
ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો હોવાના નામે આવતા નકલી ઈ-ચલણના મેસેજ હવે સાયબર ઠગો માટે છેતરપિંડીનું સાધન બની રહ્યા છે. તેમાં આપવામાં આવેલી APK ફાઇલ ડાઉનલોડ કરવાથી મોબાઇલની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે.
ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો હોવાના નામે આવતા નકલી ઈ-ચલણના મેસેજ હવે સાયબર ઠગો માટે છેતરપિંડીનું સાધન બની રહ્યા છે. તેમાં આપવામાં આવેલી APK ફાઇલ ડાઉનલોડ કરવાથી મોબાઇલની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે.
એપ્રિલ 2026માં સામે આવેલા એક કિસ્સામાં અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા 50 વર્ષીય એકાઉન્ટન્ટને તેમના નોકરીદાતાના WhatsApp નંબર પરથી ‘RTO E-challan.apk’ નામની ફાઇલ મળી હતી. તેને સરકારી ચલણ સમજીને તેમણે ઇન્સ્ટોલ કરી હતી. ત્યારબાદ સાયબર ઠગોએ તેમના મોબાઇલ અને બેંકિંગ વિગતોનો દુરુપયોગ કરીને 24 કલાકમાં આશરે ₹10.7 લાખની છેતરપિંડી કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તેમના નામે લોન પણ લેવામાં આવી હતી.
ઠગો નકલી ચલણનો મેસેજ મોકલીને APK ફાઇલ ઇન્સ્ટોલ કરાવે છે. આવી દૂષિત એપ મોબાઇલની સંવેદનશીલ માહિતી અને બેંકિંગ વિગતો ચોરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં OTP મેળવવા અથવા અનધિકૃત નાણાકીય વ્યવહારો કરવા માટે તેનો દુરુપયોગ થાય છે.