Image Credit source: AI
જો તમે India AI Impact Summit 2026 ની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો આ ટોપ-70 AI પ્રોજેક્ટ્સ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. આ વર્ષે સમિટમાં વૈશ્વિક સ્તરે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, જેમાં 60થી વધુ દેશોમાંથી કુલ 4650 થી વધુ અરજીઓ આવી હતી. નિષ્ણાતોની પેનલે આમાંથી ‘AI ફોર ઓલ’, ‘વિમેન લીડરશીપ’ અને ‘YuvAI’ (યુવા) શ્રેણી હેઠળ શ્રેષ્ઠ 70 પ્રોજેક્ટ્સની પસંદગી કરી છે.
આ પ્રોજેક્ટ્સ મુખ્યત્વે હેલ્થકેર, એગ્રીકલ્ચર, ક્લાઇમેટ, એજ્યુકેશન અને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન જેવા મહત્વના ક્ષેત્રોમાં AI આધારિત ઉકેલો પૂરા પાડે છે. ભારત મંડપમ અને સુષમા સ્વરાજ ભવન ખાતે આયોજિત ગ્રાન્ડ ફિનાલેમાં આ પ્રોજેક્ટ્સને પોલિસી મેકર્સ, ઇન્વેસ્ટર્સ અને ઉદ્યોગ જગતના નેતાઓ સમક્ષ રજૂ કરવામાં આવશે, ત્યારબાદ સરકાર તેમને આગળ વધારવામાં મદદ કરશે.
AI ફોર ઓલ (AI for All)
આ કેટેગરીમાં 1350 થી વધુ એન્ટ્રીઓમાંથી 20 પ્રોજેક્ટ્સ પસંદ કરવામાં આવ્યા છે.
- AOne (ભારત): ફેક્ટરીઓમાં મશીનરીનું કામ અને વીજળીનો વપરાશ ઘટાડવા માટેનું પ્લેટફોર્મ.
- BeCrop (અમેરિકા): કૃષિ માટે માટીની તંદુરસ્તી તપાસવા અને આયુષ્યનું અનુમાન લગાવતું ટૂલ.
- BiTTE (જાપાન): મોબાઈલમાં રહેલા વાયરસ કે માલવેરને સ્કેન કરી પકડતું AI ટૂલ.
- CoRE Stack (ભારત): સેટેલાઇટ ડેટા દ્વારા જમીન અને પાણીના વધુ સારા ઉપયોગ માટેનું પ્લેટફોર્મ.
- CropScan (કેન્યા): પાક અને પોષક તત્વોની તપાસ માટેનું હેન્ડ-હેલ્ડ ડિવાઇસ.
- Elementech (ભારત): બજારમાં વીજળીની માંગનું અગાઉથી અનુમાન લગાવતું ટૂલ.
- EQUITWIN (કેમરૂન): દર્દીની ડિજિટલ કોપી બનાવી સચોટ સારવારમાં મદદરૂપ.
- Forus Health (ભારત): આંખના રોગો (ગ્લુકોમા, મોતિયા) શોધવા માટેનું સ્કેનિંગ ટૂલ.
- Helios 2.0 (ભારત): બાળકો અને દિવ્યાંગોના શિક્ષણને સરળ બનાવતું પ્લેટફોર્મ.
- Infiheal Healthtech (ભારત): વિવિધ ભાષાઓમાં માનસિક સ્વાસ્થ્યની સલાહ આપતું પ્લેટફોર્મ.
- Intello Labs (ભારત): પાકની ગુણવત્તા તપાસી તેને ડિજિટલ માર્કેટ સાથે જોડતી સિસ્ટમ.
- Kidaura (ભારત): બાળકોમાં ઓટિઝમની વહેલી ઓળખ માટેનું ટૂલ.
- MadhuNetrAI (ભારત): ડાયાબિટીસ સંબંધિત આંખની બીમારીઓની તપાસ.
