આવકવેરા વિભાગે(income tax department)એવા કરદાતાઓને (Taxpayers) રીમાઇન્ડર જારી કર્યા છે જેમના કેસ તપાસ હેઠળ છે. ટેક્સ વિભાગે કરદાતાઓને 31 માર્ચ, 2022 સુધીમાં તેમને આપવામાં આવેલી ( Under Scrutiny) નોટિસનું પાલન ( Compliance)કરવા જણાવ્યું છે. જે કરદાતાઓ( Taxpayers) નિયત સમય મર્યાદામાં આવકવેરા વિભાગ(IT) ની નોટિસનો જવાબ આપવામાં નિષ્ફળ જશે તેઓનું મૂલ્યાંકન (assessment ) વિભાગ દ્વારા ઉપલબ્ધ દસ્તાવેજો અનુસાર કરવામાં આવશે. આવકવેરા વિભાગે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ રીમાઇન્ડર જારી કરીને કહ્યું, “જે કરદાતાઓ કે જેમના કેસ તપાસ હેઠળ છે તેઓ 31.03.2022 સુધીમાં સૂચનાનું પાલન ( Compliance) કરવાનું રહેશે. તપાસ ના આધારે કરદાતાઓ માટે શ્રેષ્ઠ નિર્ણય લેવામાં આવશે.
ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આવકવેરા(income tax reminders ) રિમાઇન્ડર્સ એવા કરદાતાઓ માટે છે જેમણે આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું છે અને જેમના કેસોની તપાસ ચાલી રહી છે અને વિભાગે તેમને નોટિસ પણ જારી કરી છે. કરદાતાઓએ આવકવેરા અનુપાલન ( Compliance) પોર્ટલ પર તપાસ કરવી જોઈએ કે વિભાગ દ્વારા તેમની સામે કોઈ નોટિસ જારી કરવામાં આવી નથી. જો તેઓને આવી કોઈ આવકવેરાની નોટિસ મળી હોય, તો તેઓએ 31 માર્ચ, 2022 સુધીમાં આ નોટિસનો જવાબ આપવનો રહેશે અન્યથા વિભાગ ઉપલબ્ધ દસ્તાવેજો અનુસાર ટેક્સ અંગે કડક આકારણી કરશે.
Gentle reminder to taxpayers whose cases are under scrutiny,to be completed by 31.03.2022!
Pl ensure timely compliance with notices issued by ITD calling for information/details. Failure to comply with the notice may result in Best Judgment assessment based on material on record.— Income Tax India (@IncomeTaxIndia) March 9, 2022
જો કરદાતા આવકવેરા અનુપાલન ( income tax compliance) માટેની સમયમર્યાદાને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય, તો કરદાતાએ વધારાનો કર ચૂકવવો પડી શકે છે અથવા મળેલ (income tax ) ટેક્સ રિફંડ પણ કાપવામાં આવી શકે છે.
જો તમે પણ કર્મચારી છો, તો તમારું કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન અથવા EPFO માં ચોક્કસ ખાતું હશે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે હવે પીએફ એકાઉન્ટ પર પણ ટેક્સ લાગશે. તમારા પગારનો અમુક હિસ્સો પીએફ ખાતામાં જમા થાય છે. પરંતુ હવે પીએફના નિયમોમાં કેટલાક નવા ફેરફાર થવા જઈ રહ્યા છે. 1 એપ્રિલ, 2022થી હાલના પીએફ ખાતાઓને બે ભાગમાં વહેંચવામાં આવી શકે છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, સરકારે આવકવેરાના નવા નિયમો જાહેર કર્યા હતા, જે હેઠળ પીએફ ખાતાને બે ભાગમાં વહેંચવામાં આવશે. કર્મચારીનું યોગદાન વાર્ષિક 2.5 લાખ રૂપિયાથી વધુ હોય તો આ નિયમ કેન્દ્રને પીએફની આવક પર ટેક્સ વસૂલવાની મંજૂરી આપશે.