Virat Kohli : કેપ્ટનશિપમાં વિરાટ કોહલી સર્વશ્રેષ્ઠ છે, દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમની પસંદગી પહેલા આ દિગ્ગજનું મોટું નિવેદન

|

Dec 07, 2021 | 8:50 AM

વિરાટ કોહલીની કપ્તાની હેઠળ, ભારતે મુંબઈ ટેસ્ટ 372 રને જીતી હતી, જે રનની દ્રષ્ટિએ તેમની સૌથી મોટી જીત હતી. આ શાનદાર જીત સાથે ભારતે ન્યૂઝીલેન્ડ સામેની 2 ટેસ્ટ મેચની શ્રેણી પણ કબજે કરી લીધી છે.

Virat Kohli : કેપ્ટનશિપમાં વિરાટ કોહલી સર્વશ્રેષ્ઠ છે, દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમની પસંદગી પહેલા આ દિગ્ગજનું મોટું નિવેદન
Virat Kohli

Follow us on

Virat Kohli : દક્ષિણ આફ્રિકા પ્રવાસ (South Africa tour)માટે ટીમ ઈન્ડિયા (Team India)ની પસંદગી કોઈપણ સમયે થઈ શકે છે. પરંતુ, તે પહેલા વિરાટ કોહલીની કેપ્ટનશિપને લઈને એક મોટું નિવેદન સામે આવ્યું છે. આ નિવેદન ભારતના પૂર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણ (Fast bowler Irfan Pathan)નું આવ્યું છે, જેમણે વિરાટ કોહલીને ટેસ્ટનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન ગણાવ્યો છે. ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ (Test series)માં જીત બાદ ઈરફાન પઠાણે (Irfan Pathan)કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલી (Virat Kohli)ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન છે.

વિરાટ કોહલી (Virat Kohli)ની કપ્તાની હેઠળ, ભારતે મુંબઈ ટેસ્ટ (Mumbai Test) 372 રને જીતી હતી, જે રનની દ્રષ્ટિએ તેમની સૌથી મોટી જીત હતી. આ શાનદાર જીત સાથે ભારતે ન્યૂઝીલેન્ડ સામેની 2 ટેસ્ટ મેચની શ્રેણી પણ કબજે કરી લીધી છે. ઈરફાન પઠાણે (Irfan Pathan) ભારતની શ્રેણી જીત્યા બાદ ટ્વિટર દ્વારા પોતાના મનની વાત કરી અને તેને ટેસ્ટમાં ભારતનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન ગણાવ્યો.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

 

 

ઈરફાન પઠાણે પોતાના ટ્વીટમાં ભારતના બે સફળ ટેસ્ટ કેપ્ટનો વચ્ચે જીતની ટકાવારીના તફાવતને પણ જણાવ્યું છે. તેણે લખ્યું કે ટેસ્ટમાં વિરાટ કોહલીની જીતની ટકાવારી 59.09 છે. જ્યારે 45 ટકા ભારતીય કેપ્ટન બીજા નંબર પર છે. વિરાટ વર્તમાન ટેસ્ટ કેપ્ટનોમાં જીતના મામલે પણ પ્રથમ છે, જેણે ઓછામાં ઓછી 10 ટેસ્ટમાં કેપ્ટનશિપ કરી છે.

વિરાટના નિશાના પર હવે દક્ષિણ આફ્રિકા છે

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં મળેલી જીત ભારતની છેલ્લા 8 વર્ષમાં ઘરઆંગણે સતત 14મી ટેસ્ટ શ્રેણી જીત છે. ભારતીય ટીમ 2013 બાદ ઘરઆંગણે એકપણ શ્રેણી હારી નથી. જેમાં વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારતે મોટાભાગની મેચો જીતી છે. વિરાટ કોહલીની નજર હવે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર છે. ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ તેણે કહ્યું કે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ અમારા માટે મોટો પડકાર હશે. અમે ત્યાં હજુ સુધી ટેસ્ટ શ્રેણી જીતી નથી. આ વખતે અમારી પાસે તક છે. અમે તે કરવા માંગીએ છીએ જે અમે ત્યાં હજુ સુધી કર્યું નથી

આ પણ વાંચો : Omicron નો 5 રાજ્યમાં પગ પેસારો, હવા દ્વારા પણ વાયરસ ફેલાયો હોવાનો દાવો, જાણો ચેપગ્રસ્તની સારવાર કરી રહેલા ડોકટરોનું શું કહેવું છે?

Next Article