શા માટે ભારતીય ક્રિકેટરે લીધો હતો સંન્યાસ ? નિવૃતિ પછી શુ કરી રહ્યો છે ? જાણો શુ થયો ખુલાસો

|

Nov 20, 2020 | 4:13 PM

ભારતીય ઝડપી બોલર સુદિપ ત્યાગીએ હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સહિત ભારતની ઘરેલુ ક્રિકેટથી પણ સંન્યાસ લેવાનુ એલાન કર્યુ હતુ. જોકે તે સમયે કોઇને પણ તેના સંન્યાસ લેવા પાછળના કારણોની જાણકારી નહોતી. જોકે તેને છેલ્લા કેટલાંક સમય થી ભારતીય ટીમમાં મોકો મળી રહ્યો નહોતો અને જેને લઇને તે આખરે સંન્યાસ લઇ રહ્યો હોવાનુ માનવામાં આવી રહ્યુ […]

શા માટે ભારતીય ક્રિકેટરે લીધો હતો સંન્યાસ ? નિવૃતિ પછી શુ કરી રહ્યો છે ? જાણો શુ થયો ખુલાસો

Follow us on

ભારતીય ઝડપી બોલર સુદિપ ત્યાગીએ હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સહિત ભારતની ઘરેલુ ક્રિકેટથી પણ સંન્યાસ લેવાનુ એલાન કર્યુ હતુ. જોકે તે સમયે કોઇને પણ તેના સંન્યાસ લેવા પાછળના કારણોની જાણકારી નહોતી. જોકે તેને છેલ્લા કેટલાંક સમય થી ભારતીય ટીમમાં મોકો મળી રહ્યો નહોતો અને જેને લઇને તે આખરે સંન્યાસ લઇ રહ્યો હોવાનુ માનવામાં આવી રહ્યુ હતુ. પરંતુ બાદમાં એ વાત પણ ચર્ચામાં રહી હતી કે તે ભારતીય ક્રિકેટમાંથી સન્યાસ લઇને વિદેશી ટી-20 લીગમાં પણ રમી શકે છે. જો કે સમય જતા જ થયુ પણ એમ જ છે, વિદેશી લીગ માટે જ તેણે સંન્યાસ લીધો હતો.

ક્રિકેટના તમામ ફોરમેટથી અલવિદા કહેવાના બાદ તે લંકા પ્રિમીયર લીગ ની પ્રથમ સિઝનમાં રમવા માટે શ્રીલંકા પહોંચી ચુક્યો છે. એલપીએલમાં રમવાને માટે જ સુદિપ ત્યાગીએ સંન્યાસની ઘોષણાં કરી હતી. બીસીસીઆઇના નિયમ મુજબ કોઇ પણ ભારતીય ખેલાડી ત્યાં સુધી વિદેશી લીગમાં રમી શકતો નથી. જ્યાં સુધી તે ભારતીય ક્રિકેટમાંથી સંન્યાસ ના મેળવી લે. આમ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નિયમોને લઇને સુદીપે શ્રીલંકાની લીગમાં રમવા અગાઉ જ સંન્યાસ જાહેર કરી દીધો હતો.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

દેશ માટે ચાર વન ડે ઇન્ટરનેશનલ અને એક ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમવા વાળા સુદિપ ત્યાગીએ ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તી જાહેર કરી હતી. હાલમાં તે શ્રીલંકાના હંબનટોટામાં ક્વોરન્ટાઇન સમય પસાર કરી રહ્યો છે, જ્યાં ટી-20 ટુર્નામેન્ટ આગામી 26 નવેમ્બર થી રમાનારી છે. સુદિપ ત્યાગીએ પોતાના ટ્વીટર હેન્ડલ મારફતે ટ્વીટ કરીે આ અંગે જાણકારી જાહેર કરી છે. તેણે ટ્વીટ કરી લખ્યુ છે કે, હંબનટોટામાં ક્વોરંટાઇન. એલપીએલ ટી-20 લીગ. શ્રીલંકા અને ક્વોરન્ટાઇનને પણ તેણે હેશટેગ કર્યુ છે.

લંકા પ્રિમિયર લીગ એટલે કે LPL માં પાંચ ફેન્ચાઇઝી ટીમો ભાગ લઇ રહી છે. કોલંબો, કેંડી, ગાલે, દામ્બુલા અને જાફનાની ટીમો વચ્ચે લગભગ બે સપ્તાહ સુધી 23 મેચ રમનારી છે. આ લીગમાં ભારતના અન્ય ખેલાડીઓ પણ રમનારા છે. જેમાં ઇરફાન પઠાણનુ પણ નામ સામેલ છે. જોકે હાલમાં જ ઘણાં ખરાં દિગ્ગજ વિદેશી ખેલાડીઓે ટુર્નામેન્ટમાંથી પોતાના નામ પરત ખેંચ્યા છે. જેમાં ક્રિસ ગેઇલ, ફાફ ડુપ્લેસીસ અને રવિ બોપારા જેવા નામ પણ સામેલ છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article