બાળકો સંબંધિત ડેટા  એકત્રિત કરતી ત્રણ એપ્સને ગૂગલે તેના પ્લે સ્ટોર ઉપરથી હટાવી દીધી

|

Oct 27, 2020 | 6:10 PM

બાળકો સંબંધિત ડેટા  એકત્રિત કરતી ત્રણ એપ્સને ગૂગલે તેના પ્લે સ્ટોર ઉપરથી હટાવી દીધી છે. ગૂગલે તેના નિયમોના ઉલ્લંઘનનું કારણ આગળ કરી આ એપ્સ હટાવી દીધી છે. આ એપ્સ બાળકો સંબંધિત છે જેમાં ડોલની સજાવટ, નંબર ગેમ અને IQ  ગેમ્સનો સમાવેશ થાય છે. એપ્સ દ્વારા માંગવામાં આવતી માહિતીઓ સામે ગૂગલનો વાંધો હતો અને ડેટા ચોરીના […]

બાળકો સંબંધિત ડેટા  એકત્રિત કરતી ત્રણ એપ્સને ગૂગલે તેના પ્લે સ્ટોર ઉપરથી હટાવી દીધી

Follow us on

બાળકો સંબંધિત ડેટા  એકત્રિત કરતી ત્રણ એપ્સને ગૂગલે તેના પ્લે સ્ટોર ઉપરથી હટાવી દીધી છે. ગૂગલે તેના નિયમોના ઉલ્લંઘનનું કારણ આગળ કરી આ એપ્સ હટાવી દીધી છે. આ એપ્સ બાળકો સંબંધિત છે જેમાં ડોલની સજાવટ, નંબર ગેમ અને IQ  ગેમ્સનો સમાવેશ થાય છે. એપ્સ દ્વારા માંગવામાં આવતી માહિતીઓ સામે ગૂગલનો વાંધો હતો અને ડેટા ચોરીના આરોપસર ત્રણેય એપ્સ ગૂગલના પ્લે સ્ટોર ઉપરથી હટાવી દેવાઈ છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વિવાદનો ભાગ બનેલી ત્રણ એપ્સ આ મુજબ છે.
૧ Princess Salon
૨ Number Coloring
૩ Cats & Cosplay

ગૂગલનું કહેવું છે કે તેના પ્લે સ્ટોર ઉપરથી ૩ એપ્સ હટાવી દેવાઈ છે. કારણકે આ એપ્સ બાળકો સંબંધિત ડેટાની ચોરી કરી રહી હતી. International Data Center Authority (IDCA)એ એપ્સની ગતિવિધિઓ સામે શંકા વ્યક્ત કરી હતી. IDCA ડેટા સંબંધિત મામલો ઉપર અભ્યાસ રાખતી સંસ્થા છે.IDCA  દ્વારા બાળકો સંબંધીઓટ ડેટા ચોરી થતી હોવાની ચિંતા વ્યક્ત કરાઈ હતી.

IDCA ના ધ્યાન ઉપ[ર આવ્યું હતું કે  Princess Salon, Number Coloring और Cats & Cosplay એપ્સ ડેટા કલેક્ટ કરી રહી હતી.આ એપ્સ ખાસ કરીને બાળકો માટે ડિઝાઇન કરાઈ હતી અને બાળકો સંબંધિત માહિતી એકત્રિત કરાઈ રહી હતી જે જોતા સાફ થતું હતું કે કંઈક તો ગરબડ છે.ગૂગલ સુધી મામલો પહોંચતા તાત્કાલિક ત્રણ એપ્સ રિમૂવ કરી નાખવામાં આવી છે. ગૂગલે સ્પષ્ટ કર્યું છે કે નિયમોના દાયરામાં નહિ રહેનાર એપ્સ પ્લે સ્ટોર ઉપર જોવા મળશે નહિ .

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article