વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલીને T-20 લીગ દરમિયાન મળી નોટીસ, કોર્ટે આ મામલામાં ક્રિકેટેર અને અભિનેતાઓને ફટકારી નોટીસો

|

Nov 04, 2020 | 7:18 AM

મદ્રાસ હાઇકોર્ટે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી, અભિનેતા પ્રકાશ રાજ, તમન્ના, રાણા અને સુદિપ ખાનને નોટીસ મોકલી છે. નોટીસ ઓનલાઇન ફેંન્ટસી સ્પોર્ટસ એપના વિજ્ઞાપનને લઇને મોકલવામાં આવી છે. કોર્ટે આ તમામ પાસે થી વિજ્ઞાપન ને લઇને જવાબ માંગ્યો છે. હાઇકોર્ટની મદુરાઇ બેંચના જસ્ટીસ એન કિરુબાકરન અને બી પુગલેંધીએ આ […]

વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલીને T-20 લીગ દરમિયાન મળી નોટીસ, કોર્ટે આ મામલામાં ક્રિકેટેર અને અભિનેતાઓને ફટકારી નોટીસો

Follow us on

મદ્રાસ હાઇકોર્ટે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી, અભિનેતા પ્રકાશ રાજ, તમન્ના, રાણા અને સુદિપ ખાનને નોટીસ મોકલી છે. નોટીસ ઓનલાઇન ફેંન્ટસી સ્પોર્ટસ એપના વિજ્ઞાપનને લઇને મોકલવામાં આવી છે. કોર્ટે આ તમામ પાસે થી વિજ્ઞાપન ને લઇને જવાબ માંગ્યો છે. હાઇકોર્ટની મદુરાઇ બેંચના જસ્ટીસ એન કિરુબાકરન અને બી પુગલેંધીએ આ પ્રકારની એપના વિજ્ઞાપન કરવા વાળા અન્ય પણ કેટલાંક લોકોને નોટીસ મોકલી છે. આ બધા પાસે થી 19 નવેમ્બર સુધીમાં જવાબ માંગવામાં આવ્યો છે.

મહંમદ રિઝવી નામના એક વકિલે આ બાબતે એક યાચીકા કોર્ટમાં દાખલ કરી હતી. તામીલનાડુમાં પાછળના કેટલાક દિવસો દરમ્યાન કેટલાક યુવાનોએ આ એપ્લીકેશન દ્રારા પૈસા લગાવીને હારી જવા બાદ આત્મહત્યા કરી લીધી હતી. આવા સમયે હવે વકિલ રિઝવીએ યાચીકા કોર્ટ સમક્ષ દાખલ કરી છે. આની પર સુનાવણી કરતા કોર્ટે પણ કહ્યુ છે કે, આ એપ પર ચેન્નાઇ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ જેવી આઇપીએલની ટીમોના નામ થી પણ ટીમો છે. કેટલીક એપમાં તો રાજ્યના નામ થી ટીમો છે. એવામાં આ ટીમો શુ તે રાજ્યો તરફ થી રમી રહી છે, તેવા પણ સવાલ ઉઠાવ્યા છે.

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

કોર્ટે એપ માલિકો પર સેલેબ્રેટીઓનો ઉપયોગ કરીને કરોડો રુપીયા કમાવાનો આરોપ લગાવ્યો છે. બતાવી દઇએ કે આ પહેલા પણ આજ પ્રકારનો મામલો કોહલી પર ઓગષ્ટ 2020 માં દર્જ કરવામાં આવ્યો હતો. તે ચેન્નાઇ ના એક વકીલે કર્યો હતો. તેમની માંગ હતી કે ઓનલાઇન જુગાર પર રોક લગાવવી જોઇએ. તેમણે આ એપ પર વિજ્ઞાપન કરવા વાળા સિતારાઓની પણ ધરપકડની માંગ કરી હતી. વકિલ નુ કહેવુ છે કે જુગારની લત સમાજ માટે ખુબ જ ખતરનાક છે. આ સંવિંધાનના આર્ટીકલ 21 થી મળેલા જીવવાના અધીકારનુ પણ ઉલ્લંઘન કર્યુ છે.

વિરાટ કોહલી અને બાકીના લોકોને પણ નોટીસ નો મામલો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે એક દીવસ પહેલા જ બીસીસીઆઇ એ મોબાઇલ પ્રિમીયર લીગ એટલે કે એમપીએલ ને ભારતીય ક્રિકેટ ટીમના કિટ સ્પોન્સર નિયુક્ત કર્યા છે. આ માટે ત્રણ વર્ષની ડીલ તેની સાથે નક્કિ કરવામાં આવી છે. એમપીએલે નાઇક ની જગ્યા મેળવી છે. નાઇકીએ વર્ષ 2016 માં પાંચ વર્ષ માટે 370 કરોડ રુપિયામાં કિટ સ્પોન્સરશિપ હાંસલ કરી હતી. આ પછી એડીદાસ અને પ્યુમા જેવી કંપનીઓએ પણ સ્પોન્સર શીપ મેળવવા માટે ઇચ્છા દર્શાવી હતી. જોકે તે કિંમતના મામલામાં ખુબ નિચા રહ્યા હતા જેને લઇને તેમની વાત બની શકી નહોતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 7:17 am, Wed, 4 November 20

Next Article