Apple હવે કરશે તમારી ફોટો ગેલેરીને સ્કેન, ચાઈલ્ડ પોર્નોગ્રાફીને રોકવા માટે લેવાયો નિર્ણય

|

Aug 07, 2021 | 11:39 PM

એપલનું કહેવુ છે કે આ ઉપાયોને બાળ સુરક્ષા વિશેષજ્ઞોના સહયોગથી ડેવલપ કરવામાં આવ્યા છે અને તે યૂઝર્સની પ્રાઈવસી સુનિશ્ચિત કરે છે.

Apple હવે કરશે તમારી ફોટો ગેલેરીને સ્કેન, ચાઈલ્ડ પોર્નોગ્રાફીને રોકવા માટે લેવાયો નિર્ણય
File Image

Follow us on

એપલ (Apple) કંપની ફોટો આઈડેન્ટીટી ટૂલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ ટૂલ આઈઓએસ ફોટો લાઈબ્રેરીમાં બાળકોના અબ્યૂઝીવ ફોટોઝની ઓળખ કરશે. એપલે આના પહેલા ચાઈલ્ડ પોર્નોગ્રાફીની ચિંતાઓને લઈને પોતાના એપ સ્ટોર પરથી અલગ અલગ એપને હટાવી દીધી હતી, પરંતુ હવે એવુ કહેવામાં આવી રહ્યુ છે કે તે આ પ્રકારના ડિટેક્શન સિસ્ટમને વ્યાપર રૂપથી જાહેર કરવા જઈ રહી છે.

 

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Appleએ બાળ શોષણ સામગ્રી (CSAM)ના પ્રસારને સીમિત કરવા નવા ઉપાયોની જાહેરાત કરી છે. ક્યૂપર્ટિનો બેસ્ડ ટેક દિગ્ગજ આઈફોનમાં સ્ટોર્ડ CSAM અથવા તો બાળ શોષણ સામગ્રીને સ્કેન કરવા માટે એક ટૂલ જાહેર કરે છે. આ નવા CSAM ડિટેક્શન ફિચર ભવિષ્યમાં iOS 15, iPadOS 15, watchOS 8 અને macOS મોન્ટેર વર્ઝનની સાથે રોલ આઉટ થશે. CSAM ડિટેક્શન ફિચર ફોટો, સિરી અને સર્ચ અને મેસેજ સહિત 3 એરિયામાં કામ કરશે. એપલનું કહેવુ છે કે આ ઉપાયોને બાળ સુરક્ષા વિશેષજ્ઞોના સહયોગથી ડેવલપ કરવામાં આવ્યા છે અને તે યૂઝર્સની પ્રાઈવસી સુનિશ્ચિત કરે છે.

 

ફોટો હૈશિંગથી થશે CSAMની ઓળખ

ફોટો હૈશિંગનો ઉપયોગ કરીને આઈફોન ડિવાઈઝ પર બાળ યૌન શોષણ સામગ્રી (CSAM)ની ઓળખ કરી શકાશે. એપલ ઈનસાઈડરે ગુરુવારે આ બાબતે સૂચના આપી. આ વાતનો સોર્સ સિક્યોરિટી એક્સપર્ટ મૈથ્યુ ગ્રીન છે. તે જોન્સ હોપકિન્સ ઈન્ફોર્મેશન સિક્યોરિટી ઈન્સ્ટીટ્યૂટમાં એક ક્રિપ્ટોગ્રાફર અને એસોસિએટ પ્રોફેસર છે. ગ્રીનના અનુસાર યોજના શરૂમાં ક્લાયન્ટ-સાઈડ હશે. એટલે કે યૂઝરના આઈફોન પર નજર રાખવી પડશે.

 

 

ફોનમાંથી શોધી શકાશે ચાઈલ્ડ પોર્નોગ્રાફી

મૈથ્યુ ગ્રીનનો તર્ક છે કે આ સંભવ છે કે એક એવી પ્રક્રિયાની શરૂઆત થાય જે ફોનમાંથી મોકલેલા અને ડાઉનલોડ કરેલા ડેટા ટ્રાફિક પર નજર રાખે, ગ્રીને જણાવ્યુ કે તે અન્ક્રિપ્ટેડ મેસેજિંગ સિસ્ટમમાં નજર રાખવા માટેનું એક મહત્વનું કોમ્પોનેન્ટ સાબિત થઈ શક્શે. તેમણે જણાવ્યુ કે આ પ્રકારના ટૂલની મદદથી ફોનમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી શોધવામાં વરદાન સાબિત થઈ શકે છે. ગ્રીન અને જોન્સ હોપકિન્સ યૂનિવર્સટીએ પહેલા પણ મેસેજીસમાં સિક્યોરીટી બગને યોગ્ય કરવા એપલ સાથે કામ કરી ચૂક્યા છે.

 

 

આ પણ વાંચો – ભારતીય સેનામાં ઓફિસરના પદ માટે જાહેર થઈ ભરતી, ગ્રેજ્યુએટ પાસ કરી શકે અરજી, 1,77,500 સુધીનો મળશે પગાર

 

આ પણ વાંચો – હાઇકોર્ટમાં ન્યાયાધીશોની ખાલી જગ્યાને લઈને પી. ચિદમ્બરમે કેન્દ્ર પર કર્યા પ્રહાર, કહ્યું “સરકાર વિચારધારા સાથે જોડાયેલા લોકોને શોધી રહી છે”

Next Article