- Helium Health (નાઇજીરીયા): ડોક્ટરો માટે AI આસિસ્ટન્ટ.
- Percept CTEM (ભારત): સાયબર હુમલાઓ રોકવા માટેનું સુરક્ષા પ્લેટફોર્મ.
- Resilience360 (ભારત): હવામાન અને આબોહવા જોખમોનું પૂર્વાનુમાન.
- SatSource (ભારત): ખેતીના જોખમોનું આકલન કરતું સેટેલાઇટ પ્લેટફોર્મ.
- Torchit (ભારત): દિવ્યાંગો માટે AI આધારિત શિક્ષણ સામગ્રી.
- Vajra Global (ભારત): સરકારી ડેટાને સરળ ભાષામાં સમજાવતી સિસ્ટમ.
- Wysa (ભારત): ચેટ દ્વારા માનસિક સ્વાસ્થ્ય સહાય પૂરી પાડતી એપ.
વિમેન લીડરશીપ (Women Leadership)
મહિલા ઇનોવેટર્સ માટે 50 થી વધુ દેશોમાંથી 800+ એન્ટ્રીઓ આવી હતી, જેમાંથી 30 ની પસંદગી થઈ છે.
- Zeko: યોગ્ય કર્મચારીઓની પસંદગી માટેનું પ્લેટફોર્મ.
- Magicroll: ઓટોમેટિક વીડિયો બનાવતું AI ટૂલ.
- Vinoba: બાળકોના પાયાના શિક્ષણ અને ગણતરી માટેનું પ્લેટફોર્મ.
- SODIET: પોષણ અને સ્વાસ્થ્ય સલાહકાર સિસ્ટમ.
- Smart Scope: સર્વાઇકલ કેન્સર તપાસવા માટેનું પોર્ટેબલ મશીન.
- Shabd: 22 ભારતીય ભાષાઓમાં અનુવાદ અને કન્ટેન્ટ બનાવતું પ્લેટફોર્મ.
- Gooey: કોડિંગ વગર AI એપ બનાવવાનું સાધન.
- Happykids: બાળકોના ભાવનાત્મક સ્વાસ્થ્ય પર નજર રાખતી સિસ્ટમ.
- Volar Alta: ડ્રોન દ્વારા ફેક્ટરી ઇન્સ્પેક્શન.
- Aezo: નાના વેપારીઓને ઓનલાઇન લાવવા માટેની એપ.
- Ayu 2.0: ડોક્ટરોને સારવાર સૂચવતી બહુભાષી AI સિસ્ટમ.
- Neura: શરીરના હલનચલન દ્વારા સારવારમાં મદદ.
- Remidio Medios: મોબાઈલ દ્વારા આંખની તપાસ.
- Lightbees AbleCredit: લોન માટે ક્રેડિટ ક્ષમતાનું આકલન.
- nVIBES: ડેન્ટલ ટ્રીટમેન્ટ દરમિયાન અવાજ ઘટાડતી સિસ્ટમ.
- EZSpeech: સ્પીચ થેરાપી એપ.
- Project RISE: બાળકોની સુરક્ષા પર નજર રાખતી સિસ્ટમ.
- FarmerLifeline: ખેડૂતો માટે સોલર AI સિસ્ટમ.
- SuperHuman Race: પ્રદૂષણ અને કાર્બન ઉત્સર્જનનો હિસાબ.
- Prosical: વાંચવાની ક્ષમતા તપાસતું ટૂલ.
- WordWorks: બહુવિધ પ્લેટફોર્મ પર ચેટ સિસ્ટમ.
- Sustaining.AI: પર્યાવરણીય ડેટાનું વિશ્લેષણ.
- Talenti: કરિયર મેન્ટરિંગ પ્લેટફોર્મ.
- Top Parent: પ્રાદેશિક ભાષામાં બાળકોના શિક્ષણ માટેની એપ.
- MevnAI: કૌશલ્ય આધારિત શિક્ષણ પ્લેટફોર્મ.
