વર્ષ 2021માં ‘ભૂલ’ શોધવા માટે Google એ આપ્યા 65.79 કરોડ રૂપિયા, ઈન્દોરના અમન પાંડેને મળ્યુ સૌથી વધુ ઈનામ

|

Feb 16, 2022 | 10:21 AM

અમન પાંડે NIT ભોપાલમાંથી ગ્રેજ્યુએટ છે. તેણે વર્ષ 2021માં સત્તાવાર રીતે તેની કંપનીની નોંધણી કરાવી હતી. તેમની કંપની ગૂગલ, એપલ સહિત અન્ય કંપનીઓની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

વર્ષ 2021માં ભૂલ શોધવા માટે Google એ આપ્યા 65.79 કરોડ રૂપિયા, ઈન્દોરના અમન પાંડેને મળ્યુ સૌથી વધુ ઈનામ
Aman Pandey of Indore got Rs 65.79 crore from Google

Follow us on

વર્ષ 2021માં ગૂગલે (Google) સંશોધકોને 87 લાખ ડોલર (લગભગ રૂ. 65.79 કરોડ) Vulnerability પુરસ્કાર તરીકે આપ્યા છે. ગૂગલે આ રકમ સંશોધકોને બગ્સ શોધવા અને જાણ કરવા બદલ ઈનામ તરીકે આપી છે. જો કે આમાં ગૂગલે ઈન્દોરના અમન પાંડેનો ખાસ ઉલ્લેખ કર્યો છે. અમન પાંડે Bugsmirrorના સ્થાપક અને સીઈઓ છે અને તેમને સૌથી વધુ એવોર્ડ મળ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, ગૂગલેએ 220 યુનિક રિપોર્ટ્સ માટે 2.96 લાખ ડોલર આપ્યા છે. આમાં ગૂગલે Bugsmirrorના અમન પાંડે, Yu-Cheng Lin અને સંશોધક gzobqq@gmail.comનો ઉલ્લેખ કર્યો છે, જેમણે સૌથી વધુ પુરસ્કારો મેળવ્યા છે. આ લોકોને સૌથી વધુ ઈનામ મળ્યું છે.

ગૂગલે તેના રિપોર્ટમાં કહ્યું, ‘Bugsmirror ટીમના અમન પાંડે ગત વર્ષ અમારા સંશોધકોની યાદીમાં ટોચ પર હતા. તેમણે 2021માં 232 Vulnerabilities સબમિટ કરી છે. તેણે 2019માં પોતાનો પહેલો રિપોર્ટ સબમિટ કર્યો હતો. અમનએ અત્યાર સુધીમાં 280 માન્ય Vulnerabilities ની જાણ કરી છે.

જણાવી દઈએ કે અમન પાંડે NIT ભોપાલમાંથી ગ્રેજ્યુએટ છે. તેણે વર્ષ 2021માં સત્તાવાર રીતે તેની કંપનીની નોંધણી કરાવી હતી. તેમની કંપની ગૂગલ, એપલ સહિત અન્ય કંપનીઓની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

એન્ડ્રોઇડ વલ્નેરેબિલિટી રિવોર્ડ પ્રોગ્રામ (VRP) હેઠળ ગૂગલે વર્ષ 2020ની સરખામણીમાં વર્ષ 2021માં બમણું રિવોર્ડ આપ્યું છે. જે એન્ડ્રોઇડ VRP હેઠળ આપવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે. આ સાથે ગૂગલે એન્ડ્રોઇડ ચિપસેટ સિક્યુરિટી રિવોર્ડ પ્રોગ્રામ (ACSRP) પણ શરૂ કર્યો છે.

આ પ્રોગ્રામ ગૂગલ અને કેટલાક એન્ડ્રોઇડ ચિપસેટ ઉત્પાદકો દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવ્યો છે. વર્ષ 2021 માં, વેલિડ અને યૂનીક સુરક્ષા અહેવાલો માટે ACSRP હેઠળ 2.96 લાખ ડોલર આપવામાં આવ્યા છે. આ સાથે ક્રોમ (Chrome)માં ઘણા બગ જોવા મળ્યા છે. આ માટે વર્ષ 2021માં ગૂગલે 33 લાખ ડોલરનું ઈનામ આપ્યું છે.

આ પણ વાંચો: Russia-Ukraine Conflict : જો બાઈડને અમેરિકન નાગરિકોને કહ્યું- તાત્કાલિક અસરથી યુક્રેન છોડો, રશિયા ગમે ત્યારે હુમલો કરી શકે છે

આ પણ વાંચો: Macleods Pharmaceuticals 5000 કરોડ રૂપિયાનો IPO લાવશે, 170 દેશોમાં કારોબાર ચલાવતી કંપનીની યોજનાઓ વિશે જાણો વિગતવાર

Next Article