દંગલ ગર્લ બબીતા ફોગાટ માતા બનશે, બેબી બંપ સાથેના ફોટો કર્યા શેર

|

Dec 17, 2020 | 12:42 PM

સ્ટાર રેસલર બબીતા ફોગાટે ગત વર્ષે ડિસેમ્બર માસમાં જ રેસલર વિવેક સુહાગ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ હવે બબીતા ફોગાટે સારા સમાચાર તેના પ્રશંસકોને આપ્યા છે, કે તેના પરીવારમાં ખુશીના દીવસો છે. ભારતની સ્ટાર રેસલર ગણાતી બબીતા ફોગાટના જીવનમાં જલ્દી થી એક નાના મહેમાનનુ આગમન થનારુ છે. ભારતની આ કોમનવેલ્થ ગોલ્ડ મેડાલિસ્ટ રેસલર મા […]

દંગલ ગર્લ બબીતા ફોગાટ માતા બનશે, બેબી બંપ સાથેના ફોટો કર્યા શેર

Follow us on

સ્ટાર રેસલર બબીતા ફોગાટે ગત વર્ષે ડિસેમ્બર માસમાં જ રેસલર વિવેક સુહાગ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ હવે બબીતા ફોગાટે સારા સમાચાર તેના પ્રશંસકોને આપ્યા છે, કે તેના પરીવારમાં ખુશીના દીવસો છે. ભારતની સ્ટાર રેસલર ગણાતી બબીતા ફોગાટના જીવનમાં જલ્દી થી એક નાના મહેમાનનુ આગમન થનારુ છે. ભારતની આ કોમનવેલ્થ ગોલ્ડ મેડાલિસ્ટ રેસલર મા બનનારી છે. તેણે સોશિયલ મિડીયા પર પ્રશંસકો માટે આ સમાચાર ને શેર કર્યા છે.

બબીતા ફોગાટે ગત વર્ષે જ ડિસેમ્બર માસમાં પોતાના પિતૃક ગામમાં રેસલર વિવેક સુહાગ સાથે લગ્ન કર્યા હતા. બંને એક બીજાને પાંચ વર્ષ થી ડેટ કરી રહ્યા હતા. બંને પોતાની જીંદગીના નવા પડાવ માટે ખૂબજ ઉત્સાહિત છે. બબીતાએ ઇન્સ્ટાગ્રામ પર વિવેક સાથેની તસ્વીર શેર કરી હતી, જેમાં તે બેબી બંપ ફ્લાંટ કરતા જોવા મળી હતી. સાથે જ તેણે કેપ્શનમાં લખ્યુ હતુ કે, તમારી પત્નિના સ્વરુપે મે જે હર એક પળ વિતાવી છે, મને અહેસાસ થાય છે કે હું કેટલી લકી છુ, જે આ શાનદાર જીવન જીવી રહી છુ. તમારી સાથે હું હંમેશા ખુશ રહી શકુ છુ. તમે મને પુર્ણ કરો છો, હું ખૂબ જ ઉત્સાહિત છુ અને રાહ જોઇ રહી છુ આપણી નવી જીંદગીના આ નવા ચેપ્ટરની.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

બજરંગ પૂણીયા સહિત અનેક ખેલાડીઓએ બબીતા અને વિવેકને આ ખુશ ખબરી માટે શુભેચ્છા આપી હતી. સાથે જ અભિનેત્રી યુવિકા ચૌધરી, અનિતા હસનંદાની અને ઉર્વશી ઢોલકિયાએ પણ બબીતા અને વિવેકને શુભકામનાઓ પાઠવી હતી. બબીતા અને વિવેક સ્ટાર પ્લસના રિયાલીટી શો નચ બલેયે માં પણ ભાગ લીધો હતો. આ શોમાં બંનેએ પોતાની પ્રેમ કહાનીને બતાવી હતી કે, કેવી રીતે બંને રેસલીંગ ટ્રેનિંગ સેન્ટર માં મળ્યા અને એક બીજાના પ્રેમમાં પડ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:35 am, Tue, 24 November 20

Next Article