વિરાટ કોહલીએ સર્જ્યો ઈતિહાસ, બન્યા સૌપ્રથમ એવા ખેલાડી જેણે એક જ વર્ષમાં મેળવ્યા 3 ICC અવોર્ડ્સ
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCના 2018ના અવોર્ડ્સ દરમિયાન વનડે ટીમ ઑફ ધ યર પસંદ કરી લેવાયી છે. ICCએ ટ્વિટરના માધ્યમથી વનડે ટીમ ઓફ ધ યરની ઘોષણા કરી છે. આ ટીમની કમાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને સોંપવામાં આવી છે. ત્યાં 11 ખેલાડીઓમાં 4 ખેલાડી ભારતીય છે. વિરાટ કોહલી ઉપરાંત, રોહિત શર્મા, કુલદીપ યાદવ અને […]

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCના 2018ના અવોર્ડ્સ દરમિયાન વનડે ટીમ ઑફ ધ યર પસંદ કરી લેવાયી છે.
ICCએ ટ્વિટરના માધ્યમથી વનડે ટીમ ઓફ ધ યરની ઘોષણા કરી છે. આ ટીમની કમાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને સોંપવામાં આવી છે. ત્યાં 11 ખેલાડીઓમાં 4 ખેલાડી ભારતીય છે.
વિરાટ કોહલી ઉપરાંત, રોહિત શર્મા, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહને વન ડે ટીમ ઓફ ધ યરમાં પસંદ કરવામાં આવ્યા છે.
Presenting the ICC Men's ODI Team of the Year 2018! 🏆
🇮🇳 @ImRo45🏴 @jbairstow21🇮🇳 @imVkohli (c) 🏴 @root66 🇳🇿 @RossLTaylor🏴 @josbuttler (wk)🏴 @benstokes38🇧🇩 @Mustafiz90🇦🇫 @rashidkhan_19🇮🇳 @imkuldeep18🇮🇳 @Jaspritbumrah93
➡️ https://t.co/EaCjC7szqs#ICCAwards 🏆 pic.twitter.com/dg64VGuXiZ
— ICC (@ICC) January 22, 2019
ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા જેવી મડબૂત ટીમ્સના એક પણ ખેલાડી આ ટીમનો ભાગ નથી. તો અફઘાનિસ્તાનના રાશિદ ખાને ટીમમાં જગ્યા બનાવી છે. બાંગ્લાદેશના મુસ્તફિજુર રહમાનને પણ ટીમમાં જગ્યા મળી છે.
ભારત સિવાય ઈંગ્લેન્ડના પણ 4 ક્રિકેટર ICC વનડે ટીમ ઓફ ધ યરમાં સામેલ છે.
ઈંગ્લેન્ડ તરફથી જૉની બેયરેસ્ટો, જો રૂટ, જોસ બટલર અને બેન સ્ટોક્સને આ ટીમમાં જગ્યા મળી છે. કંઈક આવી જ રીતે ICC મેન્સ વન ડે ટીમ ઓફ ધ યર 2018: રોહિત શર્મા (ભારત), જૉની બેયરેસ્ટો (ઈંગ્લેન્ડ), વિરાટ કોહલી (કેપ્ટન, ભારત), જો રૂટ (ઈંગ્લેન્ડ), રોસ ટેલર (ન્યૂઝિલેન્ડ), બેન સ્ટોક્સ (ઈંગ્લેન્ડ), જોસ બટલર (ઈંગ્લેન્ડ), મુસ્તફિજુર રહમાન (બાંગ્લાદેશ), રાશિદ ખાન (અફઘાનિસ્તાન), કુલદીપ યાદવ (ભારત), જસપ્રીત બુમરાહ (ભારત)
[yop_poll id=732]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]