Mobile Phone Tips: ફોનની ફૂલેલી બેટરીમાં થઈ શકે છે બ્લાસ્ટ, આ રીતે કરો સુરક્ષિત

|

Dec 29, 2021 | 11:30 AM

ક્યારેક અતિશય ફુલી જવાને કારણે તે બ્લાસ્ટ પણ થાય છે, જેના કારણે અનેક અકસ્માતો થયા છે. બહુ જૂની હોય ત્યારે બેટરી ફૂલી જવી એ સામાન્ય વાત છે, પરંતુ ક્યારેક નવા ફોનની બેટરી પણ ફૂલી જાય છે. આવી સ્થિતિમાં, કેટલીકવાર તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

Mobile Phone Tips: ફોનની ફૂલેલી બેટરીમાં થઈ શકે છે બ્લાસ્ટ, આ રીતે કરો સુરક્ષિત
Mobile Phone Battery (PC: iStock)

Follow us on

આજકાલ મોબાઈલ ફોન (Mobile Phone) દરેક વ્યક્તિ માટે જરૂરી બની ગયો છે. તેથી જ મોટાભાગના લોકો મોબાઈલ ફોન પર નિર્ભર બનવા લાગ્યા છે. ફોનનો ઉપયોગ જેટલો વધ્યો છે તેટલો તેના કારણે થતા નુકસાનમાં પણ વધારો થયો છે. જેમાનું એક ફોનની બેટરીનું ફૂલવું છે. ઘણીવાર તમે જોયું હશે કે જૂના ફોનની બેટરી (Old Phone Battery) ફૂલી જાય છે અને હવાથી ભરેલા ઓશીકા જેવી દેખાય છે. તે પછી તે કામ કરવાનું બંધ કરી દે છે.

ક્યારેક અતિશય ફુલી જવાને કારણે તે બ્લાસ્ટ પણ થાય છે, જેના કારણે અનેક અકસ્માતો થયા છે. બહુ જૂની હોય ત્યારે બેટરી ફૂલી જવી એ સામાન્ય વાત છે, પરંતુ ક્યારેક નવા ફોનની બેટરી પણ ફૂલી જાય છે. આવી સ્થિતિમાં, કેટલીકવાર તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો આજે આ અહેવાલમાં જાણવાનો પ્રયાસ કરીએ કે, બેટરી કયા કારણોસર ફૂલી જાય છે અને ફોનની બેટરી (Phone Battery)ને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય છે.

શા માટે બેટરી ફૂલે છે ?

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ફોનની બેટરી ફૂલવાના ઘણા કારણો હોઈ શકે છે. આમાંથી એક ઓવરહિટીંગ (Overheating) છે. ત્યારે ઘણી વખત બેટરી ફૂલીને તેની સાઈઝથી ડબલ થઈ જાય છે. મોટાભાગે આ લિથિયમ આયન (Lithium ion)અને લિથિયમ પોલિમર (Lithium Polymer)બેટરીમાં જોવા મળે છે. આવી બેટરી ઘણીવાર સ્માર્ટફોન, લેપટોપ, ફિટનેસ ટ્રેકર્સ વગેરેમાં જોવા મળે છે.

આ રીતે કરો બેટરીને સુરક્ષિત

લિથિયમ આયન અને પોલિમર બેટરીને ગરમીથી દૂર રાખવાનો પ્રયાસ કરો. તેથી, તમારા ફોન અને લેપટોપને ક્યારેય બંધ કારમાં અથવા તડકામાં ન રાખો. ફક્ત તે જ ચાર્જરનો ઉપયોગ કરો જે ડિવાઈસ મોડેલ સાથે આવે છે. અન્ય કોઈપણ કેબલનો ઉપયોગ કરશો નહીં. જો તે ખરાબ થઈ જાય, તો પણ હંમેશા સમાન મોડલના ચાર્જરનો ઉપયોગ કરો. લોકલ બેટરીનો ઉપયોગ પણ ટાળવો જોઈએ. આમાં વપરાતી સામગ્રી ખૂબ સસ્તી હોય છે, જેના કારણે તે ગમે ત્યારે ફાટી શકે છે.

આ પણ વાંચો: Bihar: નીતિશ સરકારની મુશ્કેલીઓ વધી, માંઝીએ સરકારને તોડી પાડવાની ધમકી આપ્યા બાદ ભાજપ બેક ફૂટ પર, સુશીલ મોદી ડેમેજ કંટ્રોલમાં

આ પણ વાંચો: જાન્યુઆરીમાં ઉગાડી શકાતા પાકો અને વાવેતરમાં ખેડૂતોએ ધ્યાન રાખવાની બાબતો

Next Article