ઈન્ટરનેટ વગર પર પણ જોઈ શકશો મૂવી અને વેબસિરીઝ, ન વીડિયો ગુણવત્તા ઘટશે અને ન તો બફરીંગ થશે, જાણો કઈ રીતે

|

Jun 06, 2022 | 4:50 PM

હવે ઈન્ટરનેટ વગર પર પણ તમે મૂવી અને વેબસિરીઝ, ઓટીટી (OTT) કન્ટેનટ જોઈ શકશો. ક્રિકેટ જેવી રમતોનો લાઈવ સ્કોર પણ જોઈ શકશો. તમે યુઝર તરીકે આ બધું કરી શકશો ડાયરેક્ટ ટૂ મોબાઈલ એટલે કે D2M બ્રોડકાસ્ટિંગ ટેક્નોલોજીના માધ્યમથી. ચાલો જાણીએ તેના વિશે...

ઈન્ટરનેટ વગર પર પણ જોઈ શકશો મૂવી અને વેબસિરીઝ, ન વીડિયો ગુણવત્તા ઘટશે અને ન તો બફરીંગ થશે, જાણો કઈ રીતે
D2M technology
Image Credit source: le devoir

Follow us on

આખી દુનિયાના લોકો ઈન્ટરનેટના માધ્યમથી એકબીજા સાથે જોડાયેલા છે. જેથી તેઓ દુનિયામાં બની રહેલી ઘટનાઓ અને જાણવા જેવી ખબરો જાણી શકે. ઈન્ટરનેટનો સૌથી વધુ ઉપયોગ મનોરંજન માટે થતો હોય છે. જેમ કે મૂવી અને વેબસિરીઝ, ઓટીટી (OTT) કન્ટેનટ અને ક્રિકેટ જેવી રમતો. પણ હવે ઈન્ટરનેટ કનેક્શન વગર પણ ફિલ્મો જોઈ શકાશે.લાઈવ ક્રિકેટ સ્કોર જાણી શકાશે અને મલ્ટીમીડિયા કન્ટેન્ટ એક્સેસ કરી શકાશે.

યુઝર્સ આ બધું ડાયરેક્ટ-ટુ-મોબાઈલ એટલે કે D2M બ્રોડકાસ્ટિંગ ટેક્નોલોજીની મદદથી મેળવી શકશે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) અને પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટર પ્રસાર ભારતી આ ટેક્નોલોજીના ફાયદા શું છે અને તે યુઝર સુધી કેવી રીતે પહોંચી શકાય તે માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. તેમજ ટેલિકોમ્યુનિકેશન વિભાગે આ નવી ટેક્નોલોજીના પરીક્ષણ માટે IIT કાનપુર સાથે પણ ભાગીદારી કરી હતી. જો આ બધું પ્લાન મુજબ ચાલશે, તો યુઝર્સ ઇન્ટરનેટ વિના મલ્ટીમીડિયા કન્ટેન્ટ જોઈ શકશે.

જાણો શું છે D2M બ્રોડકાસ્ટિંગ ટેકનોલોજી

સરળ ભાષામાં આ ટેક્નોલોજી મલ્ટીમીડિયા કન્ટેન્ટને સીધા તમારા મોબાઈલ પર ટેલિકાસ્ટ કરશે. જેમ તમે એફએમ રેડિયો સાંભળો છો જેને કોઈ વાયર કનેક્શનની જરૂર નથી. લાઈવ ક્રિકેટ મેચ અને સમાચારો ઝડપથી ઉપલબ્ધ થશે. એક રિપોર્ટ અનુસાર, આ ટેક્નોલોજી દ્વારા યુઝર પોતાના મોબાઈલ પર ઈન્ટરનેટ વગર OTT કન્ટેન્ટ અને મૂવી પણ જોઈ શકશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

કેટલી અલગ છે આ ટેકનોલોજી ?

આ ટેકનોલોજી બ્રોડબેંડ અને બ્રોડકાસ્ટની મદદથી વિક્સાવામાં આવી છે. હાલમાં રાજધાની દિલ્લીમાં આયોજીત ‘ડાયરેકટ-ટૂ-મોબાઈલ એન્ડ 5જી બ્રોડબેંડ કનવર્ઝેસ રોડમેપ ફોર ઈન્ડિયા’ પ્રોગ્રામમાંથી તેનાથી સંબંધિત કેટલીક મહત્વની માહિતી સામે આવી છે. આ કાર્યક્રમમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું હતું કે, ડાયરેક્ટ-ટુ-મોબાઈલ અને 5G બ્રોડબેંડ સાથે મળીને દેશમાં બ્રોડબેંડ અને સ્પેક્ટ્રમના ઉપયોગમાં સુધારો કરવામાં આવશે.

જો આ બધું યોજના મુજબ ચાલશે તો D2M બ્રોડકાસ્ટિંગ ટેક્નોલોજી દેશમાં મોટી ગેમચેન્જર સાબિત થઈ શકે છે. તેનાથી યુઝર્સની સાથે સાથે ટેલિકોમ કંપનીઓને પણ સીધો ફાયદો થશે. તેઓ આ ટેક્નોલોજીથી તેમના મોબાઈલ નેટવર્કથી બ્રોડકાસ્ટ નેટવર્ક પર વીડિયો ટ્રાફિકને ઑફલોડ કરી શકે છે.

યુઝરને થશે આ ફાયદો

કેટલીકવાર ધીમા ઈન્ટરનેટ કનેક્શનને કારણે, વીડિયોની ગુણવત્તાને અસર થાય છે, બફરિંગ થાય છે અને સ્ક્રીન પર ચાલતું કન્ટેનટ અટકી જાય છે. બ્રોડકાસ્ટ ટેક્નોલોજી દ્વારા આ સમસ્યાઓમાંથી રાહત મળશે. કારણ કે તેના માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવશે નહીં. તેનો એક વધુ ફાયદો છ કે, તેનાથી ફેક માહિતી યુઝર સુધી પહોંચતી અટકાવવામાં મદદ મળશે. દરેક માહિતી સીધી યુઝર સુધી પહોંચશે. દેશમાં ઈમરજન્સીની સ્થિતિમાં ઈન્ટરનેટ અડચણ નહીં બને. આ ટેક્નોલોજીનો એક મોટો ફાયદો એવા લોકોને મળશે કે જેઓ દૂર-દૂરના કે ગામડાઓમાં રહેતા હોય અને જેમની પાસે ઈન્ટરનેટ નથી અથવા ઈન્ટરનેટ કનેક્ટિવિટી સાવ નબળી છે.

Next Article