WhatsApp યુઝર્સ આ 2 સ્કેમથી રહો સાવધાન, એક ક્લિક પડી શકે છે ભારે

|

Jan 03, 2022 | 12:09 PM

ખાસ કરીને રજાઓ અને નવા વર્ષની સીઝન દરમિયાન, જ્યારે લોકો મેસેજિંગ પ્લેટફોર્મ પર વધુ સક્રિય હોય છે. ત્યારે સ્કેમર્સ WhatsApp યુઝર્સને ટેક્સ્ટ મેસેજ પણ મોકલી રહ્યા છે અને વધુ માહિતી મેળવવા માટે વાતચીત પણ કરી રહ્યા છે.

WhatsApp યુઝર્સ આ 2 સ્કેમથી રહો સાવધાન, એક ક્લિક પડી શકે છે ભારે
WhatsApp Scam (Symbolic Image)

Follow us on

સોશિયલ મીડિયા (Social Media)ના દિગ્ગજોમાં, WhatsApp એક મેસેજિંગ એપ છે. જે પોતાના પ્લેટફોર્મ પર સંખ્યાબંધ સુવિધાઓ પ્રદાન કરે છે જે લોકોના ઘણા કામોને સરળ બનાવે છે. જો કે, WhatsApp પર ઘણી એવી લિંકો ફરતી હોય છે જેને હેકર્સ દ્વારા લોકોની પર્સનલ માહિતી મેળવવા માટે બનાવામાં આવી હોય છે.

ખાસ કરીને રજાઓ અને નવા વર્ષની સીઝન દરમિયાન, જ્યારે વપરાશકર્તાઓ ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પર વધુ સક્રિય હોય છે. સ્કેમર્સ WhatsApp વપરાશકર્તાઓને ટેક્સ્ટ મેસેજ પણ મોકલી રહ્યા છે અને વધુ માહિતી મેળવવા માટે વાતચીત પણ કરી રહ્યા છે. યુઝર્સને આવા વોટ્સએપ સ્કેમથી સાવધન રહેવાની સલાહ આપવામાં આવે છે.

એક નવો WhatsApp સ્કેમ જે તાજેતરમાં આ પ્લેટફોર્મ પર સામે આવ્યો છે. જેમાં બાહ્ય લિંક્સનો લાભ ઉઠાવામાં આવી રહ્યો છે. Rediroff.com” અથવા “Rediroff.ru” નામનું આ સ્કેમ (Scams)વોટ્સએપ યુઝર્સ દ્વારા જ સર્ક્યુલેટ કરવામાં આવી રહ્યું છે. છેતરપિંડી (Fraud)માં ઉપરોક્ત સરનામા સાથેની WhatsApp લિંક સામેલ છે.

Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ

આ બિલકુલ એ રીતે છે જેમાં પહેલા ગિફ્ટની લોભામણી જાહેરાત હોય છે અને પછી તેમા માહિતી માગવામાં આવે છે ત્યાર બાદ બીજા પાંચ વોટ્સએપ યુઝર્સને આ શેર કરવાનું કહેવામાં આવે છે. ત્યારે આવા સ્કેમમાં સસ્તા ગિફ્ટની લાલચ ઘણી વખત યુઝર્સને મોંઘી પડી જતી હોય છે જેમાં તેઓ લિંક પર ક્લિક કરતા હેકર્સ એક્સેસ મેળવી લે છે અને ત્યાર બાદ તેમના એકાઉન્ટમાંથી પૈસા ઉડાવી લે છે.

WhatsApp Rediroff.ru સ્કેમ કેવી રીતે કામ કરે છે?

આ સ્કેમમાં યુઝર વેબ પેજ ખોલે છે અને બધી પ્રોસેસ કરે છે એ દરમિયાન પેજ યુઝરને લગતી મહત્વની માહિતી એકત્ર કરે છે જેમાં તેમનું IP એડ્રેસ, ડિવાઇસનું નામ અને નામ, ઉંમર, સરનામું વગેરે જેવી અન્ય અંગત વિગતોનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, જ્યારે એક લિંક વપરાશકર્તાને અન્ય WhatsApp વપરાશકર્તાઓ સાથે શેર કરવા માટે કહે છે, ત્યારે બીજી લિંક વપરાશકર્તાઓને બેંક ખાતાની વિગતો જેવી માહિતી સાથે સર્વે ભરવા માટે કહે છે, જેનો ઉપયોગ વપરાશકર્તાને લૂંટવા માટે થઈ શકે છે.

WhatsApp પર અજાણ્યા DM ને જવાબ આપતી વખતે સાવચેત રહો

અન્ય એક સ્કેમ છે જે હાલમાં WhatsApp પર સક્રિય છે તેમાં વપરાશકર્તાઓને “માફ કરશો, હું તમને ઓળખી શક્યો નથી” અથવા “શું હું જાણું છું કે આ કોણ છે.” યુઝર આ મેસેજનો જવાબ આપતાની સાથે જ સ્કેમર તેમની સાથે વાતચીત શરૂ કરે છે, તેમની સાથે તેમની અંગત વિગતો જેમ કે નામ, ઉંમર, ઈમેલ આઈડી, વ્યવસાય, સોશિયલ મીડિયા હેન્ડલ્સ વગેરે મેળવવાનો પ્રયત્ન કરે છે. આ વિગતો મેળવ્યા બાદ તેનો દુરપયોગ થતો હોય છે ત્યારે હાલ વોટ્સએપ પર આ સ્કેમ ચાલી રહ્યા છે.

આ પણ વાંચો: ખેડૂતોને શેરડીમાંથી વધુ કમાણી માટે જરૂરી છે સિલિકોન, વૈજ્ઞાનિકોએ આપી આ ખાસ સલાહ

આ પણ વાંચો: Viral Video: દારૂ પી ટલ્લી થઈ વાંદરાએ જબરા ખેલ કર્યા, લોકો બોલ્યા દમ મારો દમ મુમેન્ટ

Published On - 12:05 pm, Mon, 3 January 22

Next Article