વોટ્સએપમાં આ 5 સેટિંગ્સ બદલો… તાત્કાલિક ધોરણે 

|

Apr 14, 2022 | 9:16 AM

Tech News : આજે અમે તમને જણાવીશું કે તમે WhatsApp પર કેવી રીતે તમારી જાતને સુરક્ષિત રાખી શકો છો. તો ચાલો જાણીએ WhatsAppના ટોપ 5 સેફ્ટી ફીચર્સ.

વોટ્સએપમાં આ 5 સેટિંગ્સ બદલો… તાત્કાલિક ધોરણે 
WhatsApp
Image Credit source: File Photo

Follow us on

આજે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સેપ (WhatsApp)ની લોકપ્રિયતા કોઈનાથી છુપાયેલી નથી. યુઝર્સ તેનો ઉપયોગ મેસેજિંગથી લઈને ઈમોજી સુધી કરી શકે છે. આ સાથે ઘણા મહત્વપૂર્ણ સંદેશાઓ પણ શેર કરે છે. જેમાં કેટલીકવાર ફેક મેસેજના (Fake Message) કારણે લોકોના એકાઉન્ટની સુરક્ષાનો ભંગ થઈ શકે છે અથવા કોઈ અન્ય વ્યક્તિ લોગ ઇન (Log in) પણ કરી શકે છે. આટલું જ નહીં, ઘણા યુઝર્સને ફોટો છુપાવવાની જરૂર પડે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે WhatsApp પર પોતાને કેવી રીતે સુરક્ષિત રાખી શકો છો.

 

  1. WhatsAppમાં ટુ-સ્ટેપ વેરિફિકેશન : ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppમાં ટુ-સ્ટેપ વેરિફિકેશનની સુવિધા આપવામાં આવી છે. આની મદદથી યુઝર્સ તેમની સુરક્ષાને વધુ મજબૂત કરી શકે છે. એકવાર આ સુવિધા સક્ષમ થઈ ગયા પછી, કોઈપણ અજાણ્યા વપરાશકર્તાઓ WhatsApp એકાઉન્ટમાં લૉગ ઇન કરી શકશે નહીં. આ માટે તમારે વોટ્સએપના સેટિંગમાં જવું પડશે, ત્યારબાદ એકાઉન્ટની અંદર ટુ-સ્ટેપ વેરિફિકેશન મળી શકશે. આ માટે તમારે Enable બટન પર ક્લિક કરવાનું રહેશે. યુઝર્સે તેમના મોબાઈલ નંબર પર આવેલો 6 અંકનો યુનિક પિન દાખલ કરવાનો રહેશે.
  2. આ રીતે અજાણી લિંક્સ તપાસો : WhatsApp પર ઘણી અજાણી લિંક્સ છે, જે આપણા બેંક એકાઉન્ટ સહિત કેટલીક મહત્વપૂર્ણ માહિતીને તોડી શકે છે. ઘણા હેકર્સ આવા મેસેજનો ઉપયોગ કરે છે. આ માટે, ક્યારેય પણ કોઈપણ અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી લિંક પર ક્લિક ન કરો. શંકાસ્પદ URLને Scan URL, ફિશ ટેન્ક, નોર્ટન સેફ વેબ અને અન્ય વેબસાઇટ્સ જેવી લિંક ચેકિંગ સાઇટ્સ પર ચેક કરી શકાય છે.
  3. ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
    એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
    ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
    ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
    પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
    શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
  4. જૂના સ્માર્ટફોનમાંથી લોગઆઉટ કરો : WhatsAppને વધુ સુરક્ષિત બનાવવા માટે, તમારા WhatsApp એકાઉન્ટને બધા જૂના મોબાઈલમાંથી લોગઆઉટ કરો. ઘણીવાર સિમ સાથે જૂનો સ્માર્ટફોન ક્યાંક ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો ચોરાયેલ ફોન પાછો મેળવવો ખૂબ જ મુશ્કેલ હોય છે, પરંતુ એન્ડ્રોઈડ અને iOS પ્લેટફોર્મ યુઝર્સ ખોવાયેલા ફોનમાંથી ડેટા રિમોટલી ડિલીટ પણ કરી શકે છે.
  5. વોટ્સએપ મીડિયાને ગેલેરીમાંથી છુપાવો : વોટ્સએપ પર આવતી તસવીરો, વીડિયો અને GIF સ્માર્ટફોનની ગેલેરીમાં દેખાય છે. પરંતુ યુઝર્સ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને છુપાવી શકે છે. આ માટે, ફક્ત WhatsAppના સેટિંગ્સમાં જાઓ, પછી ચેટ્સ પર ક્લિક કરો અને મીડિયા વિઝિબિલિટી પર જાઓ અને પછી વિઝિબિલિટી બંધ કરો.
  6. જ્યારે તેનો ઉપયોગ ન કરો ત્યારે લોગઆઉટ કરો : WhatsApp વેબ પર સુવિધા માટે, તમે તમારા WhatsApp એકાઉન્ટમાં લૉગ ઇન કરી શકો છો, પરંતુ અમે ભલામણ કરીએ છીએ કે તમે WhatsAppનો ઉપયોગ કર્યા પછી ત્યાંથી લોગઆઉટ તુરંત જ કરો.

આ પણ વાંચો – Snapchat : લોન્ચ થયું નવું ડાયનેમિક સ્ટોરીઝ ફીચર, જાણો તમામ માહિતી 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 6:50 am, Thu, 14 April 22

Next Article