5G ઓક્શનમાં ભાગ ન લેવા પર આ રીતે મજાક ઉડાવી રહ્યા છે લોકો, સોશિયલ મીડિયા પર વાયરલ થયા Memes

|

Jul 27, 2022 | 12:13 PM

યુઝર્સ આને લઈને સોશિયલ મીડિયા પર તેને ખૂબ ટ્રોલ પણ કરી રહ્યા છે. ટ્વિટર યુઝર્સ BSNL દ્વારા 5G સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ ન લેવા અંગેના મીમ્સ પણ શેર કરી રહ્યાં છે. અહીં અમે તમને ટોપ મેમ્સ (Memes)વિશે જણાવી રહ્યા છીએ.

5G ઓક્શનમાં ભાગ ન લેવા પર આ રીતે મજાક ઉડાવી રહ્યા છે લોકો, સોશિયલ મીડિયા પર વાયરલ થયા Memes
Viral Image
Image Credit source: Twitter

Follow us on

5G સ્પેક્ટ્રમની હરાજી (5G Spectrum)નો ચોથો રાઉન્ડ મંગળવારે પૂર્ણ થયો હતો. હવે આગામી રાઉન્ડ બુધવારે એટલે કે આજે શરૂ થશે. 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં રૂ. 4.3 લાખ કરોડના 72 ગીગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ માટે બિડ કરવામાં આવી રહી છે. ભારતમાં આજે 5G સ્પેક્ટ્રમની હરાજી (5G Auction)ચાલી રહી છે. આ હરાજીમાં રિલાયન્સ જિયો, એરટેલ અને અન્ય કંપનીઓ ભાગ લઈ રહી છે. જો કે, બધા જાણે છે કે, સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL આ હરાજીમાં ભાગ લઈ રહી નથી.

BSNL આ હરાજીમાં સામેલ નથી કારણ કે તેણે હજુ સુધી 4G સેવા બહાર પાડી નથી. તે હાલમાં ફક્ત 4G સેવા લોન્ચ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. યુઝર્સ આને લઈને સોશિયલ મીડિયા પર તેને ખૂબ ટ્રોલ પણ કરી રહ્યા છે. ટ્વિટર યુઝર્સ BSNL દ્વારા 5G સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ ન લેવા અંગેના મીમ્સ પણ શેર કરી રહ્યાં છે. અહીં અમે તમને ટોપ મેમ્સ (Memes)વિશે જણાવી રહ્યા છીએ.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સ્પેક્ટ્રમ હરાજીના આ રાઉન્ડમાં હાલની ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા ઉપરાંત ગૌતમ અદાણીની કંપની અદાણી એન્ટરપ્રાઈઝ પણ 5જી માટે બિડ કરવા જઈ રહી છે. ટેલિકોમ વિભાગને 5G સ્પેક્ટ્રમની હરાજીમાંથી રૂ. 70,000 કરોડથી રૂ. 1,00,000 કરોડની કમાણી થવાની ધારણા છે. દેશમાં 5G સેવા શરૂ થવાથી હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવા આપવાનો રસ્તો સાફ થઈ જશે. 5G સેવા હાલની 4G સેવા કરતા લગભગ 10 ગણી ઝડપી હશે. એવો સરકારનો દાવો છે.

BSNL યુઝર્સ અને નોન-યુઝર્સ આને લઈને ખૂબ જ નારાજ છે કારણ કે તેના પ્રીપેડ પ્લાન્સ ઘણા સસ્તા છે. આ કારણે ઘણા લોકો ઈચ્છે છે કે તેઓ તેમની સેવામાં સુધારો કરે. અગાઉના અહેવાલ મુજબ, BSNL એ ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) ને 3300 MHz થી 3670 MHz બેન્ડમાં 5G સ્પેક્ટ્રમના 70 MHz અનામત રાખવા જણાવ્યું છે. આનો અર્થ એ છે કે એરટેલ, જિયો અને Vi માટે 5G સ્પેક્ટ્રમનો ઓછો પૂલ ઉપલબ્ધ થશે.

સરકારનું માનવું છે કે BSNL 4G સેવા શરૂ કર્યાના એક વર્ષ પછી જ 5G સેવામાં અપગ્રેડ કરવા માટે તૈયાર થશે. આ પહેલા અનેક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે BSNLની 4G સર્વિસ આ વર્ષે 15 ઓગસ્ટના રોજ શરૂ થઈ શકે છે. પરંતુ, નવા અહેવાલો અનુસાર, તેની 4G સેવા વર્ષ 2024 માં રિલીઝ થઈ શકે છે.

Next Article