Gmail પર થતી છેતરપિંડીથી સાવધાન! આ વાતોનું રાખો ધ્યાન નહીં તો ખાલી થઈ જશે તમારુ બેન્ક એકાઉન્ટ

|

Jun 14, 2022 | 8:09 PM

જીમેઈલ (Gmail) અને અન્ય મેઈલ સેવાઓ દ્વારા ઠગ વારંવાર વપરાશકર્તાઓને ડિલિવરી સેવા એજન્ટ તરીકે મેઈલ કરે છે. આ મેઈલમાં DHL સર્વિસ એજન્ટ તરીકે દેખાતા ઠગ કન્ફર્મેશન માટે થોડી રકમ મોકલવાની વિનંતી કરે છે અને વપરાશકર્તાઓને લૂટે છે.

Gmail પર થતી છેતરપિંડીથી સાવધાન! આ વાતોનું રાખો ધ્યાન નહીં તો ખાલી થઈ જશે તમારુ બેન્ક એકાઉન્ટ
Gmail Fraud
Image Credit source: File Photo

Follow us on

ટેકનોલોજીના (Technology) જમાનામાં ઓનલાઈન સુવિધાના જેટલા ફાયદા છે, તેટલુ જોખમ પણ છે. આપણે આપણી આસપાસ કે સમાચારોમાં એવી જાણકારી મળે છે કે કોઈક સાથે ઓનલાઈન સ્કેમ થયો અને તેમના પૈસા લૂંટાયા. આ જમાનામાં ચાલાક હેકર્સ કોઈને પણ તેમના શિકાર બનાવી શકે છે અને તેમની મહેનતની પૂંજી લૂંટી શકે છે. કોરોના મહામારીના સમયમાં ઓનલાઈન ફ્રોડની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો. ઘણા લોકો આવા ઓનલાઈન ઠગનો શિકાર બનીને લાખો રૂપિયા ગુમાવ્યા છે. ઘણીવાર આ ઠંગ જીમેઈલ દ્વારા પણ છેતરપિંડી કરતા હોય છે. ચાલો સમજીએ કે શું છે ઓનલાઈન Gmail ફ્રોડ (Gmail Fraud) અને તમે આ Gmail ફ્રોડથી પોતાને કેવી રીતે બચાવી શકો?

Gmail અને અન્ય મેઈલ સેવાઓ દ્વારા ઠગ વારંવાર વપરાશકર્તાઓને ડિલિવરી સેવા એજન્ટ તરીકે મેઈલ કરે છે. આ મેઈલમાં DHL સર્વિસ એજન્ટ તરીકે દેખાતા ઠગ કન્ફર્મેશન માટે થોડી રકમ મોકલવાની વિનંતી કરે છે. આ રીતે તેઓ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરે છે. આ ફ્રોડથી બચવા માટે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચાલો સમજીએ કે તમે આ છેતરપિંડીથી કેવી રીતે બચી શકો.

Gmail ફ્રોડથી કેવી રીતે બચી શકાય

સ્ટેપ 1- સૌથી પહેલા જો કોઈ અજાણ્યો મેઈલ આવે તો પહેલા તેનું URL તપાસો. જો કઈ પણ ખોટું લાગે તેના પર ક્લિક કરવાનું ટાળો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સ્ટેપ 2- તમારા પર આવનારા મેઈલમાં જોડણી અને ભાષાની નોંધ લો. મેઈલમાં આપવામાં આવેલી કંપનીની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.

સ્ટેપ 3- નોંધનીય બાબત એ છે કે કોઈપણ કંપની ડિલિવરી આપતા પહેલા તેના ગ્રાહકો પાસેથી પૈસાની વિનંતી કરતી નથી.

સ્ટેપ 4 – જો કોઈ સેવાના નામે તમારી પાસેથી પૈસાની માંગણી કરવામાં આવે તો તમારે સાવધાન રહેવું જોઈએ અને પૈસા આપવાનું ટાળવુ જોઈએ.

સ્ટેપ 5- ડિલિવરી સર્વિસના નામથી છેતરપિંડીનો શિકાર બનવા કરતાં તમારી જાતે સત્તાવાર વેબસાઈટ પર જઈને તમારા પેકેજને ટ્રૅક કરવું વધુ સારું છે.

ડિલિવરીના નામે થતાં ફ્રોડ થયા સામાન્ય

આજકાલ ઓર્ડર પેકેજ ડિલિવરીના નામે લોકો સાથે સૌથી વધુ છેતરપિંડી થઈ રહી છે. ઈ-કોમર્સ વેબસાઈટ્સ વિવિધ કંપનીઓની મદદથી ડિલિવરી સેવા આપે છે. ઠગ આનો ફાયદો ઉઠાવે છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર DHLના નામે છેતરપિંડીના ઘણા કેસ સામે આવ્યા છે. તેથી છેતરપિંડીનો શિકાર બનવા માટે છેતરપિંડીનો શિકાર બનવા કરતાં વધુ સારું છે કે તમે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો, જેથી કરીને તમે તમારા બેંક એકાઉન્ટને ખાલી થવાથી બચાવી શકો.

Next Article