
સોનાના સતત વધતા ભાવો વચ્ચે હવે સોનું પણ લેબમાં બનવાનો દાવો સામે આવ્યો છે. સાન ફ્રાન્સિસ્કોની કંપની મેરેથોન ફ્યુઝને ન્યૂક્લિયર ફ્યુઝન ટેકનિકની મદદથી પારા (મર્ક્યુરી) ને શુદ્ધ સોનામાં બદલવામાં સફળતા મેળવી હોવાનો દાવો કર્યો છે. કંપનીના જણાવ્યા મુજબ સોનું બનાવવાનો તેમનો દર વર્ષ 2025 માં CERN દ્વારા નોંધાયેલા રેકોર્ડ કરતાં 10 ગણો ઝડપી છે. કંપનીએ પારાને સોનામાં પરિવર્તિત કરવા માટે ‘ન્યૂક્લિયર ટ્રાન્સમ્યુટેશન’ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે.
સરળ ભાષામાં સમજીએ તો આ પ્રયોગમાં પારો ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેને ન્યૂક્લિયર ટ્રાન્સમ્યુટેશનની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવી. આ પ્રક્રિયા દરમિયાન ધાતુના પરમાણુ કેન્દ્ર (ન્યુક્લિયસ) માં મૂળભૂત ફેરફારો કરવામાં આવે છે, જેના પરિણામે એક તત્વ બીજા તત્વમાં ફેરવાઈ જાય છે.
વૈજ્ઞાનિકોએ ફ્યુઝન પ્રક્રિયા દરમિયાન ઉત્સર્જિત થતા ઉચ્ચ-ઊર્જાવાળા ન્યુટ્રોનના સંપર્કમાં મર્ક્યુરી-198 ને રાખ્યો. જેનાથી મર્ક્યુરી-197 બન્યો, જે એક રેડિયોએક્ટિવ આઇસોટોપ છે અને આખરે વિઘટિત થઈને સ્થિર ગોલ્ડ-197 (Au-197) માં ફેરવાઈ જાય છે.
ના, બિલકુલ નહીં. આ કોઈ સામાન્ય કેમિકલ પ્રક્રિયા નથી જેને ઘરમાં કે સામાન્ય લેબમાં કરી શકાય. પરમાણુના ન્યુક્લિયસને બદલવા માટે જટિલ ન્યૂક્લિયર ટેકનોલોજીની જરૂર પડે છે. અગાઉ યુરોપની પ્રતિષ્ઠિત સંસ્થા CERN ના વૈજ્ઞાનિકોએ પણ અતિ અલ્પ માત્રામાં આવું સોનું બનાવ્યું હતું. જોકે મેરેથોન ફ્યુઝને હજુ સુધી ઉત્પાદિત સોનાની ચોક્કસ માત્રા અને સત્તાવાર શુદ્ધતાના તમામ આંકડા જાહેર કર્યા નથી.
હાલના તબક્કે આવું માનવું ખૂબ ઉતાવળિયું ગણાશે. આ પ્રક્રિયા અત્યંત ખર્ચાળ છે. કરોડો રૂપિયાના ખર્ચ પછી માત્ર થોડાક પરમાણુ જેટલું સોનું બનતું હોવાથી તેનો વ્યાવસાયિક ઉપયોગ હજુ ઘણો દૂર છે. જ્યાં સુધી આ ઉત્પાદન મોટા પાયે ન થાય અને તેનો ખર્ચ ખાણમાંથી સોનું કાઢવા કરતાં સસ્તો ન બને, ત્યાં સુધી બજારમાં સોનાના ભાવ ઘટવાની કોઈ શક્યતા નથી.