CSK vs MI IPL 2022 Head To Head: રોહિત શર્માની મુંબઈ અને ધોનીની ચેન્નાઈનો દબદબો, આંકડાઓ પરથી જાણો બંને ટીમોની સ્થિતિ

|

May 11, 2022 | 6:38 PM

Chennai Super Kings vs Mumbai Indians Head to Head: મુંબઈ અને ચેન્નાઈ (Chennai Super Kings) આ સિઝનમાં બીજી વખત આમને-સામને થશે. આ પહેલા રમાયેલી મેચમાં ચેન્નાઈનો વિજય થયો હતો.

CSK vs MI IPL 2022 Head To Head:  રોહિત શર્માની મુંબઈ અને ધોનીની ચેન્નાઈનો દબદબો, આંકડાઓ પરથી જાણો બંને ટીમોની સ્થિતિ
IPL 2022 CSK Vs MI Head To Head Records
Image Credit source: IPL PHOTO

Follow us on

CSK vs MI : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 15મી સિઝન રોહિત શર્માના સુકાની મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) માટે સારી રહી નથી. આઈપીએલના ઈતિહાસમાં મુંબઈ માટે આ અત્યાર સુધીની સૌથી ખરાબ સિઝન રહી છે. આ ટીમને સતત આઠ હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સની IPL-2022ની સિઝન પણ ખૂબ જ ખરાબ રહી હતી. આ બંને ટીમો વચ્ચેનો તફાવત એ છે કે મુંબઈ પ્લેઓફની રેસમાંથી સંપૂર્ણપણે બહાર છે, જ્યારે ચેન્નાઈ હજુ પણ ટેક્નિકલી રીતે પ્લેઓફની રેસમાં છે, પરંતુ તેણે બાકીની તમામ મેચ જીતવી પડશે. ચેન્નાઈ (Chennai Super Kings) પ્લેઓફની તકો અકબંધ રાખવાના લક્ષ્ય સાથે ગુરુવારે મુંબઈ સામે થશે.

જો આપણે આ મેચ પહેલા હેડ ટુ હેડ આંકડાઓ પર નજર કરીએ તો અનુમાન લગાવી શકાય છે કે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાનારી આ મેચમાં કઈ ટીમનો દબદબો છે. તે પહેલા જો વર્તમાન સિઝનમાં પોઈન્ટ ટેબલમાં આ બંને ટીમોની સ્થિતિ જોવામાં આવે તો મુંબઈ છેલ્લા સ્થાને છે. તેમના 11 મેચમાં બે જીત અને નવ હાર સાથે ચાર પોઈન્ટ છે. ચેન્નાઈની ટીમ 11 મેચમાં ચાર જીત અને સાત હાર સાથે આઠમાં નંબર પર છે.

હેડ ટૂ હેડ મેચમાં કોનું પલડું ભારે છે

જો આપણે આ બંને ટીમો વચ્ચેના આંકડાઓ પર નજર કરીએ તો બંને ટીમો કુલ 35 મેચ રમી છે, જેમાંથી ચેન્નાઈએ 15 અને મુંબઈએ 20 મેચ જીતી છે.વર્તમાન ફોર્મ પર નજર કરીએ તો ચેન્નાઈની ટીમ મજબૂત દેખાઈ રહી છે. જોકે બંને ટીમોએ એક-એક મુખ્ય ખેલાડીની કમી છે. મુંબઈનો સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે આ સિઝનમાંથી બહાર થઈ ગયો છે અને ચેન્નાઈના રવિન્દ્ર જાડેજાને પણ આ સ્થિતિ જણાવવામાં આવી રહી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ છે છેલ્લી 5 મેચના આંકડા

જો આ બંને ટીમો વચ્ચેની છેલ્લી પાંચ મેચોના આંકડા જોઈએ તો અહીં ચેન્નાઈનો હાથ ઉપર છે. ચેન્નાઈએ છેલ્લી પાંચ મેચમાંથી ત્રણમાં જીત મેળવી છે, જ્યારે મુંબઈએ બે મેચ જીતી છે. ગુરુવારે રમાનારી મેચ આ બંને ટીમો વચ્ચે આ સિઝનની બીજી મેચ હશે. અગાઉ બંને ટીમો 21 એપ્રિલ 2022ના રોજ સામસામે આવી હતી. આ મેચમાં ચેન્નાઈનો વિજય થયો હતો. ચેન્નાઈએ 19 સપ્ટેમ્બર 2021ના રોજ રમાયેલી મેચ પણ જીતી લીધી હતી. 1 મે, 2021ના રોજ રમાયેલી મેચમાં મુંબઈએ જીત મેળવી હતી. મુંબઈ પણ 23 ઓક્ટોબર 2020ના રોજ જીત્યું હતું. 19મી ડિસેમ્બર 2020ના રોજ રમાયેલી મેચમાં ચેન્નાઈને જીત મળી હતી.

 

Next Article