વર્લ્ડ બેડમિંટન ફેડરેશને થોમસ અને ઉબેર કપને મુલતવી જાહેર કર્યો, ઘણાં દેશો સ્પર્ધામાંથી પાછા હટી જતા લેવાયો નિર્ણય, અગાઉ ભારતીય બેડમીન્ટન સ્ટાર સિંધુ પણ ખસી ગઇ હતી

|

Sep 18, 2020 | 3:24 PM

વર્લ્ડ બેડમિંટન ફેડરેશન (BWF) એ બેડમિન્ટન ટૂર્નામેન્ટ મુલતવી રાખવાની જાહેરાત કરી છે, ત્યારબાદ આવતા મહિને થોમસ અને ઉબેર કપથી ઘણા દેશોએ પાછા હટી જવાને લઇને આ નિર્ણય લેવાયો છે. થોમસ અને ઉબર કપ ડેનમાર્કમાં આવતા મહિને ત્રીજી થી અગીયાર ઓક્ટોબર સુધી યોજાવાનો હતો.  આ ટુર્નામેન્ટની શરૂઆત સાથે જ, કોવિડ -19 રોગચાળા પછી પ્રથમ વખત ટોચના […]

વર્લ્ડ બેડમિંટન ફેડરેશને થોમસ અને ઉબેર કપને મુલતવી જાહેર કર્યો, ઘણાં દેશો સ્પર્ધામાંથી પાછા હટી જતા લેવાયો નિર્ણય, અગાઉ ભારતીય બેડમીન્ટન સ્ટાર સિંધુ પણ ખસી ગઇ હતી
https://tv9gujarati.com/sports-tv9-stories/world-badminton-…ta-levayo-nirnay-160163.html ‎

Follow us on

વર્લ્ડ બેડમિંટન ફેડરેશન (BWF) એ બેડમિન્ટન ટૂર્નામેન્ટ મુલતવી રાખવાની જાહેરાત કરી છે, ત્યારબાદ આવતા મહિને થોમસ અને ઉબેર કપથી ઘણા દેશોએ પાછા હટી જવાને લઇને આ નિર્ણય લેવાયો છે. થોમસ અને ઉબર કપ ડેનમાર્કમાં આવતા મહિને ત્રીજી થી અગીયાર ઓક્ટોબર સુધી યોજાવાનો હતો.

 આ ટુર્નામેન્ટની શરૂઆત સાથે જ, કોવિડ -19 રોગચાળા પછી પ્રથમ વખત ટોચના કક્ષાની બેડમિંટન ટૂર્નામેન્ટ શરૂ થવાની હતી. બીડબ્લ્યુએફએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, બેડમિંટન વર્લ્ડ ફેડરેશન હોસ્ટ બેડમિંટન ડેનમાર્કની સંમતિથી થોમસ અને ઉબેર કપ 2020 મુલતવી રાખવા માટે કઠીન નિર્ણય લઈ રહ્યો છે. આ નિર્ણય અનેક હરીફ ટીમોના નામ પાછા ખેંચાવાના કારણે લેવામાં આવ્યો છે. સુધારેલા બીડબ્લ્યુએફ વર્લ્ડ ટૂરના યુરોપિયન તબક્કાને કારણે, હવે 2021 પહેલાં વૈકલ્પિક કાર્યક્રમો બનાવવાનું મુશ્કેલ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

ગત શુક્રવારે ઈન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયાએ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછુ ખેંચી લીધું હતું. આ પહેલા ઓસ્ટ્રેલિયા, ચીની  તાઈપેઈ, થાઇલેન્ડ અને હોંગકોંગની ટીમોએ પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ પણ થોમસ અને ઉબેર કપમાં ભારતીય આગેવાની લેવાની હતી, પરંતુ સિંધુ એ અંગત કારણોસર ટૂર્નામેન્ટ પહેલા જ પોતાનું નામ પાછું ખેંચી લીધુ હતુ.

બીડબ્લ્યુએફએ જણાવ્યું છે કે, ડેનમાર્ક ઓપન 13 થી 18 ઓક્ટોબર દરમિયાન યોજાશે, જ્યારે 20 થી 25 ઓક્ટોબર દરમિયાન યોજાનારા ડેનમાર્ક માસ્ટર્સને પણ રદ કરવામાં આવ્યા છે. સિંધુ અને ભૂતપૂર્વ પ્રથમ ક્રમાંકિત કિદામ્બી શ્રીકાંત આવતા મહિને થોમસ અને ઉબેર કપ ફાઈનલમાં ભારતની 20 સભ્યોની બેડમિંટન ટીમનું નેતૃત્વ કરવાના હતા. થોમસ કપમાં ભારત ગ્રુપ સીમાં ડેનમાર્ક, જર્મની અને અલ્જેરિયા સાથે હતું. કોરોનાવાયરસને કારણે, આ પહેલા પણ ઘણી ટૂર્નામેન્ટ્સ રદ અથવા મુલતવી રાખવામાં આવી છે. સુરક્ષાના કારણોસર ખેલાડીઓ ટૂર્નામેન્ટમાંથી નામ પાછા ખેંચી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 7:36 pm, Tue, 15 September 20

Next Article