
2026 ના T20 વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીતની ચર્ચા ફક્ત સરહદની આ પાર જ નહીં પરંતુ પડોશી દેશ પાકિસ્તાનમાં પણ એટલી જ શિદ્દતથી ગુંજી રહી છે. એક પાકિસ્તાની ફેન એ ભારત પ્રત્યેના પ્રેમ અને ખેલ ભાવનાથી લાખો ભારતીયોના દિલ જીતી લીધા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોએ બંને દેશો વચ્ચેની કડવાશને બાજુ પર રાખી છે અને ક્રિકેટની અસલી તાકાતને વિશ્વ સમક્ષ રજૂ કરી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચ શરૂ થાય તે પહેલાં એક પાકિસ્તાની ક્રિકેટ ફેન ટેલિવિઝન સામે ઊભો જોવા મળે છે. સ્ટેડિયમમાં ભારતીય રાષ્ટ્રગીત, જન ગણ મન, વાગવાનું શરૂ થતાં જ, આ ફેન પણ તેના સમગ્ર પરિવાર સાથે સંપૂર્ણ આદર સાથે રાષ્ટ્રગીત ગાય પણ છે. આ દ્રશ્ય ઘણુ જ હૃદયસ્પર્શી હતું, કારણ કે રમત પ્રત્યેનો આટલો જુસ્સો અને બીજા દેશના રાષ્ટ્રગીત પ્રત્યે આટલો આદર ભાગ્યે જ જોવા મળે છે.
મેચ સમાપ્ત થયા પછી અને ટીમ ઈન્ડિયા ત્રીજી વખત વિશ્વ ચેમ્પિયન બન્યા પછી, આ પાકિસ્તાની ચાહકે ફક્ત રાષ્ટ્રગીત જ નહીં, પણ ભારતીય ટીમની જીતની ઉજવણી માટે કેક કાપીને ભારતીય ખેલાડીઓને અભિનંદન આપ્યા. તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સ સૂર્યા અને તેમની ટીમના પ્રદર્શન પ્રત્યેની તેમની પ્રશંસાને સ્પષ્ટપણે પ્રતિબિંબિત કરે છે. આ વીડિયો ભારતીય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટોપ ટ્રેન્ડ બની ગયો છે.
આ વીડિયો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં સુધી પણ પહોંચી ગયો. BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ પોતે તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર વીડિયો શેર કર્યો. તેમણે ફેન્સની રમતગમતની પ્રશંસા કરતા લખ્યું, “પાકિસ્તાનમાં આવા ભારતીય ક્રિકેટ ચાહકો હોવા જોઈએ, જેઓ જન ગણ મન પણ ગાઈ રહ્યા હતા!” તેમની પોસ્ટ પછી, ભારતીય ચાહકો પણ આ પાકિસ્તાની વ્યક્તિની પ્રશંસા કરી રહ્યા છે.
https://t.co/QhypGdYWxf
ऐसे भारतीय क्रिकेट के फैन पाकिस्तान में होने चाहिये । जो जनगण मन तक गा रहे थे!— Rajeev Shukla (@ShuklaRajiv) March 9, 2026
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાની જીતે ભારતને વિશ્વ ચેમ્પિયનનો તાજ પહેરાવ્યો, ત્યારે આ પાકિસ્તાની ચાહકે સાબિત કર્યું કે રમતગમત ફક્ત જીત અને હાર માત્ર નથી, પરંતુ પ્રેમ અને આદરનો એક સેતુ પણ છે. એવા સમયે જ્યારે મેદાન પર દુશ્મનાવટ ચરમસીમાએ છે, ત્યારે એક પાકિસ્તાની પરિવાર દ્વારા ભારતની જીતની ઉજવણી રમતગમતની દુનિયાને સકારાત્મક સંદેશ આપે છે.