આવકવેરા વિભાગે(IT Department ) કરદાતાઓ(Taxpayers) ને આવકવેરા રિટર્ન (ITR)ફાઈલ કરવા માટે વેરિફિકેશન/ઈ-વેરિફિકેશન (ITR Verification)કરાવવા નોટિસ જારી કરી છે. આવકવેરા વિભાગે આવકવેરા રિટર્નના વેરિફિકેશન/ઈ-વેરિફિકેશનની સમયમર્યાદા વધારીને 28 ફેબ્રુઆરી 2022 કરી હતી. આજે આ કામગીરી માટે છેલ્લી તારીખ છે.
જ્યાં સુધી કરદાતાઓ તેમના પૂર્ણ થયેલા ITRની ચકાસણી ન કરે ત્યાં સુધી ITR ફાઇલ કરવાની પ્રક્રિયાને પૂર્ણ ગણવામાં આવતી નથી. જો ITR સમયસર ફાઈલ કરવામાં આવે છે પરંતુ ITR ચકાસાયેલ નથી તો ITR ફાઇલ કરવાની પ્રક્રિયા પૂર્ણ માનવામાં આવશે નહીં.
નાણાકીય વર્ષ 2020-21 (FY 2020-2021) માટે શક્ય તેટલી વહેલી તકે ITR ચકાસણી કાર્ય પૂર્ણ કરવું જોઈએ. જો તમે તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું છે પરંતુ હજુ સુધી ITR વેરિફિકેશન પૂર્ણ કર્યું નથી તો બને તેટલું જલ્દી પૂર્ણ કરો અન્યથા તમને પછીથી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ITR વેરિફિકેશન(ITR Verification) માટેની છેલ્લી તારીખ 28મી ફેબ્રુઆરી 2022 છે. જો તમે આ તારીખ સુધીમાં ITR વેરિફિકેશન ન કર્યું હોય તો ITR અમાન્ય ગણાશે.
તમે તમારા ITR ને ઓનલાઈન સાથે ઑફલાઈન પણ વેરિફાઈ કરી શકો છો. એક વાર જ્યારે તમારી આઈટીઆર ઈ ફાઇલિંગ વેબસાઈટ પર અપલોડ થાય છે તો આઈટી વિભાગ તમને તમારી આઈટીઆર વેરિફાઈની તપાસ માટે 120 દિવસનો સમય આપે છે. જો તમે આ દિવસની અંદર પૂર્ણ કર્યું નથી તો આઈટી કાયદાઓ અનુસાર તમારી ટેક્સ ફાઇલિંગ અમાન્ય ગણાશે.
આ પણ વાંચો : ચોમાસુ સત્ર સુધી સંસદમાં પસાર થઈ શકે છે ડેટા પ્રોટેક્શન બિલ, ડ્રાફ્ટને રદ કરવાની કોઈ યોજના નથી: વૈષ્ણવ
આ પણ વાંચો : મોટા સમાચાર! 1 એપ્રિલથી 20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે E-Invoice થશે ફરજિયાત