Wrestling: વિનેશ ફોગાટ એ યુક્રેન રેસલિંગ ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યુ, અંતિમ ક્ષણોમાં પલટી હતી બાજી

|

Mar 01, 2021 | 12:27 PM

ભારતીય રેસલર વિનેશ ફોગાટ (Vinesh Fogat) એ કોરોના બાદ ગોલ્ડ વાપસી કરી છે. એક વર્ષ બાદ રિંગમાં ઉતરેલી વિનેશએ યુક્રેન (Ukrain) ના પાટનગર કિવમાં રમાઇ રહેલ આઉટસ્ટેડિંગ યુક્રેનિયન રેસલર્સ (Outstanding Ukrainian Wrestlers) અને કોચેસ મેમોરિયલ (Coaches Memorial) ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

Wrestling: વિનેશ ફોગાટ એ યુક્રેન રેસલિંગ ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યુ, અંતિમ ક્ષણોમાં પલટી હતી બાજી
Vinesh Fogat

Follow us on

ભારતીય રેસલર વિનેશ ફોગાટ (Vinesh Fogat) એ કોરોના બાદ ગોલ્ડ વાપસી કરી છે. એક વર્ષ બાદ રિંગમાં ઉતરેલી વિનેશએ યુક્રેન (Ukrain) ના પાટનગર કિવમાં રમાઇ રહેલ આઉટસ્ટેડિંગ યુક્રેનિયન રેસલર્સ (Outstanding Ukrainian Wrestlers) અને કોચેસ મેમોરિયલ (Coaches Memorial) ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. પૂર્વ વિશ્વ ચેમ્પિયન વેનેસા કલાઝિંસકાયા (Vanesa Kaladzinskaya) ને વિનેશે એ ફાઇનલ મેચ દરમ્યાન હરાવી દીધી હતી. વિનેશ આમ તો રમત દરમ્યાન 6-8 થી પાછળ ચાલી રહી હતી, પરંતુ અતિમ ક્ષણો દરમ્યાન જ તેણે પાસુ પલટી નાંખ્યુ હતુ. તેણે પાકી રહેલી 35 સેકંડમાં જ 4 પોઇન્ટ મેળવી લઇને જીત હાંસલ કરી લીધી હતી.

 

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

 

વિશ્વ ચેમ્પિયન અને વર્લ્ડ નંબર-07 બેલારુસની વેનેસા કલાઝિંસકાયાને 53 કિલોગ્રામની કેટેગરી ઇવેન્ટમાં હાર આપી હતી. વેનેસા કલાઝિંસકાયાને વિનેશ ફોગાટ એ 10-8 થી હાર આપી હતી. વિનેશ 2016માં રિયો ઓલંપિકમાં પગમાં ઇજાને લઇને અડધે થી જ રમત છોડી દેવી પડી હતી. ત્યાર બાદ તેણે લાંબો સમય આરામ કરવો પડ્યો હતો. લાંબો સમય બેડ રેસ્ટ કર્યા બાદ ફરી થી મહેનત કરીને તેણે 2018માં કોમનવેલ્થ અને એશિયાડમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.

વિનેશ ફોગાટ એ 2019 ના દરમ્યાન વર્લ્ડ સિનિયર ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતીને ટોક્યો ઓલંપિક (Tokyo Olympics) માં સ્થાન પાકુ કરી લીધુ હતુ. જોકે આ માટે તેને પગ ને સુરક્ષીત રાખવા માટેની સલાહ એકસ્પર્ટ્સ દ્રારા આપવામા આવી હતી. આમ છતાં પણ તેણે લેગ એટેકને મજબૂત કર્યો હતો, કારણ કે તેના પોઇન્ટ વિશ્વ ચેમ્પિયનશીપમાં વધારે કામ લાગતા હોય છે. વિનેશ ફોગાટ યુક્રેન બાદ હવે રોમ જશે, જ્યાં તે 4 થી 7 માર્ચ સુધી થનારી સિઝનની પ્રથમ રેન્કિંગ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.

Next Article