AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આધારકાર્ડનો ફોટો નથી પસંદ તો આ રીતે બદલી શકો છો, જાણો આખી પ્રક્રિયા

જો તમને તમારો આધારકાર્ડનો ફોટો ના પસંદ હોય તો તમે તેને બદલી શકો છો. તેના માટે તમારે બસ આ થોડા સ્ટેપ્સને ફોલો કરવાના છે.  આધારકાર્ડમાં ફોટો બદલવાની બે રીત છે. જેમાં તમે ઓફલાઈન અને ઓનલાઈન એમ બે પ્રકારે પોતાનો ફોટો બદલી શકો છો. UIDAIના સર્વિસ સેન્ટર પર જઈને અથવા તેની વેબસાઈટ પર જઈને તમે ફોટો […]

આધારકાર્ડનો ફોટો નથી પસંદ તો આ રીતે બદલી શકો છો, જાણો આખી પ્રક્રિયા
Aadhar Card symbolic Image
| Updated on: May 27, 2019 | 6:54 AM
Share

જો તમને તમારો આધારકાર્ડનો ફોટો ના પસંદ હોય તો તમે તેને બદલી શકો છો. તેના માટે તમારે બસ આ થોડા સ્ટેપ્સને ફોલો કરવાના છે.  આધારકાર્ડમાં ફોટો બદલવાની બે રીત છે. જેમાં તમે ઓફલાઈન અને ઓનલાઈન એમ બે પ્રકારે પોતાનો ફોટો બદલી શકો છો. UIDAIના સર્વિસ સેન્ટર પર જઈને અથવા તેની વેબસાઈટ પર જઈને તમે ફોટો બદલી શકો છો.

આધારકાર્ડમાં ફોટો આવી રીતે બદલો:

1. આધારકાર્ડની વેબસાઈટ UIDAI પર જઈને એનરોલમેન્ટ ફોર્મ ડાઉનલોડ કરો અને તેને ધ્યાનથી ભરો. 2. આધારકાર્ડના નજીકના સેન્ટર પર જઈને અધિકારી પાસે આ ફોર્મ આપો અને બાયોમેટ્રીક ડેટા વેરિફિકેશન કરાવો. 3. સેન્ટરના અધિકારી તમારો નવો ફોટો અપડેટ કરી આપશે. 4. આ માટે તમારે 25 રુપિયાની ફી સાથે જીએસટીનો ચાર્જ ચૂકવવાનો રહેશે. 5.આ પછી તમને એક પાવતી આપશે જેમાં URN નંબર આપવામાં આવશે જેના આધારે તમે પોતાના ફોટાની સ્થિતિ ચેક કરી શકશો.

આ સિવાય તમે આધારકાર્ડના ક્ષેત્રીય કાર્યાલયને પણ ફોટો બદવાવવા માટે પત્ર લખી શકો છો અને તેમાં તમારે નવા ફોટાની સાથે આધારકાર્ડની કોપી જોડવાની રહેશે. આ બાદ તમે આપેલાં સરનામા પર નવું આધારકાર્ડ મોકલી આપવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">