Jio, Airtelને ફરી ટક્કર આપશે BSNL, ફ્રીમાં જોઈ શકાશે 300થી વધુ TV ચેનલ

|

Dec 25, 2024 | 8:11 PM

BSNLના કારણે ટેલિકોમ સેક્ટરની ખાનગી કંપનીઓ રિલાયન્સ Jio અને Airtelને મજબૂત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. BSNL એ એક નવો દાવ રમ્યો છે, જેણે Jio અને Airtelની ચિંતા વધારી દીધી છે. તાજેતરમાં BSNL એ IFTV સેવા શરૂ કરી છે, જે અંતર્ગત 300 થી વધુ ફ્રી લાઈવ ટીવી ચેનલો બતાવવામાં આવી રહી છે.

Jio, Airtelને ફરી ટક્કર આપશે BSNL, ફ્રીમાં જોઈ શકાશે 300થી વધુ TV ચેનલ
BSNL

Follow us on

ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNLએ આ વર્ષે નવો લોગો લોન્ચ કર્યો છે. આ ઉપરાંત આ સરકારી ટેલિકોમ કંપનીએ ઘણી નવી સેવાઓ પણ શરૂ કરી છે. આ કારણે ટેલિકોમ સેક્ટરની ખાનગી કંપનીઓ રિલાયન્સ Jio અને Airtelને મજબૂત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. BSNL એ એક નવો દાવ રમ્યો છે, જેણે Jio અને Airtelની ચિંતા વધારી દીધી છે. તાજેતરમાં BSNL એ IFTV (Intranet Fiber TV) સેવા શરૂ કરી છે, જે અંતર્ગત 300 થી વધુ ફ્રી લાઈવ ટીવી ચેનલો બતાવવામાં આવી રહી છે. હવે કંપની BiTV પણ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

આ બંને સેવાઓ BSNL ગ્રાહકોને મફતમાં લાઈવ ટીવી ચેનલો જોવાનો મોકો આપે છે. BSNL IFTV મધ્યપ્રદેશ અને તમિલનાડુમાં શરૂ થયું છે. હવે તેનો વ્યાપ પંજાબ, હરિયાણા અને પુડુચેરી સુધી વિસ્તર્યો છે. IFTV એ ફાઇબર આધારિત ઇન્ટરનેટ સેવા છે, જ્યારે BiTV બિન-ફાઇબર આધારિત ઇન્ટરનેટ સેવા છે.

BSNL IFTV: 500 થી વધુ મફત TV ચેનલો

BSNL WiFi બ્રોડબેન્ડ દ્વારા IFTV સર્વિસ આપે કરે છે. આમાં, 500થી વધુ લાઇવ ટીવી ચેનલો સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ છે. આ સેવા BSNL ના FTTH (ફાઇબર-ટુ-ધ-હોમ) ગ્રાહકો માટે બિલકુલ મફત છે. આ માટે ગ્રાહકોએ એક રૂપિયો પણ ખર્ચ કરવો પડશે નહીં.

તમારી દીકરીને આ સરકારી યોજના આપશે 70 લાખ રૂપિયા, જાણો કેવી રીતે?
શરદી-ઉધરસથી રાહત મેળવવા દેવરાહા બાબાનો ઉપાય, જુઓ Video
ફારસી શબ્દ છે અનાર, હિંદી નામ સાંભળશો તો વિશ્વાસ નહીં આવે
શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે આ લાડુ, જાણો ફાયદા
Vastu shastra : ઘરમાં તોડફોડ કર્યા વિના દૂર થશે વાસ્તુ દોષ, કરો આ 7 ઉપાય
સંતરા એ પોર્ટુગિઝ શબ્દ છે, તેનું હિન્દી નામ જાણશો તો ચોંકી જશો

BSNLની આ સેવા ખાનગી કંપનીઓ માટે મોટો પડકાર છે. રિલાયન્સ JioFiber અને JioAirFiber દ્વારા બ્રોડબેન્ડ સર્વિસ આપવામાં આવે છે, જ્યારે એરટેલની બ્રોડબેન્ડ સર્વિસનું નામ Airtel Xstream Fiber છે.

BSNL BiTV: 300 થી વધુ મફત TV ચેનલો

BiTV BSNL મોબાઇલ ગ્રાહકો માટે છે. આમાં, તમને 300 થી વધુ લાઇવ ટીવી ચેનલો મફતમાં જોવાની તક મળશે, જેમાં પ્રીમિયમ ચેનલો પણ શામેલ છે. તે હાલમાં પુડુચેરીમાં લોન્ચ કરવામાં આવી છે અને તે સંપૂર્ણપણે મફત છે. લાઇવ ટીવી ચેનલો જેવી જ ટેક્નોલોજી છે, ફક્ત ગ્રાહકોને આ સર્વિસ આપવાની રીત અલગ છે.

BSNLના ગ્રાહકો વધી રહ્યા છે

BSNL માટે IFTV અને BiTV બંને મહત્વપૂર્ણ સર્વિસ છે. જો કે, કંપનીએ તેને અલગ-અલગ બ્રાન્ડ સાથે રજૂ કરી છે. આમાંથી એક ખાસ કરીને ફાઈબર ગ્રાહકો માટે છે, જ્યારે બીજી મોબાઈલ ગ્રાહકો માટે છે.

ટેલિકોમ સેક્ટરમાં BSNLનો કન્ઝ્યુમર બેઝ સતત વધી રહ્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના 23 ડિસેમ્બરના રોજ જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર, BSNLએ ઓક્ટોબરમાં 5 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા છે.

Next Article