AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan 3: ISROએ પૂર્ણ કર્યુ લોન્ચિંગ રિહર્સલ, જાણો ચંદ્ર પર ક્યારે લેન્ડ થશે ચંદ્રયાન -3?

ISROએ ચંદ્રયાન-3ના (chandrayaan-3) લોન્ચિંગ માટે રિહર્સલ પૂર્ણ કર્યું છે. આ રિહર્સલ 24 કલાક ચાલે છે. જેમાં શ્રીહરિકોટાના લોન્ચ સેન્ટરથી અન્ય સ્થળોએ તમામ કેન્દ્રો, ટેલીમેટ્રી કેન્દ્રો અને કોમ્યુનિકેશન યૂનિટ્સ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે.

Chandrayaan 3: ISROએ પૂર્ણ કર્યુ લોન્ચિંગ રિહર્સલ, જાણો ચંદ્ર પર ક્યારે લેન્ડ થશે ચંદ્રયાન -3?
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2023 | 6:42 PM
Share

Chandrayaan 3: ઈસરોએ (ISRO) 11 જુલાઈ, 2023ના રોજ ચંદ્રયાન-3ના (chandrayaan-3) લોન્ચિંગ માટે રિહર્સલ પૂર્ણ કર્યું છે. આ રિહર્સલ 24 કલાક ચાલે છે. જેમાં શ્રીહરિકોટાના લોન્ચ સેન્ટરથી અન્ય સ્થળોએ તમામ કેન્દ્રો, ટેલીમેટ્રી કેન્દ્રો અને કોમ્યુનિકેશન યૂનિટ્સ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે. વાતાવરણ બિલકુલ લોન્ચ સમય જેવું હોય છે. માત્ર રોકેટને લોન્ચ કરવામાં આવતુ નથી. આ એટલા માટે કરવામાં આવે છે કારણ કે તમામ કેન્દ્રો તેમના કામ અને તેનાથી સંબંધિત ક્રમ યાદ રાખે.

આ પણ વાંચો: Chandrayaan 3 Budget: ચંદ્રયાન 2 કરતા સસ્તુ છે છે ચંદ્રયાન 3 મિશન, જાણો કેટલો થયો ખર્ચ

ચંદ્રયાન-3 આ વખતે 10 સ્ટેપમાં ચંદ્રની સપાટી પર પહોંચશે

  1.  પ્રથમ તબક્કો પૃથ્વી કેન્દ્રિત તબક્કો- એટલે કે પૃથ્વી પર કરવામાં આવેલ કામ. આમાં ત્રણ તબક્કા છે. પ્રથમ- પ્રી-લોન્ચ સ્ટેજ. બીજું- લોન્ચ અને રોકેટને અવકાશમાં લઈ જવું અને ત્રીજું ચંદ્રયાન-3ને પૃથ્વીની વિવિધ ભ્રમણકક્ષામાં આગળ વધારવું. આ દરમિયાન ચંદ્રયાન-3 પૃથ્વીની આસપાસ છ ચક્કર લગાવશે. ત્યારબાદ તે બીજા તબક્કા તરફ આગળ વધશે.
  2. બીજો તબક્કો- લુનર ટ્રાન્સફર ફેઝ છે એટલે કે ચંદ્ર તરફ મોકલવાનું કામ. આ તબક્કામાં ટ્રેજેક્ટરી ટ્રાન્સફર થાય છે. એટલે કે લાંબા સમય સુધી સૌર ભ્રમણકક્ષામાંથી પસાર થયા પછી અવકાશયાન ચંદ્ર તરફ જવાનું શરૂ કરે છે.
  3. ત્રીજો તબક્કો: લૂનર ઓર્બિટ ઈન્સર્સન ફેઝ (LOI). એટલે કે ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે.
  4. ચોથો તબક્કો- આમાં સાતથી આઠ વખત ઓર્બિટ મેન્યૂવર કરીને ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીથી 100 કિમી ઉંચી ભ્રમણકક્ષામાં ફરવાનું શરૂ કરશે.
  5.  પાંચમા તબક્કામાં પ્રોપલ્શન મોડ્યુલ અને લૂનર મોડ્યુલ એકબીજાથી અલગ થઈ જશે.
  6. છઠ્ઠો તબક્કો- ડી-બૂસ્ટ તબક્કો એટલે તમે જે દિશામાં જઈ રહ્યા છો તે દિશામાં ઝડપ ઘટાડવી.
  7. સાતમો તબક્કો- પ્રી-લેન્ડિંગ તબક્કો એટલે લેન્ડિંગ પહેલાની સ્થિતિ. લેન્ડિંગની તૈયારીઓ શરૂ કરવામાં આવશે.
  8. આઠમો તબક્કો- જેમાં લેન્ડિંગ કરાવવામાં આવશે.
  9. નવમો તબક્કો- ચંદ્રની સપાટી પર પહોંચ્યા પછી લેન્ડર અને રોવર સામાન્ય થઈ જશે.
  10. દસમો તબક્કો- પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની 100 કિલોમીટરની ભ્રમણકક્ષામાં પાછું પહોંચે છે.

લેન્ડરને ચંદ્રની સપાટી પર પહોંચવામાં 45થી 50 દિવસ લાગશે

આ તમામ પગલાં પૂર્ણ કરવામાં લગભગ 45થી 50 દિવસનો સમય લાગશે એટલે કે 14 જુલાઈ, 2023ના રોજ લોન્ચ થવાથી લઈને લેન્ડર અને રોવર ચંદ્રની સપાટી પર ઉતરે ત્યાં સુધી.

પ્રોપલ્શન મોડ્યુલ શું છે, તેને ઓર્બિટર કેમ ન કહેવાય?

આ વખતે ચંદ્રયાન-3માં ઓર્બિટર મોકલવામાં આવી રહ્યું નથી. આ વખતે સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ મોકલવામાં આવી રહ્યું છે. તે લેન્ડર અને રોવરને ચંદ્રની ભ્રમણકક્ષામાં લઈ જશે. આ પછી તે 100 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં ચંદ્રની આસપાસ પરિભ્રમણ કરવાનું ચાલુ રાખશે. તેને ઓર્બિટર કહેવામાં આવતું નથી કારણ કે તે ચંદ્રનો અભ્યાસ કરશે નહીં. તેનું વજન 2145.01 કિલોગ્રામ હશે. જેમાં 1696.39 કિલો ઈંધણ હશે. એટલે કે, મોડ્યુલનું વાસ્તવિક વજન 448.62 કિગ્રા છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">