5G Entry: દેશમાં આ બે શહેરોમાં લાગ્યા Jio અને Airtelના 5G ટાવર

|

Mar 08, 2021 | 10:11 PM

5G Entry: રિલાયન્સ જિયો (Jio) અને ભારતી એરટેલ (Airtel)ના જણાવ્યા અનુસાર દેશમાં જલ્દી જ 5G ઈન્ટરનેટ લોન્ચ થઈ શકે છે, પરંતુ પ્રાપ્ત થતાં રીપોર્ટસ અનુસાર 2022 પહેલાં દેશમાં 5G entry શક્ય નહીં બને.

5G Entry: દેશમાં આ બે શહેરોમાં લાગ્યા Jio અને Airtelના 5G ટાવર

Follow us on

5G Entry: રિલાયન્સ જિયો (Jio) અને ભારતી એરટેલ (Airtel)ના જણાવ્યા અનુસાર દેશમાં જલ્દી જ 5G ઈન્ટરનેટ લોન્ચ થઈ શકે છે, પરંતુ પ્રાપ્ત થતાં રીપોર્ટસ અનુસાર 2022 પહેલાં દેશમાં 5G entry શક્ય નહીં બને. ગયા વર્ષે મુકેશ અંબાણી (mukesh ambani)ની રિલાયન્સ જિયોએ કહ્યું હતું કે તેઓ વર્ષ 2021ના ​​મધ્ય સુધીમાં 5G સેવા શરૂ કરશે. પરંતુ બંને કંપનીઓ ત્યારે જ આ કામ કરી શકશે, જ્યારે સરકાર સ્પેક્ટ્રમને હરાજી માટે લાવશે. પરંતુ ગ્લોબલ નેટવર્કનું આંકલન કરનારી ઉકલા (Ookla) નેટવર્કનું માનીએ તો ઉકલા પ્રમાણે દેશમાં બે શહેરોમાં Jio અને Airtelના 5G ટાવર લાગી ચુક્યા છે.

 

આ બે શહેરોમાં લાગ્યા 5G ટાવર
જિયોના 5G ટાવર મુંબઈમાં સેટ થઈ ગયા છે, જ્યારે એરટેલના 5G ટાવર હૈદરાબાદમાં ગોઠવાયા છે. આ ટાવરને પ્રિ-રિલીઝ કેટેગરીમાં મુકવામાં આવ્યા છે. સમગ્ર વિશ્વમાં આ કેટેગરીમાં હાલ 21,996 ટાવર્સ હાજર છે. ઉકલાએ  કહ્યું કે આ તમામ ટાવર્સ હાલમાં પરીક્ષણના તબક્કામાં છે અને ગ્રાહકો તેનો ઉપયોગ કરી શકશે નહીં. પરંતુ જાન્યુઆરીના અંતમાં ભારતી એરટેલે કહ્યું હતું કે તેણે હૈદરાબાદમાં 5G પરીક્ષણ પૂરું કરી દીધું છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

હજી 8 મહિના દુર છે 5G
ભારત સરકારના ટેલીકોમ મંત્રાલયે તાજેતરમાં 2021ની સ્પેક્ટ્રમની હરાજી કરી હતી. આ હરાજીમાં પ્રીમિયમ 700 મેગાહર્ટઝ બેન્ડ હજી સુધી વણવેચાયેલું રહ્યું છે. આવી સ્થિતિમાં ભારતમાં 5જી સ્પેક્ટ્રમની હરાજી ક્યારે થશે તે અંગે કોઈ માહિતી નથી. ત્યારે માત્ર એટલું જ કહી શકાય ક ભારતમાં 5G entry હજી 8  મહિના જેટલી દુર છે. 

 

 

આ પણ વાંચો: Ahmedabad: સોલામાં વૃદ્ધ દંપત્તિ હત્યાકેસમાં હત્યારાઓની ઓળખ થઈ, 3 રાજ્યોમાં તપાસ શરૂ

Next Article