Virat Kohli વિદેશી અભિનેત્રી સાથે ચલાવી ચુક્યો છે ચક્કર! ફરવા લાગી તસ્વીરો, જુઓ

|

May 24, 2021 | 5:06 PM

વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્મા (Anushka Sharma)એ ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્નના બંધનથી જોડાયા હતા. વિરાટ અને અનુષ્કાએ 2013માં એક બીજાને ડેટ કરવાની શરુઆત કરી હતી.

Virat Kohli વિદેશી અભિનેત્રી સાથે ચલાવી ચુક્યો છે ચક્કર! ફરવા લાગી તસ્વીરો, જુઓ
Virat-Izabelle

Follow us on

વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્મા (Anushka Sharma)એ ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્નના બંધનથી જોડાયા હતા. વિરાટ અને અનુષ્કાએ 2013માં એક બીજાને ડેટ કરવાની શરુઆત કરી હતી. ત્યારબાદ 2017માં બંને લગ્નગ્રંથીથી જોડાયા હતા. જોકે આ દરમ્યાન હવે એવી ખબર સામે આવી રહી છે કે, અનુષ્કા પહેલા પણ વિરાટના જીવનમાં કોઈ બીજી અભિનેત્રી આવી ચુકી છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

વિરાટ કોહલી ભલે અનુષ્કાને ખૂબ પ્રેમ કરતો હોય તે બંનેની લવ કેમેસ્ટ્રી ભલે જબરદસ્ત જોવા મળતી હોય. મળી રહેલા સમાચારો ફેન્સને માટે આશ્વર્ય સર્જનારા છે. જે મુજબ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહેલા વિદેશી અભિનેત્રી ઈઝાબેલ લેઈટ (Izabelle Leite)ને ડેટ કરી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર કેટલીક તસ્વીરો ફરતી થઈ છે, જેમાં કોહલી અને ઈઝાબેલ સાથે સાથે નજર આવી રહ્યા છે.

 

તેઓને પહેલીવાર વિરાટ કોહલી અને ઈઝાબેલ સિંગાપુરમાં 2012માં સાથે શોપિંગ કરતા નજરે આવ્યા હતા. ત્યારે પણ બંને ડેટીંગ કરી રહ્યાની વાતો સામે આવી હતી. ઈઝા દિલ્હી પણ કોહલીને મળવા પહોંચતી હતી. ઈઝા પહેલા અભિનેત્રી તમન્ના ભાટીયાની સાથે પણ કોહલીનું નામ જોડાયુ હતુ.

 

 

કથિત રીતે કહેવાયુ છે કે વિરાટ કોહલી અનુષ્કા સાથેના રિલેશન અગાઉ ઈઝાબેલને બે વર્ષથી ડેટ કરી રહ્યો હતો. જે બ્રાઝિલની અભિનેત્રી હતી, તેમજ બોલીવુડમાં પણ કામ કરી ચુકી છે. ઈઝાબેલે બોલીવુડની ફિલ્મ ‘તલાશ: ધ આંસર લાઈઝ વિથ ઇન’થી ભારતીય ફિલ્મોમાં ડેબ્યૂ કર્યુ હતુ. જે ફિલ્મ 2012માં રિલીઝ થઈ હતી, જે ફિલ્મમાં ઈઝાબેલે આમિર ખાન (Aamir Khan) સાથે અભિનય કર્યો હતો.

 

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પ્રથમ મુલાકાત 2013માં એક એડ શુટ દરમ્યાન થઈ હતી. બંને એક શેમ્પુ બ્રાન્ડ માટે કોમર્શીયલ શુટીંગ કરી રહ્યા હતા. કોહલીએ એક ઈન્ટરવ્યુ દરમ્યાન કહ્યું હતુ કે તે અનુષ્કાને પહેલીવાર મળવા દરમ્યાન નર્વસ થઈ ગયો હતો. જે દરમ્યાન તેને કંઈ સમજ નહીં આવતા અનુષ્કાને તેણે એક જોક સંભળાવી દીધો હતો.

 

 

આ પણ વાંચો: Asia Cup: કોરોનાને કારણે ક્રિકેટ એશિયા કપ ટુર્નામેન્ટ સ્થગિત, 2022માં પાકિસ્તાનમાં યોજાશે ટુર્નામેન્ટ

Next Article