yuvraj singh એ ઈશાંત શર્માની નકલ કરી, Video તમને હસાવી-હસાવીને લોથપોથ કરી દેશે

|

Sep 04, 2021 | 12:03 PM

ભારત માટે 434 આંતરરાષ્ટ્રીય વિકેટ લેનાર ઈશાંત શર્માનો ગુરુવારે 33મો જન્મદિવસ હતો. તેમના જન્મદિવસ નિમિત્તે યુવરાજ સિંહે ભારતીય બોલરની નકલ કરી એક ફની વીડિયો શેર કર્યો છે.

yuvraj singh એ ઈશાંત શર્માની નકલ કરી, Video તમને હસાવી-હસાવીને લોથપોથ કરી દેશે
yuvraj singh post funny video message for wishing happy birthday to ishant sharma and indian bowler replies

Follow us on

yuvraj singh : હાલમાં ભારતીય ક્રિકેટ ટીમના સૌથી અનુભવી ઝડપી બોલર ઈશાંત શર્મા (ishant sharma)નો ગુરુવારે 33 મો જન્મદિવસ હતો. દરેક વ્યક્તિએ તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. પરંતુ આ શુભેચ્છાઓ વચ્ચે યુવરાજ સિંહનો વિડીયો સંદેશ સૌથી ખાસ હતો. યુવરાજ સિંહે (yuvraj singh ) મજાકમાં તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.

આ વીડિયોમાં યુવરાજ સિંહે ઈશાંત શર્માની સ્ટાઈલમાં બોલતા તેમને જન્મદિવસ (birthday)ની શુભેચ્છા પાઠવી છે. આ વીડિયોને તેની ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર મૂકીને, યુવરાજ સિંહે કેપ્શન આપ્યું, (Just Joking Lambu).

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ વીડિયોમાં ઈશાંત શર્મા (ishant sharma)ની નકલ કરતા યુવરાજ સિંહે ‘હસતા હસતા કહ્યું… યાર લંબુ આજ તેરા જન્મદિવસ હૈ યાર. ભાઈ તમને જન્મદિવસની શુભકામનાઓ. જેક પાજી (ઝહીર ખાન) એ પણ તમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. અમે માનીએ છીએ કે તું સારો હશે. અનેક વિકેટ લો અને ભારતને જીત અપાવો.

 

 

યુવીએ વીડિયોમાં આગળ કહ્યું, ‘તું કહીશ કે શું પાજી, તમે મારી નકલ કરી રહ્યા છો, તમે મારો અવાજ કાઢી રહ્યા છો. પણ તમારો અવાજ અને મારો અવાજ સમાન છે. આમાં સમસ્યા શું છે? હાહાહાહાહા…. ’

આ વીડિયોનો જવાબ આપતા બર્થડે બોય ઈશાંત શર્માએ પંજાબીમાં લખ્યું કે, ‘પાજી, આ કોનું વિશ છે, તમે મને કહો.’

તે જ સમયે, ઇશાંત શર્માની પત્ની પ્રતિમા સિંહે (Pratima Singh)પણ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા તેમનો કેક કાપતો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો પર, તેણે કેપ્શનમાં લખ્યું કે, ‘એક વર્ષ મોટી અને એક વર્ષ વધુ સ્માર્ટ. જન્મદિવસની શુભકામનાઓ મારા પ્રેમ. ‘વીરેન્દ્ર સહેવાગે (Virender Sehwag)પણ પ્રતિમાના આ વીડિયો પર ઈશાંતને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

 

તમને જણાવી દઈએ કે, ઈશાંત શર્મા (ishant sharma)એ તાજેતરમાં જ પોતાની 100 ટેસ્ટ મેચ પૂરી કરી હતી અને 300 વિકેટ પણ લીધી હતી. હાલમાં તે ઝહીર ખાનની બરાબર 311 ટેસ્ટ વિકેટ લેનાર ભારતીય ઝડપી બોલર (Indian fast bowler)છે. આ સિવાય તેણે વનડેમાં 115 વિકેટ પણ લીધી છે. તેણે ટી 20 ક્રિકેટમાં 8 વિકેટ પણ લીધી છે. તેણે ભારત માટે કુલ 434 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે.

આ પણ વાંચો : Tokyo Paralympics : મનીષ નરવાલ અને સિંહરાજનો ધમાકો, ભારતને ગોલ્ડ અને સિલ્વર મેડલ અપાવ્યો

આ પણ વાંચો : Suhas L Yathiraj : બેડમિન્ટન મેન્સ સિંગલ્સ SL4માં, સુહાસ એલ. યથીરાજે સેટિયાવાન ફ્રેડીને હરાવ્યો. હવે તેઓ ગોલ્ડ મેડલ માટે રમશે

Next Article