Scam Alert ! ઓનલાઇન શોપિંગ કરતા હોય તો થઇ જાવ સાવધાન ! એક ઈમેલ તમને બનાવી શકે છે કંગાળ

|

Nov 11, 2021 | 1:32 PM

હેકર્સ હવે એમેઝોનના વેબપેજની લિંક ધરાવતી ઈમેલનો ઉપયોગ કરી રહ્યા છે. છેતરપિંડી કરનારા લોકોને એક ઈમેલ મોકલે છે જે એમેઝોન દ્વારા મોકલવામાં આવ્યો હોય તેવું લાગે છે. પરંતુ તે સંપૂર્ણપણે નકલી હોય છે.

Scam Alert ! ઓનલાઇન શોપિંગ કરતા હોય તો થઇ જાવ સાવધાન ! એક ઈમેલ તમને બનાવી શકે છે કંગાળ
Be careful when shopping online! Email fraud can lead to huge loss

Follow us on

ઓનલાઇન શોપિંગનું (Online Shopping) ચલણ જેમ જેમ વધી રહ્યુ છે તેમ તેમ ઈમેલ કૌભાંડ પણ વધી રહ્યા છે. હેકર્સ ઈમેલ દ્વારા અજાણ્યા લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે. આ કૌભાંડમાં (Scam) તમારા પર એમેઝોન (Amazon) તરફથી એક ઇમેલ આવી શકે છે જે તમને જોવામાં તો સાચો જ લાગશે. પરંતુ તે સંપૂર્ણ પણે નકલી હશે. તો ચાલો જાણીએ કે લોકો આનાથી કેવી રીતે છેતરાય છે અને તમારે તેનાથી કેવી રીતે બચવું જોઈએ.

શું છે Email Scam ? : ખાસ કરીને ઓનલાઈન ખરીદી કરતી વખતે ઈમેલ સ્કેમ વધી રહ્યા છે. હેકર્સ હવે એમેઝોનના વેબપેજની લિંક ધરાવતી ઈમેલનો ઉપયોગ કરી રહ્યા છે. છેતરપિંડી કરનારા લોકોને એક ઈમેલ મોકલે છે જે એમેઝોન દ્વારા મોકલવામાં આવ્યો હોય તેવું લાગે છે. પરંતુ તે સંપૂર્ણપણે નકલી હોય છે. ધીમે ધીમે લોકો તેમની જાળમાં ફસાઇ જાય છે અને હજારો રૂપિયાથી હાથ ધોઇ બેેસે છે.

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈમેલમાં અધિકૃત એમેઝોન ઈ-કોમર્સ સાઈટની લિંક અને એમેઝોન ખરીદીની રસીદની નકલ પણ હતી. ઈમેલ સામાન્ય રીતે ખૂબ જ મોંઘા ઉત્પાદન માટે નકલી રસીદો અને ચુકવણીની વિગતો દર્શાવે છે, જે આખરે પીડિતની ચિંતાનું કારણ બને છે. આખરે, પીડિતા નંબર પર કૉલ કરે છે પરંતુ સ્કેમર્સ જવાબ આપતા નથી. જે પછી પીડિતને ફરીથી કૉલ કરવામાં આવે છે અને પછી “ઓર્ડર રદ કરવા” માટે તેમની બેંક વિગતો શેર કરવાનું કહેવામાં આવે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જ્યારે પીડિત બેંકની વિગતો આપે છે, ત્યારે બધા જ પૈસા ઉપડી જાય છે. ત્યારે પીડિત કંઈ કરી શકતા નથી. સ્કેમર્સ સામાન્ય રીતે તમામ ડેટાની ચોરી કરે છે અને તમારું આખું બેંક એકાઉન્ટ અથવા અન્ય મહત્વપૂર્ણ વિગતો પણ લઇ લે છે.

આવા કૌભાંડોથી કેવી રીતે બચવું: સ્કેમર્સ નકલી ઇમેઇલ્સ મોકલવા માટે Gmail એકાઉન્ટનો ઉપયોગ કરે છે. Amazon ક્યારેય રસીદો શેર કરવા માટે Gmail એકાઉન્ટનો ઉપયોગ કરતું નથી. તેથી, હંમેશા કોઈ મેઈલનો જવાબ આપતા પહેલા હંમેશા ઈમેલ આઈડીને સારી રીતે તપાસો. તમારે તમારા ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ લોગિન, OTP નંબર અથવા અન્ય ઓળખપત્રોની વિગતો ક્યારેય ફોન પર કોઈની સાથે શેર કરવી જોઈએ નહીં. બેંક પણ તમને ફોન પર આ પ્રકારની માહિતી માંગતી નથી.

આ પણ વાંચો – Uttar Pradesh: ખાસ યોજના માટે પૂર્વાંચલ એકસપ્રેસ વેની બંને બાજુની જમીન ખરીદશે યોગી સરકાર, 12 જિલ્લામાં જમીન ખરીદાશે

આ પણ વાંચો – દેવેન્દ્ર ફડણવીસની પત્ની અને નવાબ મલિકની પુત્રી વચ્ચે ધમસાણ ! અમૃતા ફડણવીસના ‘બિગડે નવાબ’ ટ્વિટનો નિલોફરે આપ્યો જવાબ

આ પણ વાંચો – Birthday Special: IPLમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન Sanju Samsonનો આજે છે જન્મદિવસ, વર્ષ 2013થીઆઈપીએલમાં પ્રવેશ કર્યો

Next Article