- fieldWISE AI: ખેતી અને સરકારી યોજનાઓનું ડેટા વિશ્લેષણ.
- Ashwin AI: બોલીને મેડિકલ રિપોર્ટ તૈયાર કરતી સિસ્ટમ.
- Sivi AI: ઓટોમેટિક ડિઝાઇન અને પોસ્ટર મેકર.
- Kandid AI: ઓનલાઇન વેચાણ વધારવા માટેની સિસ્ટમ.
- Data Pigeon: EV ચાર્જિંગ સ્ટેશનની જાળવણીનું પૂર્વાનુમાન.
YuvAI (યુવા ઇનોવેટર્સ)
13-21 વર્ષના યુવાનો માટેની આ શ્રેણીમાં 38 દેશોમાંથી 2500+ એન્ટ્રીઓ મળી હતી, જેમાંથી ટોપ-20 પસંદ કરાયા છે.
- MalariaX (થાઇલેન્ડ): મેલેરિયાની વહેલી ઓળખ.
- Paraspeak (ભારત): બોલવાની તકલીફને સ્પષ્ટ અવાજમાં બદલતું ડિવાઇસ.
- Arogya AI (ભારત): રોગ નિદાનમાં મદદરૂપ AI મોડલ.
- CytoScanZ (થાઇલેન્ડ): સર્વાઇકલ કેન્સર તપાસ પ્લેટફોર્મ.
- SafePath AI (ભારત): ટ્રાફિક જંકશન પર અકસ્માત એલર્ટ સિસ્ટમ.
- AgriTech Pro (ભારત): પાક નિરીક્ષણ પ્લેટફોર્મ.
- KedovoAI (ભારત): NCERT શિક્ષણને ઇન્ટરેક્ટિવ બનાવતી સિસ્ટમ.
- MooApps (ઇન્ડોનેશિયા): પશુપાલન સુધારણા સિસ્ટમ.
- WildTrack 360 (ભારત): વન્યજીવ અને ગ્રામીણ સુરક્ષા.
- AgniSena (ભારત): જંગલની આગની અગાઉથી ચેતવણી.
- WAYV (ભારત): બ્રેઇલ લિપિ શીખવા માટેના AI ગ્લવ્સ.
- Circadian AI (અમેરિકા): મોબાઈલથી હૃદયની ગરબડ ઓળખતું ટૂલ.
- MediCare (ભારત): ગામડાઓમાં ઓનલાઇન સારવારની સુવિધા.
- TrustTrace (ભારત): ડીપફેક અને ફેક વીડિયો ઓળખતી સિસ્ટમ.
- Flood Early Warning System (ભારત): પૂરની અગાઉથી ચેતવણી આપતી સિસ્ટમ.
- Thirdeye (ભારત): રસ્તો બતાવતી રિયલ-ટાઇમ સિસ્ટમ.
- Dysarthric Speech Analysis (ભારત): વાણીની સમસ્યાઓનું વિશ્લેષણ.
- INDEX (થાઇલેન્ડ): મગજની બીમારીઓની તપાસમાં મદદ.
- Deep Learning for Sustainable Tourism (ભારત): પ્રવાસન અને ઐતિહાસિક સ્થળોની ઓળખ.
- Z-TRACS (ભારત): સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ.
આ 70 પ્રોજેક્ટ્સને મુખ્યત્વે ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે: ‘AI ફોર ઓલ’, ‘વુમન લીડરશિપ’ અને ‘YuvAI’ (યુથ). ભારત મંડપમ અને સુષ્મા સ્વરાજ ભવન ખાતે આ ગ્રાન્ડ ફિનાલે યોજાશે, જ્યાં સરકાર આ પ્રોજેક્ટ્સને સ્કેલ કરવામાં મદદ કરશે.
ChatGPT બનશે વધુ શક્તિશાળી, OpenClaw ના સર્જક પીટર સ્ટીનબર્ગર હવે OpenAI માં સામેલ, વાંચવા માટે અહીં ક્લિક કરો