Virat Kohli ના ખરાબ ફોર્મને લઈ પૂર્વ ભારતીય કેપ્ટને આપી સલાહ, કહ્યું સચિન તેંડુલકરને ફોન કરી તેમની મદદ લો

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં વિરાટ કોહલીનું ફોર્મ સારું રહ્યું નથી. સુનીલ ગાવસ્કરે ભારતીય કેપ્ટનના ખરાબ ફોર્મ પર ચિંતા વ્યક્ત કરી છે.

Virat Kohli ના ખરાબ ફોર્મને લઈ પૂર્વ ભારતીય કેપ્ટને આપી સલાહ, કહ્યું સચિન તેંડુલકરને ફોન કરી તેમની મદદ લો
Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 12:31 PM

Virat Kohli : ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું બેટ હેડિંગ્લે ટેસ્ટમાં (Headingley Test) પણ સારું કમાલ કરી શક્યું નહિ. ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં કોહલી માત્ર સાત રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તે ફરી એક વખત ઇંગ્લેન્ડના સ્ટાર બોલર જેમ્સ એન્ડરસન (James Anderson)નો શિકાર બન્યો, જેણે તેને તેની કારકિર્દીમાં સાતમી વખત આઉટ કર્યો.

વિરાટ કોહલી (virat kohli) છેલ્લા બે વર્ષથી ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી. વિરાટ કોહલીએ નવેમ્બર 2019 માં બાંગ્લાદેશ સામે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની છેલ્લી સદી ફટકારી હતી. છેલ્લી 10 ટેસ્ટમાં વિરાટ કોહલીનું ફોર્મ એટલું ખરાબ થઈ ગયું છે કે આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 25 ની નીચે ગઈ છે.

વિરાટ કોહલીના ફોર્મે માત્ર ચાહકોને જ નહીં પણ દિગ્ગજોને પણ પરેશાન કર્યા છે. આવી સ્થિતિમાં પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar) તેમને સલાહ આપી છે.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

સુનીલ ગાવસ્કરે વિરાટ કોહલીને સલાહ આપી

લીડ્ઝ ટેસ્ટ (Leeds Test)માં કોમેન્ટ્રી દરમિયાન સુનીલ ગાવસ્કરે કહ્યું, ‘વિરાટ કોહલીએ તરત જ સચિનને ​​ફોન કરીને પૂછવું પડશે કે મારે શું કરવું જોઈએ ? તેણે તે કરવું જોઈએ જે સચિને સિડની ટેસ્ટમાં કર્યું હતું. કોહલીએ પોતાની જાતને કહેવું પડશે કે હું કવર ડ્રાઇવ નહીં ફટકારીશ. હેડિંગ્લે ટેસ્ટમાં વિરાટ કોહલી સીરિઝમાં સ્ટ્રેટ ડ્રાઇવ મારવાનો પ્રયાસ કરતા કેચ આઉટ થયો હતો.

ગાવસ્કરે આગળ કહ્યું, ‘તે મારા માટે ચિંતાનો વિષય છે, કારણ કે તે પાંચમા, છઠ્ઠા અને સાતમા સ્ટમ્પના બોલ પર આઉટ થઈ રહ્યો છે. 2014 માં પણ તે ઓફ સ્ટમ્પ પર આઉટ થઈ રહ્યો હતો.

સુનીલ ગાવસ્કરે વિરાટ કોહલીને સચિન સાથે વાત કરવાની સલાહ આપી છે કારણ કે, દિગ્ગજ બેટ્સમેને 2003-04 માં ઓસ્ટ્રેલિયામાં એક પણ કવર ડ્રાઇવ વગર સિડનીમાં 241 રનની મેરેથોન ઇનિંગ રમી હતી. 436 બોલની આ ઇનિંગમાં સચિને એક પણ કવર ડ્રાઇવ ફટકારી ન હતી. વિરાટ કોહલીને પણ કવર ડ્રાઈવ મારવી ગમે છે, પરંતુ ઈંગ્લેન્ડમાં તે તેના માટે મુશ્કેલ બની ગયું છે.

ઇંગ્લેન્ડ સામે, કોહલી આઉટ ગોઇંગ બોલને ટીઝ કરીને સતત આઉટ થઇ રહ્યો છે. વિરાટ કોહલી (virat kohli)એ અત્યાર સુધી ઈંગ્લેન્ડ પ્રવાસ પર માત્ર 69 રન જ બનાવ્યા છે અને તેને એક પણ અડધી સદી ફટકારી નથી.

આ પણ વાંચો : ઇંગ્લેન્ડની ટીમ બાદ ચાહકોએ પણ શરૂ કર્યું સ્લેજિંગ, વિરાટ કોહલીની મજાક ઉડાવી, જુઓ video

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">