાંચ લેવાની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી છે.

 

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

કહેવામાં આવી રહ્યું છે કે તાઓતાઓની આ હરકતથી કંપનીના હિતોને ગંભીર રૂપથી નુક્સાન થયુ છે. તમને જણાવી દઈએ કે Weibo આંશિક રૂપથી ઈ-કોમર્સ જાયંટ અલીબાબા ગ્રૃપ હોલ્ડિંગ લિમિટેડના સ્વામિત્વમાં છે. મેમોમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે કંપનીની નીતિ અને કાયદા પ્રમાણે અમે માઓને સજા તરીકે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. અમે તેને બીજી વાર નોકરી પર નહીં રાખીએ.

 

 

2010થી માઓ કંપની સાથે જોડાયેલા હતા

આ ઘટના ત્યારે સામે આવી જ્યારે એક કર્મચારીએ પોતાના મેનેજર અને એક ક્લાયન્ટના વિરુદ્ધ યૌન શોષણની ફરિયાદ નોંધાવી. આરોપ સંબંધિત કાર્યવાહીમાં મોડુ થતાં અલીબાબાને જવાબ આપવો પડ્યો. સોમવારે અલીબાબાએ યૌન શોષણના મામલામાં કાર્યવાહી કરતા જાહેરાત કરી કે તેણે મેનેજરને કાઢી મુક્યા છે.

 

મેમોમાં કહેવામાં આવ્યુ છે કે માઓએ 2010માં કંપનીને જોઈન કરી હતી. રેન્કના માધ્યમથી તેણે માર્કેટિંગ અને પીઆર વિભાગમાં સારુ પ્રદર્શન કરીને ઉપલબ્ધીઓ મેળવી હતી. જોએ આ મામલે કંપનીએ કોઈ પણ મીડિયા હાઉસને પ્રતિક્રિયા આપવાની ના પાડી દીધી છે.

 

 

હાલમાં જ એક અન્ય વિવાદમાં ફસાઈ કંપની

Weibo હાલમાં જ ચીની-કેનેડિયન પૉપ સિંગર ક્રિસ વૂ સાથે જોડાયેલા એક ઘોટાળાના મામલામાં પણ ફસાઈ હતી. આ સિંગરની ચીની અધિકારીઓએ નાની ઉંમરની છોકરીઓ સાથે યૌન સંબંધ બનાવવાના આરોપમાં ધરપકડ કરી હતી. જો કે સિંગરે આ આરોપોને નકારી કાઢ્યા હતા.

 

 

વૂની ધરપકડ બાદ સ્ટેટ મીડિયા દ્વારા પ્રકાશિત એક અહેવાલમાં લખ્યુ હતુ કે સોશિયલ નેટવર્ક્સ ટ્રાફિક જનરેટ કરવા માટે સેલિબ્રિટીઝને વધારી ચઢાવીને પ્રમોટ કરવામાં આવે છે. અહેવાલ પ્રકાશિત થયા બાદ Weiboએ સેલિબ્રિટીઝને તેમની પોપ્યુલારીટીના આધારે રેન્ક કરનાર ફિચરને બંધ કરી દીધુ. આ ફિચરનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવતો હતો.

 

 

આ પણ વાંચોNeeraj chopra : ગોલ્ડ મેડલ જીતતાં જ કોચને છુટો કરાયો, 1.64 કરોડની સેલેરી માંગી હતી

 

આ પણ વાંચો – કોરોનામાં ગુમાવ્યા પિતા, પણ ન ગુમાવી હિંમત અને જેઇઇમાં મેળવ્યા 296 ગુણ ! કહાની આપને પણ આપશે પ્રેરણા

Next Article