IND vs AUS: સિડની ટેસ્ટ પહેલા ભારતને ઝટકો, ઝડપી બોલર ઉમેશ યાદવ ટેસ્ટ સીરીઝથી બહાર

|

Dec 31, 2020 | 3:02 PM

ટીમ ઇન્ડીયાને સીડની (Sydney) માં રમાનારી ત્રીજી ટેસ્ટ પહેલા જ એક મોટો ઝટકો લાગ્યો છે. ઝડપી બોલર ઉમેશ યાદવ (Umesh Yadav) ઓસ્ટ્રેલીયા (Australia) સીરીઝથી બહાર થઇ ગયો છે. તે સીરીઝની બાકીની બે ટેસ્ટ મેચમાં નહી રમી શકે. ઉમેશ હવે પરત ભારત ફરી રહ્યો છે. 33 વર્ષના આ પેસ બોલર ઓસ્ટ્રેલીયાની સામે બીજી ટેસ્ટમાં ત્રીજા દીવસે […]

IND vs AUS: સિડની ટેસ્ટ પહેલા ભારતને ઝટકો, ઝડપી બોલર ઉમેશ યાદવ ટેસ્ટ સીરીઝથી બહાર

Follow us on

ટીમ ઇન્ડીયાને સીડની (Sydney) માં રમાનારી ત્રીજી ટેસ્ટ પહેલા જ એક મોટો ઝટકો લાગ્યો છે. ઝડપી બોલર ઉમેશ યાદવ (Umesh Yadav) ઓસ્ટ્રેલીયા (Australia) સીરીઝથી બહાર થઇ ગયો છે. તે સીરીઝની બાકીની બે ટેસ્ટ મેચમાં નહી રમી શકે. ઉમેશ હવે પરત ભારત ફરી રહ્યો છે. 33 વર્ષના આ પેસ બોલર ઓસ્ટ્રેલીયાની સામે બીજી ટેસ્ટમાં ત્રીજા દીવસે રમત દરમ્યાન માંસપેશીયો ખેંચાઇ જવાને લઇને લંગડાઇને મેદાન છોડી દીધુ હતુ.

ભારતને પહેલા જ મહંમદ શામી અને ઇશાંત શર્માની કમી વર્તાઇ રહી છે, જે ઇજાગ્રસ્ત છે. હવે ઉમેશને ઇજા થવાને લઇને ચાર મેચોની સીરીઝમાં હવે પરેશાની વધી ચુકી છે. મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલીયાને 8 વિકેટથી ટીમ ઇન્ડિયાએ મહાત આપી હતી. હવે સીરીઝ 1-1 થી બરાબરી છે.

રોહિત શર્મા ટીમ ઇન્ડીયાથી જોડાઇ ચુક્યો છે. ગુરુવારે મેલબોર્નમાં નેટ પર પોતાની જાતને પડકારી રહ્યો હતો. જ્યારે ટીમ ઇન્ડીયાના બાકીના ખેલાડીઓ બે દિવસના બ્રેક પર ચાલ્યા ગયા છે. ત્રીજી ટેસ્ટ 7 જાન્યુઆરી થી સિડનીમાં રમાનારી છે. સામાન્ય રીતે ટીમ નવા વર્ષે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સિડની પહોંચી જતી હોય છે. પરંતુ શહેરમાં કોરોના સંક્રમણના નવા મામલાને લઇને આ વર્ષે ખેલાડીઓ અને અધિકારીઓ લાંબો સમય મેલબોર્નમાં જ રહેશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મેલોબોર્નમાં રમાયેલા બીજી ટેસ્ટ દરમ્યાન ઓસ્ટ્રેલીયાની બીજી પારીમાં 8મી અને પોતાની ચોથી ઓવર દરમ્યાન ઉમેશ ખૂબ પીડાને લઇને લડખડાઇ ગયો હતો. તેણે તરતજ મેડિકલ ટીમને મેદાનમાં બોલાવી હતી. ત્યાર બાદ તે લંગડાતો જ ડ્રેસીંગ રુમમાં ચાલ્યો ગયો હતો.

ભારતીય ક્રિકેટ બોર્ડએ ચિકિત્સા દળે બયાન જારી કરી કહ્યુ હતુ. ઉમેશ યાદવ ને તેની ચોથી ઓવર કરવા દરમ્યાન દર્દ થયુ હતુ. BCCI ની મેડિકલ ટીમે તેનુ નિરીક્ષણ કર્યુ હતુ. તેને હવે સ્કેન માટે લઇ જવા છે. ઉમેશે આ પહેલા જ તેની બીજી ઓવરમાં ઓપનર જો બર્ન્સ ને આઉટ કર્યો હતો. તે ખૂબ સારા લયમાં જોવા મળી રહ્યો હતો. પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી રહેલા મંહમદ સિરાજે તેની ઓવર પુરી કરી હતી.

Next Article