બાયોટેક અને ફાઈઝરનો દાવો, કોરોના વાયરસના નવા સ્ટ્રેન સામે રક્ષણ આપવા સક્ષમ છે વેક્સિન

|

Dec 23, 2020 | 1:19 PM

બાયોટેક (BioNTech) અને ફાઈઝર (Pfizer) દાવો કર્યો છે કે, તેમના દ્વારા તૈયાર કરાયેલી વેક્સિન, બ્રિટનમાં જણાઈ આવેલા કોરોના વાયરસના નવા પ્રકારના સ્ટ્રેન સામે પણ રક્ષણ આપવા સક્ષમ છે. બાયોટેકે ત્યા સુધી કહ્યુ છે કે, કોરોના વાયરસ મ્યુટેશન સામે રક્ષણ અપતી વેક્સિન છ સપ્તાહમાં જ તૈયાર કરી દેવાશે. સમગ્ર વિશ્વમાં હાલ કોરોના વાયરસના બદલાયેલા પ્રકાર બાબતે […]

બાયોટેક અને ફાઈઝરનો દાવો, કોરોના વાયરસના નવા સ્ટ્રેન સામે રક્ષણ આપવા સક્ષમ છે વેક્સિન

Follow us on

બાયોટેક (BioNTech) અને ફાઈઝર (Pfizer) દાવો કર્યો છે કે, તેમના દ્વારા તૈયાર કરાયેલી વેક્સિન, બ્રિટનમાં જણાઈ આવેલા કોરોના વાયરસના નવા પ્રકારના સ્ટ્રેન સામે પણ રક્ષણ આપવા સક્ષમ છે. બાયોટેકે ત્યા સુધી કહ્યુ છે કે, કોરોના વાયરસ મ્યુટેશન સામે રક્ષણ અપતી વેક્સિન છ સપ્તાહમાં જ તૈયાર કરી દેવાશે.

સમગ્ર વિશ્વમાં હાલ કોરોના વાયરસના બદલાયેલા પ્રકાર બાબતે ચિંતા પ્રસરી રહી છે આ સમયે કોરોનાની વેક્સિન તૈયાર કરતી બે કંપનીઓ લોકોને રાહત મળે તેવો દાવો કર્યો છે. મિડીયા રિપોર્ટ મુજબ, ભારતે આ બદલાયેલા કોરોના વાયરસના પ્રકાર સામે રક્ષણ આપવાની રણનિતી તૈયાર કરી લીધી છે. બાયોટેકના સીઈઓએ એવુ કહ્યુ છે કે, વૈજ્ઞાનિકોને પૂરો ભરોષો છે કે, ફાઈઝર અને બાયોટેક દ્વારા તૈયાર કરાયેલી રસી કોવિડ 19ના તમામ પ્રકારના વાયરસ સામે લડવા અને લોકોને રક્ષણ આપવા સક્ષમ સાબિત થશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કોરોના વાયરસના બદલાયેલા સ્વરૂપને લઈને સૌ કોઈના મનમાં સવાલ થાય છે કે કોરોનાની વર્તમાનમાં શોધાઈ રહેલી રસી નવા પ્રકારના કોરોનાના વાયરસ સામે રક્ષણ આપી શકશે કે નહી. જાણકારોનું કહેવું છે કે હાલમાં અજમાવાઈ રહેલ કોરોનાની રસી, કોરોનાના નવા પ્રકારના વાયરસ સામે પણ રક્ષણ આપી શકશે.
જો કે કોરોના વાયરસની રસી બનાવનાર કંપની સ્પષ્ટપણે નથી કહી રહી કે તેમની દ્વારા તૈયાર થઈ રહેલી રસી કોરોના વાયરસના બદલાયેલા પ્રકાર સામે રક્ષણ આપશે જ.

Published On - 8:12 am, Wed, 23 December 20

Next Article