ઈ-વાહનોને પ્રોત્સાહન આપવા માટે દિલ્હી સરકારનો મોટો નિર્ણય, જાણો આ વાહનો માટે શું મળશે સુવિધા

|

Mar 13, 2021 | 12:35 PM

દિલ્હી સરકાર ઈ-વાહનોને પ્રોત્સાહન આપવા અનેક નિર્ણય લઇ રહી છે. અગાઉ દરેક સરકારી ખાતામાં ઈ-વાહનો ફરજીયાત બાદ સરકારે બીજા નિર્ણય લીધા છે.

ઈ-વાહનોને પ્રોત્સાહન આપવા માટે દિલ્હી સરકારનો મોટો નિર્ણય, જાણો આ વાહનો માટે શું મળશે સુવિધા
5 ટકા પાર્કિંગ ઇ-વાહનો માટે અનામત

Follow us on

દિલ્હીમાં ઇ-વાહનોને પ્રોત્સાહન મળે તે માટે અનેક નિર્ણય લેવામાં આવી રહ્યા છે. જેમાં વેપારી ઇમારતોમાં પાર્કિંગની પાંચ ટકા જગ્યા ઇ-વાહનો માટે અનામત રહેશે. એટલું જ નહીં તે સ્થળોએ ઇ-વાહનોના ચાર્જિંગ પોઇન્ટ પણ લગાવવાના રહેશે. આ વ્યવસ્થા એ વ્યાપારી ઇમારતો પર લાગુ કરવામાં આવશે, જ્યાં 100 અથવા વધુ વાહનો માટે પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ હશે. આવી ઇમારતોને આ વ્યવસ્થા કરવા માટે ડિસેમ્બર સુધીનો સમય આપવો પડશે. જાહેર છે કે દિલ્હીમાં પાર્કિગની સમસ્યા ખુબ છે, ત્યારે આ નિર્ણયથી ઈ-વાહનચાલકોને લાભ થશે.

સરકારે દિલ્હીમાં ઇ-વાહન ખરીદીને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઇ-વાહન નીતિમાં નવા વેપારીક બિલ્ડિંગોમાં 20 ટકા પાર્કિંગ ઇ-વાહનો માટે અનામત રાખવાનો નિયમ છે. વળી મોલ, હોસ્પિટલો, શોપિંગ કોમ્પ્લેક્સ, રેસ્ટોરાં, થિયેટરો ચલાવી રહેલા જૂના બિલ્ડીંગોને 5 ટકા પાર્કિંગ ઇ-વાહનો માટે અનામત રાખવું પડશે. આટલું જ નહીં પાર્કિંગની જગ્યામાં ઇ-વાહનો ચાર્જ કરવા માટે ચાર્જિંગ પોઇન્ટ પણ લગાવવાના રહેશે.

ડિસેમ્બર સુધી ચાર્જિંગ પોઇન્ટ તૈયાર કરવામાં આવશે

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઇ-ચાર્જિંગ પોઇન્ટ માટે સરકાર છ હજાર રૂપિયા સુધીની સબસિડી પણ આપશે. સરકારનો દાવો છે કે નવી સૂચનાઓથી દિલ્હીમાં 10,000 ઇ-વ્હિકલ ચાર્જિંગ પોઇન્ટ પણ બનશે. ડિસેમ્બર સુધીમાં આ ચાર્જિંગ પોઇન્ટ તૈયાર થઈ જશે. જણાવી દઈએ કે દિલ્હીમાં હાલમાં 9 હજારથી વધુ ઇ-વાહનો છે. સરકાર ઇ-વાહનોને પ્રોત્સાહન આપવા માટેની મૂળભૂત જરૂરિયાતોને પૂર્ણ કરવામાં કટિબદ્ધ છે.

2024 સુધીમાં 25 ટકા ઇ-વાહનનું લક્ષ્ય

દિલ્હી સરકારે 2024 સુધીમાં 25 ટકા વાહનો ઇ-વાહનો હોવાનું લક્ષ્ય બનાવ્યું છે. આ માટે સરકાર દર ત્રણ કિલોમીટરમાં ઇ-ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું કામ કરી રહી છે. દિલ્હીમાં હાલમાં 72 ઇ-ચાર્જિંગ સ્ટેશન છે. 100 બનાવવાનું કામ શરૂ કરાયું છે.

Next Article