Whatsapp ની કોર્ટમાં અરજી બાદ સરકારે માન્યો પ્રાઈવસીને મુળભુત અધિકાર, કહી આ વાત

|

May 26, 2021 | 8:42 PM

ભારત સરકારે બુધવારે કહ્યું હતું કે તે  પ્રાઈવસી અધિકાર (Right of Privacy ) નો આદર કરે છે અને તેનું ઉલ્લંઘન કરવાનો કોઈ હેતુ નથી. ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય (એમઇટી) નું નિવેદન સોશિયલ મેસેજિંગ એપ Whatsapp દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં સરકારના નવા ડિજિટલ નિયમોને પડકારતી અરજી દાખલ થયાના કેટલાક કલાકો બાદ આવ્યું છે

Whatsapp ની કોર્ટમાં અરજી બાદ સરકારે માન્યો પ્રાઈવસીને મુળભુત અધિકાર, કહી આ વાત
Whatsapp ની કોર્ટમાં અરજી બાદ સરકારે માન્યો પ્રાઈવસીને મુળભુત અધિકાર

Follow us on

ભારત સરકારે બુધવારે કહ્યું હતું કે તે  પ્રાઈવસી અધિકાર (Right of Privacy ) નો આદર કરે છે અને તેનું ઉલ્લંઘન કરવાનો કોઈ હેતુ નથી. ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય (એમઇટી) નું નિવેદન સોશિયલ મેસેજિંગ એપ Whatsapp દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં સરકારના નવા ડિજિટલ નિયમોને પડકારતી અરજી દાખલ થયાના કેટલાક કલાકો બાદ આવ્યું છે. જેમાં એમ કહેવામાં આવ્યું છે કે એન્ક્રિપ્ટેડ સંદેશાઓને એક્સેસ આપવાથી પ્રાઈવેસી સુરક્ષા સંપૂર્ણપણે તૂટી જશે.

મંત્રાલયે કહ્યું, “ભારત સરકાર માને છે કે  પ્રાઈવસી અધિકાર ((Right of Privacy )  એ મૂળભૂત અધિકાર છે અને તે તેના નાગરિકો માટે સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે.” જો કે તેમાં કહેવામાં આવ્યું છે કે તમામ સ્થાપિત ન્યાયિક સિદ્ધાંતો અનુસાર, પ્રાઈવસી અધિકાર સહિતનો કોઈ પણ મૂળભૂત અધિકાર સંપૂર્ણ નથી અને વાજબી પ્રતિબંધોને આધિન છે.

આ મુદ્દા પર આઇટી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું જે ભારત સરકાર તમામ નાગરિકોના પ્રાઈવસીના અધિકારને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમજ સાથે કાયદો વ્યવસ્થા બનાવી રાખવા અને રાષ્ટ્રીય સુરક્ષા જાળવવી એ પણ સરકારની જવાબદારી છે.
પ્રસાદે એમ પણ કહ્યું હતું કે “ભારતે સૂચવેલા કોઈપણ પગલાથી કોઈપણ રીતે વોટ્સએપના સામાન્ય કામકાજને અસર થશે નહીં અને સામાન્ય વપરાશકર્તાઓને પણ તેની કોઈ અસર નહીં પડે.”

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

આ અગાઉ Whatsapp એ  બુધવારથી અમલમાં આવનારા નિયમોનો અમલ ન કરવાની સરકારને માંગ કરી હતી. નવા નિયમો હેઠળ સરકારે ફેસબુકની માલિકીની કંપનીને ગોપનીયતા નિયમોથી પીછેહઠ કરવા જણાવ્યું હતું. આ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું હતું કે નવા નિયમોથી ભારતીય બંધારણ હેઠળ આપવામાં આવેલા ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન થશે.

નવા આઇટી નિયમો હેઠળ, Whatsapp  અને અન્ય સોશિયલ મીડિયા કંપનીઓએ તેમની મેસેજિંગ એપ્લિકેશન પર મોકલવામાં આવેલા સંદેશની ઉત્પત્તિ પર નજર રાખવી પડશે. એટલે કે જ્યાંથી સંદેશ પહેલા મોકલ્યો હતો. ત્યારે ભારત સરકારના આઇટી મંત્રાલયે તેની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને તેની બાજુ લોકો સમક્ષ મૂકી છે અને સમજાવ્યું છે કે દેશમાં લોકોના હક અને હિતોના રક્ષણ માટે આ માર્ગદર્શિકા શા માટે જરૂરી છે.

Published On - 8:39 pm, Wed, 26 May 21

Next Article