Knowledge : ધરતી પર પરત ફરતા અવકાશયાત્રીઓનું જીવન બને છે મુશ્કેલ, આ વિચિત્ર સમસ્યાઓનો કરવો પડે છે સામનો
જ્યાં જન્મ થયો તે ધરતી પર પરત ફરીને અવકાશયાત્રીઓને ચહેરા પર ખુશી જોવા મળી હતી. પણ અવકાશયાત્રીઓનું જીવન આવનાર મહિનાઓમાં સરળ નહીં રહે. અવકાશના વાતાવરણમાંથી પૃથ્વીના વાતાવરણમાં સેટ થતા તેમને થોડો સમય લાગશે. આ બધા વચ્ચે તેમને ભોજન સહિત અનેક સમસ્યાનો સામનો કરવો પડશે.
Knowledge News : અમેરિકન સ્પેસ એજન્સી NASAનું સ્પેસએક્સ ક્રૂ-6 પોતાના ચાર અવકાશયાત્રીને લઈને 6 મહિના બાદ ધરતી પર પરત ફર્યુ. આ તમામ અવકાશયાત્રીઓ 6 મહિલા સુધી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહ્યા હતા. તેઓ સ્પેસ એક્સ કેપ્સૂલની મદદથી ફલોરિડાના કિનારાથી દૂર અટલાન્ટિક સાગરમાં પેરાશૂટથી ઉતર્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ (Viral) થઈ રહ્યો છે.
જ્યાં જન્મ થયો તે ધરતી પર પરત ફરીને અવકાશયાત્રીઓને ચહેરા પર ખુશી જોવા મળી હતી. પણ અવકાશયાત્રીઓનું જીવન આવનાર મહિનાઓમાં સરળ નહીં રહે. અવકાશના વાતાવરણમાંથી પૃથ્વીના વાતાવરણમાં સેટ થતા તેમને થોડો સમય લાગશે. આ બધા વચ્ચે તેમને ભોજન સહિત અનેક સમસ્યાનો સામનો કરવો પડશે.
આ પણ વાંચો : સૂર્ય તરફ આગળ વધી રહ્યું છે આદિત્ય L1, ISROએ શેયર કરી સૂર્યયાનની લેટેસ્ટ અપડેટ
આ રીતે ધરતી પર પરત ફરે છે અવકાશયાત્રીઓ
Welcome back, #Crew6!
Four members aboard the @SpaceX Dragon Endeavour spacecraft splashed down off the coast of Florida at 12:17am ET on Monday, Sept. 4, completing their 186-day mission aboard the space station. https://t.co/7OTJApiTBU pic.twitter.com/GsIgBfLs7m
— International Space Station (@Space_Station) September 4, 2023
આવી સમસ્યાઓનો સામનો કરે છે અવકાશયાત્રીઓ
અવકાશમાં અવકાશયાત્રીઓને ઝૂરો ગ્રૈવિટીનો અનુભવ થાય છે. એટલે કે અવકાશમાં કોઈ વસ્તુનું વજન નથી હોતુ. બધી વસ્તુઓ હવામાં ઉડે છે. અવકાશમાં પહોંચ્યા બાદ અવકાશયાત્રીઓને રહેણીકહેણી બદલાઈ જાય છે. અવકાશમાં મહિનાઓ પસાર કર્યા બાદ ધરતી પર આવીને અવકાશયાત્રીઓને વિચિત્ર સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચો : પહેલા ચંદ્રયાનને કારણે કમાયા અબજો, હવે આ કંપનીએ સૌર મિશનથી 1100 કરોડ કમાયા, જાણો કેવી રીતે?
ધરતી પર લેન્ડ થયા બાદ અવકાશયાત્રીઓને સ્ટેચર પર બેસાડીને લઈ જવામાં આવે છે. કારણ કે અવકાશયાત્રીઓ ધરતી પર ચાલી નથી શકતા. તેમને ચાલવા માટે બીજા વ્યક્તિનો સહારો લેવો પડે છે. અવકાશમાં લાંબા સમય સુધી રહ્યા બાદ તેમની માસપેશીઓ ઈનએક્ટિવ અને નબળી થઈ જાય છે, જેને કારણે તેઓ ઊભા પણ નથી રહી શકતા અને વ્હીલચેર મહિનાઓ સુધી તેમની સાથે રહે છે.
આ પણ વાંચો : ISRO ને મોરારી બાપુએ આપ્યા અભિનંદન, નેપાળના કાઠમંડુમાં આદિત્ય L1 ને લઈ કહ્યુ-હનુમાનજીની છલાંગ સમાન સિદ્ધિ
વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે તેમને ઉલ્ટી થવી, ચક્કર આવવા, તબિયત બગડવી જેવા સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમને રેગ્યુલર મેડિકલ ચેકઅપની જરુર પડે છે, જેથી તેમની માસપેશીઓ પહેલા જેવી થઈ શકે. અવકાશમાંથી પરત ફર્યા બાદ તેમને પહેલા લીંબૂ શરબત પીવડાવવામાં આવે છે. ગરમ ભોજનના સ્થાને તેમને ફ્રીજનું ભોજન જ જમાડવામાં આવે છે. તેમને સફરજન જેવા ફળ ભોજનમાં આપવામાં આવે છે.