IPL Auctionમાં આ 10 વિદેશી પોપ્યુલર ખેલાડીઓને ના મળ્યા કોઈ ખરીદદાર

IPL Auction 2021: IPLની 14મી સીઝન માટેનું ઓક્શન ગુરુવારે ચેન્નઈમાં થયું હતું. આ  ઓક્શન મહત્તમ 61 સ્લોટ્સ માટે થયું હતું. આ યાદીમાં 164 ભારતીય અને 128 વિદેશી ખેલાડીઓ હતા.

IPL Auctionમાં આ 10 વિદેશી પોપ્યુલર ખેલાડીઓને ના મળ્યા કોઈ ખરીદદાર

IPL Auction 2021: IPLની 14મી સીઝન માટેનું ઓક્શન ગુરુવારે ચેન્નઈમાં થયું હતું. આ  ઓક્શન મહત્તમ 61 સ્લોટ્સ માટે થયું હતું. આ યાદીમાં 164 ભારતીય અને 128 વિદેશી ખેલાડીઓ હતા. જેમાં ત્રણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના સહયોગી સભ્યો પણ છે. કુલ 61 ખેલાડી માટે આઠ ફ્રેન્ચાઇઝીએ બોલી લગાવી હતી.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 14મી સીઝન માટે ખેલાડીઓની હરાજી ગુરુવારે ચેન્નઈમાં થઈ હતી. તમામ આઠ ફ્રેન્ચાઈઝીઓએ હરાજીમાં 145.30 કરોડ રૂપિયા ખર્ચ કર્યો અને 56 ખેલાડીઓ ખરીદ્યા હતા.જેમાં 22 વિદેશી ખેલાડીઓનો ઉમેરો થયો છે. જેમાં અનેક ખેલાડીઓને ફ્રેન્ચાઈઝી દ્વારા ભારે રકમ સાથે ખરીદવામાં આવ્યા હતા, જ્યારે ઘણાને ખરીદદાર પણ મળ્યા ન હતા. આવું માત્ર ભારતીય ખેલાડી સાથે જ નહીં પણ વિદેશી ખેલાડીઓ સાથે પણ થયું છે. અમે તમને 10 એવા પોપ્યુલર વિદેશી ક્રિકેટરોના નામ જણાવીએ જેમને આઈપીએલ 2021ની હરાજીમાં કોઈ ખરીદદારના મળ્યા.

10 Unsold Foreign Players

એક તરફ જ્યારે ઘણા જાણીતા ખેલાડીઓ ખરીદનાર ન મળ્યા, ત્યારે દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ હરાજીમાં સૌથી મોંઘા વેચાયા હતા. સંખ્યાબંધ ટીમોએ તેના પર દાવ લગાવ્યો, પરંતુ અંતે રાજસ્થાન રોયલ્સએતેમને 16.25 કરોડમાં ખરીદી લીધા હતા. તેમજ સાથે આફ્રિકન ઓલરાઉન્ડર આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો. મોરિસ પહેલા આઈપીએલમાં સૌથી વધુ ખર્ચાળ ખેલાડી યુવરાજસિંહ હતો. યુવરાજને દિલ્હીની ટીમે 2015માં 16 કરોડમાં ખરીદ્યો હતો.

આ પણ વાંચો: IPL Auction: શાહરૂખ ખાન પ્રીતિ ઝિન્ટાની ટીમમાં જોડાયો, અભિનેત્રીની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati