BCCIએ પત્ર લખી નટરાજનને વિજય હજારે ટ્રોફીમાં સામેલ કરવાની ના કેમ પાડી, જાણો કારણ

|

Feb 11, 2021 | 7:11 AM

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) મેનેજમેન્ટ એ તામિલનાડુ ને ટી નટરાજન (T Natarajan) ને વિજય હજારે ટ્રોફીમાં નહી રમાડવા કહ્યુ છે. ટીમ મેનેજમેન્ટ એ આ માટે તામિલનાડુ ક્રિકેટ એસોસિએશન (TNCA) ને પત્ર લખ્યો હતો. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે નટરાજનનુ ઇંગ્લેંડ સામે T20 અને વનડે સિરીઝ (ODI Series) માટે ફીટ રહવુ જરુરી છે.

BCCIએ પત્ર લખી નટરાજનને વિજય હજારે ટ્રોફીમાં સામેલ કરવાની ના કેમ પાડી, જાણો કારણ
ભારતીય ટીમ મેનેજમેન્ટ એ નટરાજનને એનસીએમાં જવા માટે કહ્યુ છે.

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) મેનેજમેન્ટ એ તામિલનાડુ ને ટી નટરાજન (T Natarajan) ને વિજય હજારે ટ્રોફીમાં નહી રમાડવા કહ્યુ છે. ટીમ મેનેજમેન્ટ એ આ માટે તામિલનાડુ ક્રિકેટ એસોસિએશન (TNCA) ને પત્ર લખ્યો હતો. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે નટરાજનનુ ઇંગ્લેંડ સામે T20 અને વનડે સિરીઝ (ODI Series) માટે ફીટ રહવુ જરુરી છે. ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે 12 માર્ચ થી પાંચ T20 અને ત્રણ વન ડે મેચ રમાનારી છે. આ મેચ અમદાવાદ (Ahmedabad) અને પુણે (Pune) માં રમાનારી છે.

ક્રિકબઝ઼ની જાણકારી મુજબ, તામિલનાડુ ક્રિકેટ (Tamil Nadu Cricket) એસોસિએશનના કાશી વિશ્વનાથ એ કહ્યુ કે, અત્યાર સુધી અમને લેખિતમાં કંઇ મળ્યુ નથી. જોકે માનવામાં આવી રહ્યુ છે કે, ટીમ મેનેજમેન્ટ એ નટરાજનને બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં પ્રેકટીશ કરાવવા ઇચ્છે છે. સચિવ આ મામલાને જોઇ રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

તામિલનાડુ ક્રિકેટ એસોસિએશનના સચિવ એસ રામાસ્વામી એ આ અંગે વાત કરતા કહ્યુ હતુ કે, BCCI અને ટીમ મેનેજમેન્ટ ઇચ્છે છે કે તે ફ્રેશ રહે. આ દેશ હિતની વાત છે. આ માટે જ અમે મંજૂરી આપી દીધી છે. આવામાં તેના સ્થાને અન્ય ખેલાડીને પસંદ કરી લેવામાં આવ્યો છે. ટી નટરાજનને તામિલનાડુ ટીમથી રીલીઝ કરી દેવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે, ટીમ મેનેજમેન્ટ એ રિક્વેસ્ટ એટલા માટે કરી છે કે, નટરાજને બે વાર ક્વોરન્ટાઇન ના થવુ પડે. જો તે વિજય હજારે ટ્રોફીમાં રમતો તે એ સમયે પણ ક્વોરન્ટાઇન થતો, ત્યાર બાદ ટીમ ઇન્ડીયામાં રમે તો પણ તેણે એજ પ્રક્રિયા અનુસરવી પડે. આવામાં ભારતીય ટીમ મેનેજમેન્ટ એ નટરાજનને એનસીએમાં જવા માટે કહ્યુ છે.

Next Article