WBBLમાં મહિલા ક્રિકેટર એલીસા હીલીએ ફટકારી શાનદાર સદી, પતિ મિશેલ સ્ટાર્કે કરી સુંદર પ્રશંસા

|

Nov 24, 2020 | 10:47 AM

ઓસ્ટ્રેલીયામાં રમાઇ રહેલી મહિલા બિગ બેશ લીગ 2020 માં મિશેલ સ્ટાર્કની પત્નિ એલીસા હીલીએ કમાલ કરી દીધો હતો. ટુર્નામેન્ટમાં સિડની સિકસર્સ અને મેલબર્ન સ્ટાર્સ ની ટીમ આમને સામને હતી, જેમાં એલીસાએ ધુંઆધાર બેટીંગ નો કમાલ કરી દેખાડી શતક લગાવી દીધુ હતુ. Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની […]

WBBLમાં મહિલા ક્રિકેટર એલીસા હીલીએ ફટકારી શાનદાર સદી, પતિ મિશેલ સ્ટાર્કે કરી સુંદર પ્રશંસા

Follow us on

ઓસ્ટ્રેલીયામાં રમાઇ રહેલી મહિલા બિગ બેશ લીગ 2020 માં મિશેલ સ્ટાર્કની પત્નિ એલીસા હીલીએ કમાલ કરી દીધો હતો. ટુર્નામેન્ટમાં સિડની સિકસર્સ અને મેલબર્ન સ્ટાર્સ ની ટીમ આમને સામને હતી, જેમાં એલીસાએ ધુંઆધાર બેટીંગ નો કમાલ કરી દેખાડી શતક લગાવી દીધુ હતુ.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

મેચમાં મેલબર્ન સ્ટાર્સ એ સિડની સિક્સર્સના સામે 178 રનનો સ્કોર ખડક્યો હતો. સ્કોરનો પીછો કરવા માટે મેદાનમાં ઉતરેલી સિડની સિક્સર્સ ની ટીમે શાનદાર બેટીંગ કરી હતી. અને 15 ઓવરમાં જ કોઇ પણ વિકેટ ગુમાવ્યા વિના જ 150 રન કરી લીધા હતા. જોકે પ્રથમ વિકેટ પડતા જ સિડનીએ આગળના દશ બોલમાં ચાર વિકેટ ઝડપ થી ગુમાવી દીધી હતી. આખરે 20 મી ઓવરના ચોથા બોલ પર લક્ષ્યને હાંસલ કરી લેવાયુ હતુ.

એલીસા હીલીએ ટીમના માટે બેટીંગ કરવા માટે ઉતરતા 48 બોલમાં જ શતક કરી લીધુ હતુ હીલીનુ આ બીબીએલમાં ચોથુ શતક છે. આ પારી રમતા તેણે 52 બોલમાં 15 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 111 રન કર્યા હતા. મેચ જોવા માટે આવેલા તેના પતિ મિશેલ સ્ટાર્કે પણ તેની ઇનીંગનો આનંદ ઉઠાવ્યો હતો. તેનુ શતક પુર્ણ થતા પતિ મિશેલે પણ જબરદસ્ત પ્રોત્સાહિત કરતુ રિએકશન કર્યુ હતુ. જોકે સિડનીએ ફાઇનલમાં પહોચવા માટે 19 ઓવરમાં જ લક્ષ્યને હાંસલ કરવાનુ હતુ પરંતુ તે તેમ કરવામાં નિષ્ફળ નિવડ્યા હતા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article