SALUTE છે વિદર્ભ ક્રિકેટ ટીમને, ઈરાની કપ પર કબજો જમાવ્યા બાદ કૅપ્ટન ફૈઝ ફઝલે કરી એવી જાહેરાત કે દરેક ભારતીયને ગર્વ થાય : VIDEO
પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિજનો સાથે આખો દેશ ઊભો છે અને દેશનો દરેક નાગરિક તેમના પરિજનો માટે કંઇક કરવાનો જુસ્સો ધરાવે છે. TV9 Gujarati Web Stories View more પીળા કપડામાં એલચી બાંધવાથી શું થાય છે ? નવરાત્રીમાં કિંજલ દવેનો ટ્રેડિશનલ લુક હોય છે હટકે, જુઓ ફોટો રોજ રાત્રે પગ તૂટે છે તો આ […]
પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિજનો સાથે આખો દેશ ઊભો છે અને દેશનો દરેક નાગરિક તેમના પરિજનો માટે કંઇક કરવાનો જુસ્સો ધરાવે છે.
શહીદ જવાનોના પરિજનોને ચોતરફથી આર્થિક સહાય કરી ન રૂઝાય તેવા ઘા પર મલમ લગાવની સંવેદનશીલ કોશિશ કરવામાં આવી રહી છે. આવી જ એક કોશિશ કરી છે વિદર્ભ ક્રિકેટ ટીમે.
નાગપુર ખાતે યોજાયેલી ઈરાની કપ ટૂર્નામેંટમાં ગઈકાલે રણજી ચૅમ્પિયન વિદર્ભ ક્રિકેટ ટીમે ખિતાબ પર કબજો કર્યો હતો. વિદર્ફે બીજી વાર ઈરાની કપ જીત્યો છે અને ખિતાબી જીત પર વિદર્ભ ક્રિકેટ ટીમને 10 લાખ રૂપિયાની ઈનામી રકમ મળી છે, પરંતુ વિદર્ભના કૅપ્ટન ફૈઝ ફઝલે વિદર્ભ ક્રિકેટ સંઘ તરફથી મળનારી આ 10 લાખ રૂપિયાની રકમ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિજોને આપવાની જાહેરાત કરી છે.
ફૈઝ ફઝલે ઈરાની કપનો ફાઇનલ મુકાબલો જીત્યા બાદ કહ્યું, ‘અમે જીતવા માટે મળનારી 10 લાખ રુપિયાની ઈનામી રકમને પુલાવમાના શહીદોના પરિજનોને સમર્પિત કરવાનો નિર્ણય કર્યો છે. આ અમારા તરફથી તેમને એક નાનકડી ભેંટ છે.’
Vidarbha are proving why they are champions on an off the field. The #IraniTrophy winners led by @faizfazal have decided to hand over their prize money to family members of martyrs of #PulwamaTerroristAttack. pic.twitter.com/Rh6i44nXrI
— BCCI Domestic (@BCCIdomestic) February 16, 2019
https://twitter.com/BCCIdomestic/status/1093403680097820673
[yop_poll id=1508]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]