વિરાટ કોહલીએ પણ અનુભવ્યુ હતુ ડિપ્રેશન, ભીડમાં પણ અનુભવતો હતો એકલતા, જાણો શું કહ્યું

|

Feb 19, 2021 | 9:55 PM

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) હાલના સમયમાં શ્રેષ્ઠ બેટસમેનોમાં સામેલ છે. રેકોર્ડઝના શિખર પર બેઠા છે અને બજારની નજરે સૌથી મોટી બ્રાન્ડ પણ છે.

વિરાટ કોહલીએ પણ અનુભવ્યુ હતુ ડિપ્રેશન, ભીડમાં પણ અનુભવતો હતો એકલતા, જાણો શું કહ્યું
Virat Kohli (File Image)

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) હાલના સમયમાં શ્રેષ્ઠ બેટસમેનોમાં સામેલ છે. રેકોર્ડઝના શિખર પર બેઠા છે અને બજારની નજરે સૌથી મોટી બ્રાન્ડ પણ છે. સામાન્ય લોકોને તે ખુબ સુખી અને સંપુર્ણ જોવા મળે છે, જોકે તેના મગજમાં શું ચાલે છે તે ખૂબ ઓછા લોકોને સમજ આવે છે. આવામાં સફળતાની ઉંચાઈઓને સર કરી લેવાવાળા ક્રિકેટરે માનસિક તણાવ એટલે કે ડિપ્રેશન (Depression)નો સામનો કરવો પડ્યો છે.

 

આ વાતને સ્વીકારવી મુશ્કેલ છે, પરંતુ સત્ય વાત છે. ખુદ વિરાટ કોહલીએ જ આ અંગે વાત કરી છે. કોહલીએ કહ્યુ હતુ કે, 2014માં ઈંગ્લેન્ડના ખરાબ પ્રવાસ દરમ્યાન તે ડિપ્રેશનથી સંઘર્ષ કરી રહ્યો હતો. તેને લાગી રહ્યુ હતુ કે, પૂરી દુનિયામાં તે સૌથી એકલવાયો વ્યક્તિ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 21 હજારથી વધારે રન બનાવી ચુકેલા અને 70 સદી લગાવી ચુકેલા કોહલીએ પાછળના એક દશકમાં ક્રિકેટ જગત પર રાજ જમાવી દીધુ છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

 

મેદાનની અંદરની તેની સફળતાની અસર મેદાનની બહારની તેની ગતિવીધીઓ પર પણ જોવા મળે છે અને તે સૌથી વધારે કમાણી કરવાવાળા ક્રિકેટર બની ચુક્યા છે. ફોર્બ્સ લીસ્ટમાં તેમનુ નામ પણ ચમકતુ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર પણ સૌથી વધુ ફોલોઅર ધરાવનારા ક્રિકેટર છે. જોકે તેની પર સૌથી વધુ આશાઓનો ભાર છે, જે બાકી તમામ બાબતોને ગૌણ કરી દે છે.

 

ખેલાડીઓમાં ડિપ્રેશન અને માનસિક સ્વાસ્થ્યની બાબતને લઈને કોહલી અગાઉ પણ વાત કરી ચુક્યા છે. એકવાર ફરીથી તેમણે પોતાનું જ ઉદાહરણ આપીને આ બાબતની ચર્ચા કરી છે. ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર માર્ક નિકોલસ (Mark Nicholas) સાથે વાતચીત કરવા દરમ્યાન કોહલીએ સ્વિકાર કર્યો હતો કે, પોતાના કેરિયરમાં મુશ્કેલ સમયથી પસાર થયો હતો. નિકોલસના પોડકાસ્ટ પર વાત કરતા કોહલીને પુછવામાં આવ્યુ કે, તે ક્યારેય ડીપ્રેશનમાં હતા કે કેમ તો તેણે જવાબ હા આપ્યો હતો. તેણે કહ્યુ કે, હા, મારી સાથે પણ આમ થયુ હતુ એ વિચારીને સારુ નથી લાગતુ કે તમે રન નથી બનાવી રહ્યા. હું માની રહ્યો છુ કે, તમામ બેટ્સમેનોને ક્યારેક એવા સમયગાળામાં એમ મહેસુસ થાય છે કે, આપને કોઈક બાબત પર સહેજ પણ નિયંત્રણ નથી.

 

કોહલી ઈંગ્લેન્ડ પ્રવાસ દરમ્યાનની વાત કરી રહ્યા હતા. તે સમયે કોહલી કેપ્ટન નહોતો. પરંતુ ટીમનો મુખ્ય બેટ્સમેન બની ચુક્યો હતો. કોહલીના કેરિયરમાં સૌથી ખરાબ સમયગાળો તે રહ્યો હતો. જે દરમ્યાન તેના બેટથી પાંચ ટેસ્ટ મેચની રમતમાં માત્ર 13.50ની સરેરાશથી રન બન્યા હતા. તેનો સ્કોર 1,8,25,0,39,28,0,7,6 અને 20 રન હતો. જોકે ત્યારબાદ ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન તેણે 692 રન બનાવીને શાનદાર વાપસી કરી હતી.

 

કોહલીએ આગળ પણ વાત કરતા કહ્યુ હત કે, તમને એ ખબર નથી હોતી કે આ સમયને કેવી રીતે પાર કરવાનો છે. આ એ સમય હતો કે જ્યારે હું બાબતોને બદલવા માટે કંઈ નહોતો કરી શકતો. મને એવુ મહેસુસ થતુ હતુ કે, હું દુનિયામાં એકલો માણસ છુ. વ્યક્તિગત રીત મારે માટે તે નવો ખુલાસો હતો કે મોટા સમુહનો હિસ્સો હોવા છતાં એકલતા અનુભવતો હતો. હું એમ નથી કહેતો કે મારી સાથે વાત કરવાવાળુ કોઈ નહોતુ, પરંતુ વાત કરવા માટે કોઈ એવુ નહોતુ કે જે મને સમજી શકે કે હું કેવા સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છું.

 

વિરાટ કોહલીએ એ વાત પર ભાર મુક્યો હતો કે, માનસિક સ્વાસ્થ્યને નજર અંદાજ કરી ના શકાય. કારણ કે કોઈ ખેલાડીનું કરિયર બરબાદ થઈ શકે છે. તેમણે કહ્યુ હતુ કે, એવી વ્યક્તિ હોવી જોઈએ કે તેની પાસે કોઈપણ સમયે જઈને કહી શકો કે સાંભળ હું આવુ અનુભવી રહ્યો છુ. મને ઉંઘ નથી આવી રહી. હું સવારે ઉઠવા નથી ઈચ્છતો. મને ખુદ પર ભરોસો નથી. હું શુ કરુ. અનેક લોકો લાંબા સમય સુધી આમ અનુભવ કરતા હોય છે. જેમાં મહિનાઓ વિતી જતા હોય છે. આવુ પુરા ક્રિકેટ સત્રમાં બની શકે છે. લોકો તેનાથી બહાર નથી આવી શકતા. હું પુરી ઈમાનદારી સાથે વ્યવસાયિક મદદની જરૂરિયાત અનુભવુ છું.

 

આ પણ વાંચો: IPL Auctionમાં આ 10 વિદેશી પોપ્યુલર ખેલાડીઓને ના મળ્યા કોઈ ખરીદદાર

Next Article