વિરાટ કોહલીમાં 2008 જેવી તીવ્રતા આજે પણ છે, મારા વિચારને ખોટો પાડ્યોઃ વીવીએસ લક્ષ્મણ

|

Dec 04, 2020 | 8:31 AM

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી એ તેના નામે ક્રિકેટ ના અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. જેમા હાલમાં જ ઓસ્ટ્રેલીયા સામેની વન ડેમાં તેણે સૌથી ઝડપી 12000 રન પુરા કરનારો બેટ્સમેન બન્યો છે. તેણે 242 ઇનીંગ રમીને જ આ લક્ષ્ય પાર પાડ્યુ છે. જેને પુરુ કરવા માટે સચિને આ અગાઉ 58 પારી વધુ રમવી પડી […]

વિરાટ કોહલીમાં 2008 જેવી તીવ્રતા આજે પણ છે, મારા વિચારને ખોટો પાડ્યોઃ વીવીએસ લક્ષ્મણ

Follow us on

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી એ તેના નામે ક્રિકેટ ના અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. જેમા હાલમાં જ ઓસ્ટ્રેલીયા સામેની વન ડેમાં તેણે સૌથી ઝડપી 12000 રન પુરા કરનારો બેટ્સમેન બન્યો છે. તેણે 242 ઇનીંગ રમીને જ આ લક્ષ્ય પાર પાડ્યુ છે. જેને પુરુ કરવા માટે સચિને આ અગાઉ 58 પારી વધુ રમવી પડી હતી. પૂર્વ ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના વખાણ કર્યા છે. સાથે જ કહ્યુ હતુ કે જે તીવ્રતા થી 2008માં પદાર્પણ કર્યુ હતુ, એ જ તીવ્રતા થી તેનામાં રમવાની ક્ષમતા છે.

કોહલીએ 86 ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 7240 રન અને 82 ટી-20 મેચોમાં 2794 બનાવ્યા છે. તેના અત્યાર સુધીમાં 70 આંતરરાષ્ટ્રીય શતક છે જેમાંથી 27 ટેસ્ટમાં અને 43 વનડેમાં છે. વીવીએસ લક્ષ્મણે કહ્યુ હતુ કે, હા મને લાગે છે કે જે રીતે તે પ્રત્યેક સીરીઝમાં તે રમ્યો છે. તેમજ જે પ્રકારની તીવ્રતાની સાથે રન બનાવ્યા છે તે અવિશ્વસનીય છે. કારણ કે કોઇક સમયે મે વિચાર્યુ હતુ કે વિરાટ કોહલી માટે આ સૌથી મોટો પડકાર હશે. પરંતુ એક પણ વાર આપણે એ નથી જોયુ કે જ્યારે વિરાટ ક્રિકેટ મેદાન પર હોય છે તો તેમની ઉર્જા ઓછી હોય. ચાહે તે બેટીંગ કરતો હોય તે ચાહે તે ફીલ્ડીંગ કરતો હોય

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

તેણે કહ્યુ કે દબાણ દરમ્યાન શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની કોહલીની ખાસ વાત છે. જો તમે તેના વન ડે રેકોર્ડને જુઓતો લાગે છે કે, તેણે રન ના લક્ષ્યને પીછો કરતા કેટલા શતક લગાવ્યા છે. તેની પર હંમેશા દબાણમાં સ્કોર બોર્ડને ચલાવતા રહેવાનુ પ્રેશર રહે છે. પરંતુ તે જવાબદારીને નિભાવે છે અને સારી રીતે બહાર પણ આવે છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article