વોશિગ્ટન ! આ નામ પાછળ પણ છે ‘સુંદર’ કહાની, સુંદર માત્ર એક જ કાને સાંભળી શકે છે

|

Jan 17, 2021 | 3:52 PM

વોશિંગ્ટન સુંદર (Washington Sundar) બ્રિસબેન (Brisbane) માં જે રીતે ઓસ્ટ્રેલીયા (Australia) સામે બોલ અને બેટ બંને રીતે શાનદાર રમત દાખવી છે, તે રાતોરાત સ્ટાર બની ચુક્યો છે. તેની આ ડેબ્યુ મેચ છે અને તેમાં જ તેની પસંદગીમાં તે ખરો ઉતરતો દેખાવ કર્યો છે. સ્ટીવ સ્મિથ (Steve Smith) ના રુપમાં તેણે કેરીયરની પ્રથમ ટેસ્ટ વિકેટ ઝડપી હતી.

વોશિગ્ટન ! આ નામ પાછળ પણ છે સુંદર કહાની, સુંદર માત્ર એક જ કાને સાંભળી શકે છે
તામિલનાડુના સુંદરને તે વોશિંગ્ટન સાથે હતો નાતો.

Follow us on

વોશિંગ્ટન સુંદર (Washington Sundar) બ્રિસબેન (Brisbane) માં જે રીતે ઓસ્ટ્રેલીયા (Australia) સામે બોલ અને બેટ બંને રીતે શાનદાર રમત દાખવી છે, તે રાતોરાત સ્ટાર બની ચુક્યો છે. તેની આ ડેબ્યુ મેચ છે અને તેમાં જ તેની પસંદગીમાં તે ખરો ઉતરતો દેખાવ કર્યો છે. સ્ટીવ સ્મિથ (Steve Smith) ના રુપમાં તેણે કેરીયરની પ્રથમ ટેસ્ટ વિકેટ ઝડપી હતી. તો ગાબા (Gabba) ની ખતરનાક પિચ પર બેટીંગ કરવા માટે ઉતરતા તેણે અર્ધશતકીય પારી રમીને દિલ જીતુ લીધુ છે.

સુંદર પહેલી ટેસ્ટ થી ટીમનો હિસ્સો નહોતો. પરંતુ તે ત્રીજી ટેસ્ટ મેચમાં અશ્વિન (R Ashwin) ની ઇજાને લઇને તેને અંતિમ ટેસ્ટમાં વિપરીત સ્થિતીઓ વચ્ચે ટેસ્ટ ડેબ્યુ નો મોકો મળ્યો હતો. સુંદરના ટેસ્ટ કેરીયરની શરુઆતની કહાની જેટલી મજેદાર છે એટલી જ મજેદાર તેની જીંદગીના કહાનીની છે.

પોતાની રમત થી ચાહકોને આકર્ષિત કરનારો વોશિગ્ટન સુંદર એક કાન થી સાંભળી શકતો નથી. તેનો ઉલ્લેખ પણ તેણે પોતે જ એક ઇન્ટરવ્યુમાં કર્યો હતો. જોકે તેણે પોતાની આ મોટી નબળાઇને ક્યારેય પોતાના સપનાઓની આડે આવવા દીધી નથી. તે હંમેશા તકનો સુંદર લાભ ઉઠાવતો રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

તામિલનાડુના આ ખેલાડીના જીવનની એક વધુ હ્રદયસ્પર્શતી વાત છે તેનુ નામ વોશિંગ્ટન. તેનુ નામ સાંભળતા જ લોકોને એમ લાગે છે કે, તેનો નાતો અમેરીકા સાથે કોઇ રીતે હશે. અથવા તો તેના પરિવારજનો કે તેના પિતા અમેરીકાના વોશિંગ્ટન શહેરના ખૂબ પસંદ કરતા હશે. જોકે તેમાંનુ કશુ જ નથી. કે ના તો તેનો દુર દુર સુધી અમેરીકા થી કે તેના શહેર થી કોઇ સંબંધ છે.

વોશિંગ્ટન સુંદરના પિતા એમ સુંદર એ એક સમાચાર પત્ર સાથે વાતચીત કરતા આ અંગેનો ખુલાસો કર્યો હતો. તેના કારણે જ તેના નામનુ રાઝ ખુલ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, હું એક હિન્દુ પરિવાર થી આવુ છુ. મારા ઘર થી થોડેક જ દુર એક નિવૃત્ત ફોજી રહેતા હતા, જેને ક્રિકેટનો ખૂબ જ શોખ હતો. તે અમારી રમતને જોવા માટે મરિના ગ્રાઉન્ડ આવતા હતા. તેમનુ નામ હતુ પીડી વોશિંગ્ટન અને બસ તેના નામ પર થી પોતાના પુત્રનુ નામ વોશિંગ્ટન રાખી દીધુ હતુ.

વોશિંગ્ટન સુંદરના પિતા બાળપણ થી ખૂબ ગરીબ સ્થિતીમાં હતા, ત્યારે ફોજી વોશિંગ્ટન જ સુંદર માટે સ્કૂલ યુનિફોર્મ, પુસ્તકો લઇ આવતા હતા. તેની ફી પણ પીડી વોશિંગ્ટન જ ભરી દેતા હતા. પિતા એમ સુંદરે કહ્યુ હતુ કે બંને વચ્ચે ખૂબ જ નિકટનો સંબંધ હતો. જ્યારે તેની પસંદગી રણજી ટ્રોફીમાં થઇ હતી ત્યારે, તે સોથી વધુ ખુશ દેખાતો માણસ હતો.

એમ. સુંદરે કહ્યુ કે, તેમની પત્નિને ડિલીવરીના સમયે તકલીફ થઇ હતી, જેમાં બાળક તો બચી ગયુ હતુ. ત્યાર બાદ હિન્દુ રીત રિવાજ મુજબ તેનુ નામ તેના કાનમાં શ્રીનિવાસ રાખતુ કહ્યુ હતુ, પરંતુ બાદમાં મે નક્કિ કરી લીધુ હતુ કે, પોતાના પુત્રનુ નામ વોશિંગ્ટન રાખીશ. આ તે શખ્શની યાદમાં છે, જેણે મારા માટે ઘણુ બધુ કર્યુ છે.

Published On - 3:49 pm, Sun, 17 January 21

Next Article