WT-20 ફાઈનલ: સુપરનોવાઝ સામે ટ્રેઈલબ્લેઝર્સે 8 વિકેટે 118 રન કર્યા, મંધાનાની શાનદાર ફીફટી, રાધા યાદવની 5 વિકેટ

|

Nov 09, 2020 | 9:27 PM

વુમન્સ ટી-20 ચેલેન્જ 2020ની આજે ફાઈનલ મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે રમાઈ રહી છે. ટ્રાઈલબ્લેઝર્સ અને સુપરનોવાઝ વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં સુપરનોવાઝને ટાઈટલને સળંગ ત્રીજીવાર જીતવાની તક છે. ટીમ સુપરનોવાઝના કેપ્ટન હરમનપ્રિત કૌરે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન સ્મૃતી મંધાને શાનદાર અડધીસદી લગાવી હતી.  ટ્રાઈલબ્લેઝર્સે 20 ઓવરના અંતે આઠ વિકેટ […]

WT-20 ફાઈનલ: સુપરનોવાઝ સામે ટ્રેઈલબ્લેઝર્સે 8 વિકેટે 118 રન કર્યા, મંધાનાની શાનદાર ફીફટી, રાધા યાદવની 5 વિકેટ

Follow us on

વુમન્સ ટી-20 ચેલેન્જ 2020ની આજે ફાઈનલ મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે રમાઈ રહી છે. ટ્રાઈલબ્લેઝર્સ અને સુપરનોવાઝ વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં સુપરનોવાઝને ટાઈટલને સળંગ ત્રીજીવાર જીતવાની તક છે. ટીમ સુપરનોવાઝના કેપ્ટન હરમનપ્રિત કૌરે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન સ્મૃતી મંધાને શાનદાર અડધીસદી લગાવી હતી.  ટ્રાઈલબ્લેઝર્સે 20 ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવીને 118 રન કર્યા હતા.

 

સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ટ્રેઇલબ્લેઝર્સની બેટીંગ

ટીમના બંને ઓપનરોએ ફાઈનલની મહત્વની મેચમાં સમજદારીપુર્વક જબરદસ્ત શરુઆત કરી હતી. ડીયન્દ્રા ડોટ્ટીન અને કેપ્ટન સ્મૃતી મંધાનાએ 71 રનની ભાગીદારી નોંધાવી હતી. કેપ્ટન મંધાને કેપ્ટન ઈનીંગ રમતા 49 બોલમાં 68 રન નોંધાવ્યા હતા. ડોટ્ટીને 32 બોલમાં 20 રન નોંધાવ્યા હતા. રીચા ઘોષે 10 રન, દિપ્તી શર્માએ નવ,હાર્લીન દેઓલે ચાર, શોફીઆ એકલસ્ટોને એક ન અને ઝુણન ગોસ્વામીએ એક રન નોંધાવ્યા હતા. આમ કેપ્ટન સિવાય તમામ બેટ્સમેનો મોટે ભાગે નિષ્ફળ નિવડ્યા હતા. મહત્વની મેચમાં જ મધ્યમ અને નિમ્ન મધ્યક્રમ જ નિષ્ફળ નિવડતા ટ્રેઈલબ્લેઝર્સની સારી શરુઆતના સાથે મોટા સ્કોરથી દુર રહેવુ પડ્યુ હતુ. અંતિમ 18 રનમાં જ ટીમે સાત વિકેટ ખોઈ દીધી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સુપરનોવાઝની બોલીંગ

ટીમના બોલરો આમ તો શરુઆતમાં સંઘર્ષ કરી રહ્યા હતા, પરંતુ બંને ઓપનરોને આઉટ કરતા જ જાણે કે આખીય ટીમ પત્તાના મહેલની માફક જ બોલરોએ ખેરવી દીધી હતી. રાધા યાદવે ચાર ઓવરમાં માત્ર 16 રન આપીને 5 વિકેટ ઝડપી લીધી હતી. મધ્યમક્રમને રાધા યાદવે જાણે કે ક્રિઝ પર ટકવા જ નહોતા દીધા. પુનમ યાદવ અને શશિકલા સીરીવર્ધનેએ પણ એક એક વિકેટ ઝડપી હતી. જે બંનેએ ઓપનરોને આઉટ કરતા ટીમને મોટા સ્કોર તરફ જતી હરીફ ટીમને અટકાવવામાં રાહત સાંપડી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article