પાકિસ્તાનની ટીમ સતત મુસીબતનો સામનો કરી રહી છે. ટી20 વર્લ્ડકપ પહેલા તેની અમેરિકા સામે શરમજનક હાર થઈ હતી. ત્યારબાદ પૂર્વ ક્રિકેટરથી લઈ ચાહકો પાકિસ્તાનની ટીમ પર ગુસ્સામાં છે. વરસાદની શકયતા વચ્ચે ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની ચિંતા છે ત્યારે બાબર આઝમની ટીમ પર એક નવી મુસીબત સામે આવી છે. આખી ટીમ જેલ જઈ શકે છે. પાકિસ્તાનના એક વકીલે તમામ ખેલાડીઓ સહિત કોચ અને અન્ય સ્ટાફ પર દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે.વકીલે આખી ટીમ પર રાજદ્રોહનો કેસ દાખલ કર્યો છે. જાણો શું છે આ મહા મુસીબત
પાકિસ્તાનમાં ગુજરાંવાલા શહેરના એક વકીલે બાબર આઝમ સહિત અન્ય ખેલાડીઓ વિરોધ દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે. જેમાં ટીમના ખેલાડીઓ અને કોચ સહિત અન્ય સ્ટાફના નામ પણ સામેલ છે. વકીલે આખી ટીમ પર ગંભીર આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનની ન્યુઝ ચેનલના જણાવ્યા મુજબ વકીલે અરજીમાં કહ્યું કે, તે અમેરિકા અને ભારત વિરુદ્ધ મળેલી હારથી દુખી છે.
આટલું જ નહિ કેપ્ટન બાબર આઝમની આખી ટીમ પર દેશના સમ્માનને દાવ પર લગાવી પૈસા કમાવવાનો પણ આરોપ લગાવ્યો છે.વકીલે આ મામલે તપાસ કરી રિપોર્ટ જમા કરવાની પણ માંગ કરી છે તેમજ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ પર પ્રતિબંધની પણ માંગ કરી છે.
પાકિસ્તાનને ટી20 વર્લ્ડકપની શરુઆત અમેરિકા સામે કરી હતી. પોતાની પહેલી જ મેચમાં બાબરની ટીમને હાર મળી હતી. ટેકસસના ડલાસ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાને 160 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેને અમેરિકાની ટીમે 159 રન બનાવી ટાઈ કર્યો હતો. ત્યારબાદ મેચ સુપરઓવરમાં પહોંચી હતી અને જેમાં પાકિસ્તાનને 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમજ ન્યુયોર્કમાં હાઈવોલ્ટેજ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 6 રનથી હાર આપી હતી. ત્યારબાદ પૂર્વ ક્રિકેટર સહિત પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો આખી ટીમ પર નારાજ છે.
આ પણ વાંચો : T20 World Cup 2024 : ટીમ ઈન્ડિયા ફ્લોરિડા પહોંચતાની સાથે જ પ્રેક્ટિસ મેચ રદ્દ, ચિંતામાં આવી ટીમ, જુઓ વીડિયો
Published On - 3:28 pm, Fri, 14 June 24